Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ ભવનની બાજુમાં જ નર્મદા ભવનમાં તસ્કરો ત્રાટક્યા:કચેરીમાંથી પંખા અને LED લાઇટ ચોરી ગયા, ​નવી જગ્યાએ કચેરી શિફ્ટ થતા રીનોવેશન ચાલતું હતું

    14 hours ago

    વડોદરામાં પોલીસ પેટ્રોલિંગના મોટા મોટા દાવા થઈ રહ્યા છે, ત્યારે વડોદરા પોલીસ ભવનથી નજીક આવેલા નર્મદા ભવનમાં તસ્કરોએ ત્રાટક્યા હતા અને ચોરી કરીને કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડી દીધા છે. કચેરી શિફ્ટ થતાં જ સક્રિય થયેલા ચોરોએ નર્મદા ભવનમાં આવેલી અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરીને દરવાજાનું પ્લાય તોડીને ક્રોમ્પટન અને એન્કર જેવી બ્રાન્ડેડ કંપનીના પંખા-લાઇટોની સરેઆમ ચોરી કરી હતી. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. કચેરીમાં રિનોવેશન ચાલતું હોવાથી તસ્કરોએ લાભ ઉઠાવ્યો શહેરના જેલ રોડ પર આવેલા નર્મદા ભવનમાંથી તસ્કરો સરકારી સામાન ચોરી કરીને ભાગી ગયા હતા. ​નર્મદા ભવન ખાતે આવેલી અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરીને જુલાઈ-2025થી દિવાળીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે ખસેડવામાં આવી હતી. જૂની કચેરીમાં હાલ રિનોવેશન કામ ચાલતું હોવાથી તેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો. ​28 જુલાઈ 2026ના રોજ રાત્રે રૂટીન ચેકિંગ દરમિયાન સરકારી મિલકત ગાયબ હોવાનું સામે આવ્યું હતું. 10 સિલિંગ ફેન અને 12 એલઈડી લાઇટ સહિત 16 હજારનો સામાન ચોરી ગયા બીજા દિવસે સવારે તપાસ કરતા રૂમ નંબર 620ના મુખ્ય દરવાજાના નીચેના ભાગનું પ્લાય તોડેલી હાલતમાં મળી આવ્યું હતું. આખરે તપાસમાં બહાર આવ્યું કે, ચોરો ક્રોમ્પટન કંપનીના 10 સિલિંગ ફેન અને એન્કર કંપનીની 12 એલઈડી લાઇટ મળી રૂ. 16 હજારનો સરકારી સામાન ચોરી ગયા છે. ​ છેલ્લે 18 જુલાઈના રોજ તપાસ થઈ ત્યારે બધું સલામત હતું, એટલે કે આ સમયગાળા દરમિયાન ચોરોએ ચોરીને અંજામ આપ્યો છે. આ અંગે મદદનીશ નોંધણી સર નિરીક્ષક સૂર્યકાંત હઠીલાની ફરિયાદના આધારે રાવપુરા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ:ચાંદીપુરાથી પાંચ વર્ષના બાળકનું મોત, બદનક્ષી અને ધમકીના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ,દીપડાના હુમલામાં ચાર વર્ષની બાળકીનું મોત
    Next Article
    રામનાથ મહાદેવ મંદિર ગંદકીમુક્ત બનશે:રાજકોટ મનપાએ આજીનદીમાં મુકેલા ટ્રેશ બેરિયરનો પાયલટ પ્રોજેક્ટ સફળ, 128 ટનથી વધુ જળકુંભીનો નિકાલ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment