Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં કાલે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ:નિચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર, લોકોને સાવચેત રહેવા મનપા કમિશનરની અપીલ

    17 hours ago

    દક્ષિણ ગુજરાત અને ખાસ કરી સુરતમાં હવામાન વિભાગ દ્વારા અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર સરકારી તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરમાં 15 જ દિવસમાં બે-બે વખત ખાડીપૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ ચૂકી છે, ત્યારે હવે ફરી એકવાર રેડ એલર્ટના વાદળો ઘેરાતા સુરતવાસીઓ ભારે ચિંતાનો માહોલ છે. નાગરિકોની આ ચિંતા વચ્ચે સુરત મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર કચેરી અને પોલીસ કમિશનર કચેરીના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સક્રિય કરી દેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના કમિશનર એમ.નાગરાજને એક વીડિયો શેર કરી શહેરના લોકોને ગભરાવા નહી પરંતુ પૂર્ણ તકેદારી રાખવા ખાસ અપીલ કરી છે. આવતીકાલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, 31 જુલાઈએ સુરત શહેરમાં અત્યંત ભારે વરસાદ સાથે ભારે પવન ફુંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 36 સુરત શહેર માટે અત્યંત મહત્વના ગણવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા કમિશનર એમ.નાગરાજને સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હવામાન વિભાગ અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સતત સંકલન સાધી દર અડધા કલાકે ડીપ ડિપ્રેશનની ગતિવિધિઓ અને દિશા પર નજર રાખવામાં આવી રહી છે અને તંત્ર કોઈપણ કટોકટીનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ છે. નિચાણવાળા વિસ્તારમાંથી નાગરિકોનું સ્થળાંતર ખાડીપૂરની ભૂતકાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા આ વખતે કોઈ જોખમ લેવામાં આવી રહ્યું નથી. શહેરના તમામ નિચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. સ્થળાંતરિત કરાયેલા લોકો માટે આશ્રયસ્થાનો પર ભોજન, પીવાનું શુદ્ધ પાણી અને પ્રાથમિક તબીબી સુવિધાઓની વ્યવસ્થા પણ ઊભી કરી દેવાઈ છે. NDRF, SDRFની ટીમ તૈનાત કોઈપણ પ્રકારની અણધારી આફતને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમોને સુરતમાં તૈનાત કરી દેવામાં આવી છે. કમિશનરના જણાવ્યા મુજબ, બપોર પછી જ આ તમામ રેસ્ક્યૂ ટીમોને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ પોઝિશનમાં મૂકી દેવામાં આવી છે, જેથી ઈમરજન્સીના સમયે મિનિટોમાં કામગીરી શરૂ કરી શકાય. જોખમી હોર્ડિંગ્સ, લોખંડના શેડ હટાવવાની કામગીરી આ વખતની આગાહીમાં વરસાદની સાથે ભારે ઝડપે પવન ફુંકાવાની શક્યતા હોવાથી મનપા દ્વારા શહેરભરમાં ખાસ સલામતી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રસ્તાઓ પર કે બિલ્ડિંગો પર લાગેલા જોખમી હોર્ડિંગ્સ, લોખંડના શેડ અને કાચાં પતરાં હટાવી લેવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. તે સિવાય શહેરની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કામ કરતા બિલ્ડરોને ક્રેન, મશીનરી અને બાંધકામ સામગ્રીને તાત્કાલિક સુરક્ષિત સ્થિતિમાં લાવવા આદેશો આપી દેવાયા છે. શહેરમાં મુખ્ય જંકશન પર લાગેલી ઊંચી હાઈમાસ્ટ લાઈટને તેજ પવનમાં તૂટી પડતી રોકવા માટે નીચે એટલે કે લેવલ ડાઉન કરી દેવામાં આવી છે. જો વરસાદનું જોર વધે કે રસ્તાઓ પર પાણી ભરાય, તો નાગરિકોની સુરક્ષા ખાતર અમુક માર્ગો પર વાહનવ્યવહાર બંધ કરવાની તૈયારી પણ રાખવામાં આવી છે. ઘરોમાં કે ધાબા પર સુરક્ષિત સ્થિતિમાં રહેવા અપીલ સુરતના તમામ નાગરિકોને તંત્રને સહકાર આપવા વિનંતી કરતા કમિશનરે ખાસ અપીલ કરી છે કે, નાગરિકોએ પોતાના ઘરોમાં કે ધાબા પર રહેલા અનસ્ટેબલ સ્ટ્રક્ચર, પતરાં અને સોલાર પેનલ યોગ્ય રીતે બાંધેલા કે સુરક્ષિત સ્થિતિમાં છે કે નહીં તેની ખાસ ખાતરી કરી લેવી. ભારે પવનમાં ઝાડ કે હોર્ડિંગ્સ ધરાશાયી થવાની શક્યતા વધુ હોવાથી વરસાદ દરમિયાન કે અન્ય સમયે પણ ઝાડ અથવા મોટા હોર્ડિંગ્સ નીચે ઊભા રહેવાનું કે વાહન પાર્ક કરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું આ ઉપરાંત આજથી 1 ઑગસ્ટની સવાર સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવા અને બાળકો તથા વડીલોનું ખાસ ધ્યાન રાખવા જણાવાયું છે. સુરત મહાનગરપાલિકાની ટીમ નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે, પરંતુ આ વરસાદી આફત સામે નાગરિકોનો સહકાર અને સાવચેતી જ સૌથી મોટું શસ્ત્ર સાબિત થશે. અઠવા ઝોન, શેરી વિકાસ વિભાગ, આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રણવ પટેલે જણાવ્યું હતું કે, ખૂબ જ ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે અને પવન ફુંકાવાની સંભાવના છે. જેને ધ્યાને લઈ કોઈ આજુબાજુના રહીશોને કે કોઈ જાનમાલને નુકસાન ન થાય તેને લઈને મોટા હોર્ડિંગ્સો છે તેને ચેક કરવામાં આવે છે અને જો કોઈ જોખમી જણાય તો તેને તાકીદે ઉતારવા માટે જે તે પબ્લિસિટીને પણ સૂચના આપવામાં આવી છે અને રોડ પર કોઈ પણ બૅનરો દેખાય છે તેને અમારી દબાણની ટીમ દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પંચાયતી રાજ પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ:પ્રભારી મંત્રીએ સશક્ત શાસન માટે માર્ગદર્શન આપ્યું
    Next Article
    26 સપ્તાહ પ્રેગ્નેન્ટ દુષ્કર્મ પીડિત સગીરાના ગર્ભપાતને મંજૂરી:સોલા સિવિલને ટીમ બનાવી પ્રક્રિયા હાથ ધરવા આદેશ, વાડજ પોલીસમાં ગુનો નોંધાયો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment