Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના વાસણામાં સરપંચ પરિવાર પર આક્ષેપ:ગૌચર દબાણ મુદ્દે ગામના લોકો આંદોલનના મૂડમાં

    13 hours ago

    હિંમતનગર તાલુકાના વાસણા(ચાંદરણી) ગામમાં સરપંચ પરિવારે ગૌચર જમીનમાં મોટું દબાણ કરી લાંબા સમયથી વાવેતર કરી રહ્યા હોવા અંગે તંત્રના તમામ સ્તરે ફરિયાદો કરી મુખ્યમંત્રીને પણ જાણ કરાઈ હોવા છતાં કોઈ પગલા ન લેવાતાં પ્રભારી મંત્રીને ફરિયાદ કરાઈ છે. ગામના રણજીતસિંહ નહારસિંહ સોલંકીએ પ્રભારી મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપ કર્યો છે કે, ગામના સરપંચ પરિવાર દ્વારા અંદાજે 100 વીઘા જેટલી ગૌચર જમીન પર ગેરકાયદે દબાણ કરી લાંબા સમયથી વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદે દબાણ દૂર કરવા બાબતે અગાઉ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી તેમજ ગ્રામ પંચાયતમાં પૂરાવા રજૂ કરી વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી સરકારી જમીનનું દબાણ દૂર કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે જણાવ્યું કે ​તંત્રની ઉદાસીનતા અને નિષ્ક્રિયતાથી રોષે ભરાયેલા ગ્રામજનો હવે પશુપાલકો અને લોકહિતમાં ગૌચર જમીન ખુલ્લી કરાવવા માટે ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે તેની તમામ જવાબદારી તંત્રની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:કેનાલ દૂષિત કરતાં 1 હજાર ગેરકાયદે ડ્રેનેજ સીલ કરવા આજે નિર્ણય
    Next Article
    ઉકેલ‎:પેરાફિટમાં હોલ પાડી વરસાદી પાણીનો નિકાલ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment