Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીખલોડ ગામનો નવા ફાગવેલ તાલુકામાં સમાવેશ સામે ગ્રામજનોનો વિરોધ યથાવત:તાલુકા પંચાયતની ચીખલોડ બેઠકના જીતેલા કોંગ્રેસ નેતાની રાજીનામાની ચીમકીથી સ્થાનિક રાજકારણ ફરી ગરમાયું

    12 hours ago

    નડિયાદ જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકાની ચીખલોડ બેઠકના ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ સ્થાનિક રાજકારણ ફરી ગરમાયું છે. નવી ફાગવેલ તાલુકા પંચાયતની ચીખલોડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પરમારે ભવ્ય જીત નોંધાવી હોવા છતાં વિસ્તારમાં સામાન્ય સ્થિતિ સર્જાઈ નથી. ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ ગ્રામજનોમાં અસંતોષ યથાવત રહેતા આ બેઠક ફરી એક વખત ખાલી થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ફાગવેલ તાલુકામાં સમાવેશ સામે ગ્રામજનોનો વિરોધ યથાવત ચીખલોડ ગામને કપડવંજ તાલુકામાંથી અલગ કરીને નવા રચાયેલા ફાગવેલ તાલુકામાં સામેલ કરવાના નિર્ણય સામે ગ્રામજનો લાંબા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે. ગ્રામજનોનો આ વિરોધ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ શમ્યો નથી. નવી તાલુકા રચનાને લઈને સ્થાનિકોમાં હજુ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિજય છતાં ગ્રામજનોની માંગણીઓમાં કોઈ ફેરફાર નહીં કોંગ્રેસ ઉમેદવારની જીત બાદ પણ ગ્રામજનો પોતાની જૂની માંગણીઓ પર અડગ રહ્યા છે. ચૂંટણીના પરિણામોથી અસંતોષની સ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર આવ્યો નથી. જેના કારણે સ્થાનિક રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય હલચલ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ગામ જે નિર્ણય લેશે તે મને મંજૂર, રાજીનામું આપવા પણ તૈયાર : સોનલબેન પરમાર ચૂંટણીમાં વિજેતા બનેલા સોનલબેન પરમારે આ સમગ્ર મામલે મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે તેઓ ગામના લોકોની લાગણીઓ સાથે છે અને ગ્રામજનો જે નિર્ણય લેશે તેમાં સંપૂર્ણ સહકાર આપશે. તેમણે કહ્યું કે ગામના વડીલો જે માર્ગદર્શન આપશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સોનલબેન પરમારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો ગામના લોકો અને વડીલો તેમને હોદ્દા પરથી રાજીનામું આપવાનું કહેશે તો તેઓ તે માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમના આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે અને ચીખલોડ બેઠકનું ભવિષ્ય ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગોંડલમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું:જેતપુર રોડ પર હાઉસિંગ બોર્ડના કોમન પ્લોટ પર કાર્યવાહી હાથ ધરાઈ
    Next Article
    ખોડલધામ રથનું લુણાવાડાના વિરાણીયા ગામે આગમન:પાટીદાર સમાજ અને દીકરીઓ દ્વારા શ્રીફળ કળશથી વધામણા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment