Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘેલા સોમનાથમાં શ્રાવણી લોકમેળાની તૈયારીઓ:રાજકોટના જસદણમાં પ્રખ્યાત શિવ મંદિરે એક માસનો મેળો; 103 સ્ટોલ - 11 દુકાનો, પાર્કિંગ મળી રૂ.21 લાખની હરાજી

    10 hours ago

    રાજકોટના જસદણ ખાતે આવેલા પ્રખ્યાત ઘેલા સોમનાથ મંદિર પાસે શ્રાવણ માસનો લોકમેળો 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. જેથી એક મહિના માટે મંદિર હસ્તકની વિવિધ જગ્યાઓ એક માસ માટે ભાડે આપવામાં આવશે. લોકમેળા પરિસરની હરાજીની અપસેટ કિંમત રૂ.21 લાખ રાખવામાં આવી છે. જેમાં 103 સ્ટોલ અને 11 દુકાનો ભાડે આપવામાં આવશે. આ સાથે જ સ્વસહાય જૂથોના 50 સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. 3 સ્ટોલ-11 દુકાનો, પાર્કિંગ મળીને રૂ.21 લાખની હરાજી મંદિર હસ્તકના તમામ પાર્કિંગ જેવા કે ગોડલાધાર રોડ પરનું પાર્કિંગ, મોઢુકા રોડ પરનું પાર્કિંગ અને નવાગામ રોડ પરના પાર્કિંગ માટે એક મહિનાના સમયગાળાની અપસેટ કિંમત રૂ.5 લાખ છે તેમજ એક મહિના માટે મંદિર પરિસર આસપાસના કુલ 103 સ્ટોલ તથા 11 માસના સમયગાળા માટે કુલ 33 પાકી દુકાનો માટેની અપસેટ કિંમત રૂ.28 લાખ છે. આ જગ્યાઓની હરાજી ઓનલાઈન પોર્ટલ (www.nprocure.com) પર કરવામાં આવશે. તા.7 ઓગસ્ટના રોજ સાંજે 6 કલાક સુધીમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકાશે. જેમાં ભાગ લેનારે અગાઉથી સ્થળ પર જઈને તમામ જગ્યાનું નિરીક્ષણ કરી લેવાનું રહેશે અને આ જગ્યા જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં ઉપયોગ કરીને મંદિર ટ્રસ્ટને પરત સોંપવાની રહેશે. તમામ સ્થળોની હરાજી અલગ-અલગ કરાશે જે જગ્યાએ વીજ કનેક્શનની જરૂરિયાત હશે તે જગ્યાએ લાઈટ કનેક્શન જે-તે પાર્ટીએ મેળવવાનું રહેશે. જેમાં મંદિર ટ્રસ્ટ તરફથી સહયોગ આપવામાં આવશે. તમામ સ્થળોની હરાજી અલગ-અલગ કરવામાં આવશે. આ ઉપરાંત હરાજીમાં ભાગ લેવા ઈચ્છુકે ટેન્ડર ડોક્યુમેન્ટમાં દર્શાવ્યા મુજબ ટેન્ડર ફી તથા ડિપોઝિટ અગાઉ જમા કરાવવાની રહેશે, ત્યારબાદ જ હરાજીમાં ભાગ લઈ શકાશે. ટેન્ડર ડોક્યુમેન્ટમાં દર્શાવેલ તમામ શરતો ભાગ લેનારને બંધનકર્તા રહેશે. આ કામગીરી માટે સરકારના નિયમો અનુસારના જરૂરી પરવાના કે લાયસન્સ મેળવવાની જવાબદારી પણ ઈજારો રાખનારની રહેશે. આ અંગેનો આખરી નિર્ણય મંદિરના સભ્ય સચિવ એવા મંદિર ટ્રસ્ટ અને મામલતદારનો રહેશે. ‘46 મહિલાઓને તાલીમ આપીને ડ્રોન પાઇલટ બનાવાશે’ ડિસ્ટ્રિક્ટ લાઇવલીહૂડ મેનેજર વિરેન્દ્રસિંહ બસિયાએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમી નિમિત્તે યોજાનારા લોકમેળામાં સ્વસહાય જૂથો માટે 50 સ્ટોલ ફાળવવામાં આવશે. જસદણ અને ગોંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે કુલ 11 'મંગલમ ગ્રામ હાટ' શરૂ કરવાનું આયોજન છે. આગામી સમયમાં વધુ 46 મહિલાઓને તાલીમ આપીને ડ્રોન પાઇલટ બનાવવામાં આવશે. કૃષિ સખીઓને એક્સપોઝર વિઝિટ માટે લઈ જવા તેમજ સખી મંડળોની વસ્તુઓનું વેચાણ એમેઝોન, ફ્લિપકાર્ટ વેબસાઇટ પર વેચાણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વેરાવળ ખાતે થશે:તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરાઈ, વિવિધ વિભાગોને જવાબદારીઓ સોંપાઈ
    Next Article
    Women protest over road in Rajkot | રાજકોટમાં રોડને લઈને મહિલાઓ વિફરી | Metalling | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment