Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉકેલ‎:પેરાફિટમાં હોલ પાડી વરસાદી પાણીનો નિકાલ કરાશે

    12 hours ago

    ​હિમતનગર બાયપાસ બ્રિજ પર ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાતી હોય છે. ચોમાસામાં બ્રિજ પર પાણીનો નિકાલ ન થવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી તેમજ અકસ્માતનો ભય પણ સતત રહેતો હતો. આ સમસ્યાના કાયમી નિવારણ માટે હવે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ​ બ્રિજ પર એકત્રિત થતા પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર દ્વારા બ્રિજની પેરાફિટમાં સ્પેશિયલ મશીનરી વડે હોલ પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત પેરાફિટના નીચલા ભાગે ચોક્કસ અંતરે મોટા હોલ કરીને વરસાદી પાણી સરળતાથી બહાર વહી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ​વરસાદી સિઝનમાં બ્રિજ પર પાણી ભરાવાને કારણે રસ્તા પણ તૂટી જતા હતા અને ખાડા પડી જતા હતા. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે બ્રિજના સ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચવાની શક્યતા રહેતી હતી. હવે આ નવા પાડેલા હોલ દ્વારા પાણી તુરંત જ નીચે વહી જશે, જેથી બ્રિજ પર જળબંબાકારની સ્થિતિ નહીં સર્જાય. આ કામગીરી પૂર્ણ થવાથી ચોમાસામાં વાહનચાલકોને પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે અને બાયપાસ પર વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને ઝડપી બનશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના વાસણામાં સરપંચ પરિવાર પર આક્ષેપ:ગૌચર દબાણ મુદ્દે ગામના લોકો આંદોલનના મૂડમાં
    Next Article
    હિંમતનગરના કાંકણોલ ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી:ગુરુભક્તિ દરરોજ 200 કિલો અનાજની પક્ષીની ચણ અને સેવાકાર્યોની સરાહના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment