Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી LCBએ 10 હજારના ઇનામી આરોપીને મુંબઈથી ઝડપ્યો:ખૂનની કોશિશના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

    9 घंटे पहले

    અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ખૂનની કોશિશના ગુનામાં નાસતા ફરતા અને રૂ. 10,000ના ઇનામી આરોપીને મહારાષ્ટ્રના મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપીને વધુ કાર્યવાહી માટે અમરેલી સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી જયદેવભાઈ નજુભાઈ વાળા (ઉંમર 25 વર્ષ, રહે. લાલાવદર, તા.જિ. અમરેલી) વિરુદ્ધ ખૂનની કોશિશનો ગુનો નોંધાયેલો હતો. આ ગુનામાં તે લાંબા સમયથી ફરાર હતો. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. LCB પીઆઈ સી.પી. વાઘેલાની ટીમને ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે માહિતી મળી હતી કે, જયદેવ વાળા મુંબઈમાં છુપાયેલો છે. આ માહિતીના આધારે, LCBની એક ટીમે તાત્કાલિક મુંબઈ પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી જયદેવ વાળાને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. આરોપી જયદેવ વાળા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 118(1), 351(3), 352, 126(2), 324(4) તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયેલો છે. ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અમરેલી સિટી પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં અમરેલી LCB પીઆઇ સી.પી. વાઘેલા, પીએસઆઈ એમ.ડી. ગોહિલ, પીએસઆઈ જે.ડી. વાઘેલા, બહાદુરભાઈ વાળા, ગીરીરાજસિંહ જાડેજા, લીલેશભાઈ બાબરીયા, હરેશભાઈ કુવારદાસ અને યુવરાજસિંહ વાળા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ટુંડાવ હુમલા કેસ: બે આરોપીને કેદની સજા:ઊંઝા કોર્ટે લગ્નના મનદુઃખમાં થયેલા હુમલામાં ચુકાદો આપ્યો
    Next Article
    ભાવનગરના યુવક સામે જુનાગઢમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો:લગ્નની લાલચ આપી યૌન શોષણ અને ધમકીનો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment