Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું:જેતપુર રોડ પર હાઉસિંગ બોર્ડના કોમન પ્લોટ પર કાર્યવાહી હાથ ધરાઈ

    11 hours ago

    ગોંડલના જેતપુર રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના કોમન પ્લોટમાં થયેલા ગેરકાયદે દબાણો પર આજે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થાનિક છ જેટલા લોકો દ્વારા પોતાના ઘર સામેના ખુલ્લા પ્લોટમાં ફોલ્ડિંગ દીવાલ, ફેન્સિંગ તાર અને પતરા લગાવીને દબાણ કરવામાં આવ્યું હતું, જેને દૂર કરાયું છે. આ ડિમોલેશન કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાઉસિંગ બોર્ડ દ્વારા ગોંડલ નગરપાલિકા પાસેથી વાહનોની માંગણી કરાતા, ચીફ ઓફિસર એ. જે. વ્યાસના માર્ગદર્શન હેઠળ સેનિટેશન ઇન્સ્પેક્ટર કેતનભાઈ મકવાણા સહિતનો નગરપાલિકાનો સ્ટાફ જેસીબી સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને દબાણો જમીનદોસ્ત કર્યા હતા. તંત્ર દ્વારા આ ગેરકાયદે દબાણ કરનારાઓને અગાઉ અનેક નોટિસો પાઠવવામાં આવી હતી. જેમાં 21 ફેબ્રુઆરી 2026, 7 માર્ચ 2026, 24 માર્ચ 2026 અને 26 મે 2026 ના રોજ નોટિસ અપાઈ હતી. છેલ્લે 24 જુલાઈ 2026 ના રોજ આખરી જાણ કરવામાં આવી હતી કે 30 જુલાઈ 2026 ના રોજ ડિમોલેશન હાથ ધરવામાં આવશે. સમયમર્યાદા પૂર્ણ થતાં આજે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને દબાણો હટાવવામાં આવ્યા હતા. આ ડિમોલેશન કામગીરી દરમિયાન હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેર વી. એન. ગલચર, નાયબ કાર્યપાલક ઇજનેર એસ. એમ. ચૌધરી અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. ગોંડલ નગરપાલિકાના વોર્ડ નંબર 9 ના સદસ્યના પ્રતિનિધિ ચિરાગભાઈ ધાનાણી અને દીપકભાઈ પટેલ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખડગેએ કહ્યું-વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવી, ગૃહમંત્રી જવાબદાર:અમિત શાહ છુપાઈને બહુ દિવસો રહી શકશે નહીં, ખેંચીને બહાર લાવીશું; રાજ્યસભામાં હોબાળો
    Next Article
    ચીખલોડ ગામનો નવા ફાગવેલ તાલુકામાં સમાવેશ સામે ગ્રામજનોનો વિરોધ યથાવત:તાલુકા પંચાયતની ચીખલોડ બેઠકના જીતેલા કોંગ્રેસ નેતાની રાજીનામાની ચીમકીથી સ્થાનિક રાજકારણ ફરી ગરમાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment