Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રવિવારે CMના હસ્તે રૂ.253 કરોડના કામોને લીલીઝંડી:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓડિટોરિયમ, લાઇબ્રેરી, મનપાના વિકાસકામોનું ઈ લોકાર્પણ-ખાતમુહૂર્ત

    13 hours ago

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રવિવારે(2 ઓગસ્ટ) રાજકોટ આવવાના છે, ત્યારે તેમના હસ્તે રૂ.272.26 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના રૂ.252.16 કરોડના કામોનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂ.20.10 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. યુનિવર્સિટીમાં રાજકોટના બીજા સૌથી મોટા ઓડિટોરિયમ હોલનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી આવી રહ્યા છે, અહીં આ ઓડિટોરિયમની કેપેસિટી 934 સીટની છે. CMના તમામ કાર્યક્રમો રવિવારે બપોર બાદના છે. તેમની સાથે શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા અને કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેવાનો છે. થોરાળાના 67 ખેડૂતોનો 50 વર્ષ જૂનો પ્રશ્ન દૂર, જમીનના હક્કપત્રોનું વિતરણ કરાશે રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, તા.2 ઓગસ્ટના રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ટેન્ટેટિવ કાર્યક્રમ છે. જેમાં સાંજે 4.30 થી 5.30 વાગ્યા સુધી પૂજિત રૂપાણી ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારબાદ સાંજે 6 થી 7 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઓડિટોરિયમ હોલ ખાતેથી ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવશે. થોરાળાના 67 ખેડૂતોનો 50 વર્ષ જૂનો પ્રશ્ન દૂર થયો છે. આ ખેડૂતોને 7-12ના જમીનના હક્કપત્રોનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વહીવટી તંત્રના અભિયાન "સ્વચ્છ હાથ, પોષણ સાથ" નું લોન્ચિંગ કરવામાં આવનાર છે. જે બાદ સાંજે 7.15 થી 7.45 વાગ્યા દરમિયાન મવડીના ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાનારી રાજકોટ બિલ્ડર એસોસિયેશનની એન્યુઅલ જનરલ મીટીંગમાં ઉપસ્થિત રહેશે. CMના હસ્તે રૂ.253 કરોડના કામોને લીલીઝંડી તારીખ 2 ઓગસ્ટના રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ પધારવાના છે. તેમનો મુખ્ય સ્ટેજ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત ઓડિટોરિયમ હોલમાં છે. જ્યાંથી રાજકોટ શહેરના કુલ રૂ.272,26,57,000 ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના રૂ.98.12 કરોડના 13 કામોના લોકાર્પણ થશે. આ ઉપરાંત રૂ.154.04 કરોડના 13 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ 20.10 કરોડના વિકાસ કામો જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ઓડિટોરિયમ હોલ માં જે કાર્યક્રમ થવાનો છે તે રાજકોટનો બીજો સૌથી મોટો ઓડિટોરિયમ હોલ બનવા જઈ રહ્યો છે. જે રૂ.11.91 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે જેની સીટિંગ કેપેસિટી 934 છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી તૈયાર થયેલી નવનિયુક્ત ન્યૂ લાઇબ્રેરી બિલ્ડીંગનું આખરે લોકાર્પણ થશે. જે રૂ.7.71 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. આ લાઇબ્રેરીમાં આગ બુઝાવવાના સાધનો અને ફાયર NOC ન હોવાથી લોકાર્પણ થઈ શક્યું ન હતું અને તેથી વિદ્યાર્થીઓ માટે પણ આ લાઇબ્રેરી કામ આવી રહી ન હતી. પરંતુ હવે જ્યારે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. આ સિવાય અહીંના હેલ્થ સેન્ટરનું રૂ.68.57 લાખના ખર્ચે લોકાર્પણ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ રૂ.20,10,57,000 ના વિકાસ કામોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ:કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ, તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના; SDRF ટીમ સ્ટેન્ડબાય
    Next Article
    સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વેરાવળ ખાતે થશે:તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરાઈ, વિવિધ વિભાગોને જવાબદારીઓ સોંપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment