Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટુંડાવ હુમલા કેસ: બે આરોપીને કેદની સજા:ઊંઝા કોર્ટે લગ્નના મનદુઃખમાં થયેલા હુમલામાં ચુકાદો આપ્યો

    9 घंटे पहले

    ઊંઝાની એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે વર્ષ 2018માં ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે થયેલા હુમલા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કૌટુંબિક લગ્નના મનદુઃખમાં હુમલો કરનાર બે આરોપીઓને અદાલતે દોષિત ઠેરવી જેલની સજા અને રોકડ દંડનો આદેશ કર્યો છે. આ ઘટના 13 મે, 2018ના રોજ બની હતી. ફરિયાદી શ્રીમાળી બંસીધર રામજીભાઈ, જે ટુંડાવના રહેવાસી છે, તેમને તેમના મોટાભાઈના દીકરાના લગ્નમાં આમંત્રણ ન મળતા મનદુઃખ થયું હતું. આ જ અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ સવારે આશરે સાત વાગ્યાના સુમારે બન્યો હતો. ફરિયાદી પોતાના મોટાભાઈના ઘર પાસેથી દૂધ લેવા જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓ એકસંપ થઈ ઉશ્કેરાઈ ગયા અને ફરિયાદી પર હુમલો કર્યો. ઝઘડા દરમિયાન, આરોપી ભાવેશકુમાર શ્રીમાળીએ પોતાના હાથમાં રહેલી લોખંડની ટોમી ફરિયાદીના માથાના ડાબા ભાગે મારી હતી. જ્યારે આરોપી હરેશકુમાર ત્રિવેદીએ લાકડી વડે ફરિયાદીના ડાબા પગે ઢીંચણ નીચેના ભાગે સપાટો માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ફરિયાદી અર્ધબેભાન થઈ ઢળી પડ્યા હતા. હુમલા બાદ ફરિયાદીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અદાલતમાં સરકારી વકીલ (એ.પી.પી.) એસ.આર. કચ્છવા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એ. રાવલે બંને આરોપીઓને દોષિત ઠેરવી સજા સંભળાવી હતી. આરોપી નંબર 1, હરેશભાઈ તુલસીદાસ ત્રિવેદી (રહે. એ-15, માધવ એપાર્ટમેન્ટ, આઈઓસી રોડ, ચાંદખેડા, અમદાવાદ) ને IPC કલમ 323 હેઠળના ગુનામાં 1 વર્ષની સાદી કેદની સજા અને ₹1000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ 10 દિવસની સાદી કેદ ભોગવવી પડશે. આરોપી નંબર 3, ભાવેશકુમાર બળદેવભાઈ શ્રીમાળી (રહે. ટુંડાવ, તા. ઊંઝા) ને IPC કલમ 324 હેઠળના ગુનામાં 3 વર્ષની સાદી કેદની સજા અને ₹2000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ 10 દિવસની સાદી કેદ ભોગવવી પડશે.
    Click here to Read More
    Previous Article
    અજિંક્ય રહાણેએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો:રહાણેએ કહ્યું- અલવિદા કહેવાનો આ જ યોગ્ય સમય છે; IPLમાં પણ નહીં રમે
    Next Article
    અમરેલી LCBએ 10 હજારના ઇનામી આરોપીને મુંબઈથી ઝડપ્યો:ખૂનની કોશિશના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment