Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વેરાવળ ખાતે થશે:તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરાઈ, વિવિધ વિભાગોને જવાબદારીઓ સોંપાઈ

    9 घंटे पहले

    આગામી 15મી ઓગસ્ટે ઉજવાનારા સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વેરાવળ ખાતે યોજાનાર છે. આ ભવ્ય ઉજવણીના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોના વડા અધિકારીઓ ઉપસ્થિત રહી ઉજવણીને સુચારુ અને ભવ્ય બનાવવા માટે જરૂરી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વેરાવળ સ્થિત કેસીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનારી જિલ્લા કક્ષાની ઉજવણી માટેની તમામ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ધ્વજવંદન સમારોહ, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, વીજ પુરવઠો તેમજ અન્ય જરૂરી સુવિધાઓ અંગે વિભાગવાર જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને સમયમર્યાદામાં તૈયારીઓ પૂર્ણ કરવા અને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી. ઉપરાંત કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે આગોતરા આયોજન અને અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ડેપ્યુટી કલેક્ટર જૈમીન કાકડિયા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિભાગોએ પોતાના કાર્યક્ષેત્ર મુજબની તૈયારીઓ અંગે માહિતી આપી હતી અને જિલ્લા કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં રવિવારે CMના હસ્તે રૂ.253 કરોડના કામોને લીલીઝંડી:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓડિટોરિયમ, લાઇબ્રેરી, મનપાના વિકાસકામોનું ઈ લોકાર્પણ-ખાતમુહૂર્ત
    Next Article
    ઘેલા સોમનાથમાં શ્રાવણી લોકમેળાની તૈયારીઓ:રાજકોટના જસદણમાં પ્રખ્યાત શિવ મંદિરે એક માસનો મેળો; 103 સ્ટોલ - 11 દુકાનો, પાર્કિંગ મળી રૂ.21 લાખની હરાજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment