Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનાથ મહાદેવ મંદિર ગંદકીમુક્ત બનશે:રાજકોટ મનપાએ આજીનદીમાં મુકેલા ટ્રેશ બેરિયરનો પાયલટ પ્રોજેક્ટ સફળ, 128 ટનથી વધુ જળકુંભીનો નિકાલ કરાયો

    14 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજી નદીમાં ફેલાયેલા જળકુંભી અને ગાંડીવેલના સામ્રાજ્યને કાયમી ધોરણે દૂર કરવા માટે એક અત્યંત મહત્વકાંક્ષી અને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ ટ્રેશ બેરિયર પાયલટ પ્રોજેક્ટને અભૂતપૂર્વ પ્રારંભિક સફળતા મળી છે. આજી નદીના પ્રવાહમાં જળકુંભીને આગળ વધતી અટકાવવા માટે મૂકવામાં આવેલા ખાસ બેરિયરના પરિક્ષણ દરમિયાન આશાસ્પદ પરિણામો સામે આવ્યા છે. જેમાં ગત 1 જુલાઈથી પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટને કારણે અત્યાર સુધીમાં નદીમાંથી 128 ટનથી પણ વધુ જળકુંભીનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. જેને લઈને આગામી દિવસોમાં રામનાથ મંદિરની આસપાસનો વિસ્તાર ગંદકીમુક્ત બનવાની શક્યતા છે. વિશાળ માત્રામાં ગાંડીવેલ, જળકુંભી, પ્લાસ્ટિકનો કચરો અને અન્ય તરતો કચરો પ્રાપ્ત વિગત મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન આજી નદીમાં આવતા પૂરના પાણીની સાથે વિશાળ માત્રામાં ગાંડીવેલ, જળકુંભી, પ્લાસ્ટિકનો કચરો અને અન્ય તરતો કચરો તણાઈને આવે છે. રાજકોટના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાના પ્રતીક અને શ્રદ્ધા બિંદુના કેન્દ્ર સમાન રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં દર વર્ષે ચોમાસામાં નદીના પ્રવાહ સાથે આવતી આ જળકુંભી અને દુર્ગંધયુક્ત ગંદકી ઠલવાતી હતી. આ ગંભીર અને વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મનપાનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજી નદીમાં રામનાથપરા મહાદેવ મંદિર પહેલા ટ્રેશ બેરિયર સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. 128 ટનથી વધુ જળકુંભીનો નિકાલ કરાયો આ બેરિયર મૂકવાને કારણે નદીના વહેણમાં આવતી જળકુંભી અને કચરો મંદિરના પરિસરમાં પહોંચે તે પહેલાં જ અટકી જાય છે. તંત્રના આયોજન મુજબ અત્યાર સુધીમાં માત્ર બેરિયર પોઈન્ટ પર જ 110 ટન જેટલી જળકુંભીને રોકીને તેને સફળતાપૂર્વક નદી બહાર નિકાલ કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સફળ પ્રયોગ દરમિયાન માત્ર જળકુંભી જ નહીં, પરંતુ શહેરીજનો અને અસામાજિક તત્વો દ્વારા નદીમાં ફેંકવામાં આવતો અન્ય ભયાનક કચરો પણ મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યો છે. નદીમાં કોઈ નુકસાન પહોંચાડ્યા વિના કચરો રોકવાની કામગીરી બેરિયર પાસે એકત્ર થતા કચરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક, બોટલો, કચરાની થેલીઓ તેમજ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવતો સીએનડી વેસ્ટ એટલે કે બાંધકામનો કચરો પણ વિશાળ માત્રામાં મળી આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ આ પર્યાવરણીય પ્રોજેક્ટ માટે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (સીઈઈ) ડિપાર્ટમેન્ટ સાથે ખાસ એમઓયુ કરવામાં આવ્યા છે. આ તકનીકી સહયોગના કારણે નદીમાં પાણીના કુદરતી પ્રવાહને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના કચરો રોકવાની કામગીરી અત્યંત સારી રીતે ચાલી રહી છે. આજી નદીમાં બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા નિયત ડમ્પિંગ સાઈટના બદલે બેરોકટોક ઠલવાતા બાંધકામ વેસ્ટ સામે રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરોએ પણ ભૂતકાળમાં અનેક વખત અવાજ ઉઠાવ્યો છે અને મનપાની જનરલ બોર્ડની બેઠકોમાં વિગતવાર પ્રશ્નો પૂછીને હોબાળો મચાવ્યો છે. જોકે, મહાનગરપાલિકાનું તંત્ર આજી નદીમાં ગેરકાયદેસર રીતે ઠલવાતા આ બાંધકામના કચરાને અટકાવવામાં વર્ષોથી સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હતું. નદીના પેટાળમાં અને કાંઠે ખડકાતા આ બાંધકામ વેસ્ટના કારણે ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે પૂરના પાણીનો કુદરતી માર્ગ અટવાઈ જાય છે અને પરિણામે આસપાસના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી જવાની વિકટ પરિસ્થિતિ સર્જાતી હતી. આજી નદીમાં મોડેલ ટ્રેશ બેરિયર આયોજનને કારણે કચરો નહીં રહે! આ સમસ્યાના ઉકેલ માટે ગત જૂન માસના પ્રથમ સપ્તાહથી જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે તૈયારીઓ આરંભી હતી અને સમગ્ર રાજ્યમાં પ્રથમ એવા આ પાયલટ પ્રોજેક્ટની અમલવારી શરૂ કરી હતી. આજી નદીમાં કરવામાં આવેલા આ નવતર અને મોડેલ ટ્રેશ બેરિયર આયોજનને કારણે હવે ચોમાસા દરમિયાન પણ નદીમાં પાણીનો પ્રવાહ અવરોધાયા વિના સડસડાટ આગળ વધી શકે છે. બેરિયર પાસે પાણી સાથે તણાઈને આવતો પ્લાસ્ટિકનો કચરો, ગાંડીવેલ તેમજ અન્ય તમામ પ્રકારનો તરતો કચરો એક જગ્યાએ અટકી જતો હોય મહાનગરપાલિકાની ટીમ માટે પણ નદીમાંથી કચરો બહાર કાઢવાનું કામ ખૂબ સરળ બની ગયું છે. શહેરના અન્ય જળાશયો અને નાળાઓમાં પણ ટ્રેશ બેરિયર મૂકવા વિચારણા મનપા દ્વારા બેરિયર પાસે એકત્રિત થતા તમામ કચરાને દર અઠવાડિયે જેસીબી અને મોટા હેવી મશીનોની મદદથી નિયમિત રીતે નદીમાંથી ઉપાડી લેવામાં આવે છે અને ત્યારબાદ તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસિંગ માટે નિયત સાઈટ પર મોકલીને નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયોગની સફળતાથી ઉત્સાહિત થયેલું મનપા તંત્ર હવે આજી નદીની સાથે શહેરના અન્ય જળાશયો અને નાળાઓમાં પણ ટ્રેશ બેરિયર મૂકવા વિચારણા કરી રહ્યું છે. હાલ મનપાના આ પગલાંને કારણે ચાલુ વર્ષની જન્માષ્ટમીમાં રામનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓને પવિત્ર અને સ્વચ્છ વાતાવરણનો અનુભવ થાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ ભવનની બાજુમાં જ નર્મદા ભવનમાં તસ્કરો ત્રાટક્યા:કચેરીમાંથી પંખા અને LED લાઇટ ચોરી ગયા, ​નવી જગ્યાએ કચેરી શિફ્ટ થતા રીનોવેશન ચાલતું હતું
    Next Article
    જામનગરમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ:કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ, તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના; SDRF ટીમ સ્ટેન્ડબાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment