Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ:કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ, તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના; SDRF ટીમ સ્ટેન્ડબાય

    10 hours ago

    ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 2 ઓગસ્ટ સુધી રાજ્ય સહિત જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. સંભવિત આપત્તિજનક પરિસ્થિતિઓનો અસરકારક રીતે સામનો કરવા માટે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય અને આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે જરૂરી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. SDRF ટીમ સ્ટેન્ડબાય, સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને સતત સંકલન સાથે કામગીરી કરવા અને કોઈપણ પ્રકારની આપત્તિ સર્જાય તો તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપી હતી. સંભવિત પૂર અને પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા માટે SDRFની એક ટીમ જિલ્લામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખી જરૂરી જણાય ત્યાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. ખેડૂતો અને પશુપાલકોને વિશેષ માર્ગદર્શન અપાયું કૃષિ વિભાગને ખેડૂતોને પાક અને ખેતરની સુરક્ષા અંગે માર્ગદર્શન આપવા તેમજ ખેતરોમાં પાણી ભરાવા, પાકને સંભવિત નુકસાન અને વીજળીના કડાકા દરમિયાન સલામતીના પગલાં અંગે જાગૃત કરવા સૂચના આપવામાં આવી હતી. પશુપાલન વિભાગને પશુઓના આરોગ્ય અને સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરવા, પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા, ચારો અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા જાળવવા તેમજ જરૂરી પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ રાખવા જણાવાયું હતું. આરોગ્ય અને રાહત સેવાઓ સજ્જ રાખવા સૂચના રાહત અને બચાવ કામગીરી દરમિયાન અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ્સ, પીવાનું પાણી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગને વરસાદી મોસમ દરમિયાન પાણીજન્ય અને ચેપી રોગચાળાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને જરૂરી દવાઓ, મેડિકલ સ્ટાફ અને ઇમરજન્સી સેવાઓ સજ્જ રાખવા તેમજ કોઈપણ સ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. શાળાઓ અને આંગણવાડીઓમાં રજા અંગે ચર્ચા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને બાળકોની સલામતીને પ્રાથમિકતા આપતાં શુક્રવાર અને શનિવારે જિલ્લામાં આવેલી શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. ડેમ, રસ્તાઓ અને આશ્રયસ્થાનો અંગે પૂર્વ તૈયારીઓ સિંચાઈ વિભાગને ડેમ અને જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવા તેમજ જરૂરિયાત મુજબ નિયંત્રિત રીતે પાણી છોડતાં પહેલાં નીચાણવાળા વિસ્તારોના લોકોને સમયસર પૂર્વચેતવણી આપવા જણાવાયું હતું. વધુ વરસાદ અથવા પવનના કારણે રસ્તાઓને નુકસાન કે વૃક્ષો ધરાશાયી થાય તો માર્ગ અને મકાન વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરે તેવી સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, જરૂરિયાત ઊભી થાય તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે આશ્રયસ્થાનો, રહેવા-જમવાની વ્યવસ્થા, સ્વચ્છતા અને અન્ય મૂળભૂત સુવિધાઓની પૂર્વ તૈયારીઓ પૂર્ણ રાખવા પણ માર્ગદર્શન અપાયું હતું. નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર અધિકૃત સ્ત્રોતોથી મળતી માહિતી પર જ વિશ્વાસ રાખવા, જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવા અને જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. આ સમીક્ષા બેઠકમાં જામનગર મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    રામનાથ મહાદેવ મંદિર ગંદકીમુક્ત બનશે:રાજકોટ મનપાએ આજીનદીમાં મુકેલા ટ્રેશ બેરિયરનો પાયલટ પ્રોજેક્ટ સફળ, 128 ટનથી વધુ જળકુંભીનો નિકાલ કરાયો
    Next Article
    રાજકોટમાં રવિવારે CMના હસ્તે રૂ.253 કરોડના કામોને લીલીઝંડી:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓડિટોરિયમ, લાઇબ્રેરી, મનપાના વિકાસકામોનું ઈ લોકાર્પણ-ખાતમુહૂર્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment