Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂરે શિક્ષણને પણ નહીં છોડ્યું:વલસાડના પૂરમાં છાત્રોના પાઠ્યપુસ્તકો, નોટબુક,બેગ તણાયા

    14 hours ago

    વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદમાં થયેલી તારાજીમાં શાળાઓ અને વિદ્યાર્થીઓ પણ બાકાત રહયા નથી. લોકોના ઘરોમાંથી ઘરવખરી તણાઇ જવા અને ડૂબી જવા સાથે શાળાઓ પણ અસરગ્રસ્ત બની છે. શહેરની અનેક શાળાઓમાં પૂરનું પાણી ઘૂસી જતાં શૈક્ષણિક કામગીરીને અસર પહોંચી છે.આ અંગેના સરવેમાં 7 હજારથી વધુ વિદ્યાર્થી પાઠ્યપુસ્તકો અને નોટબુક,સ્કુલબેગ વિનાના થઇ ગયા છે. આ સ્થિતિમાં જિલ્લા શિક્ષણ વિભાગે આ વિદ્યાર્થીઓનું શિક્ષણ નહિ બગડે તે માટે ગાંધીનગર શિક્ષણ નિયામકને જાણ કરી યુધ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.ડીઇઓ ડૉ. રાજેશ્રી એલ. ટંડેલે વલસાડના બંદર રોડ પર ખીમચંદ શાહ હાઈસ્કૂલ, પારડી સાંઢપોરની કૈલાસ ઓવારા હાઈસ્કૂલ અને ભદેલીની સાર્વજનિક હાઈસ્કૂલ સહિત અન્ય અસરગ્રસ્ત શાળાઓની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. મુલાકાત દરમિયાન આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી થયેલા નુકસાનની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. પૂરના કારણે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની વિગતો એકત્રિત કરીને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવામાં આવી છે. ઉ.મા.માં 2510ને પુસ્તકોની જરૂરિયાત વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 2510 વિદ્યાર્થીને નવા પાઠ્યપુસ્તકોની જરૂરિયાત નોંધાઈ છે, જેમાં ધો.9ના 715 વિદ્યાર્થીઓ, ધો.10ના 634, ધો.11 (સામાન્ય પ્રવાહ)ના 618 , ધો.11 (વિજ્ઞાન પ્રવાહ)ના 60 વિદ્યાર્થી, ધો.12 (સામાન્ય પ્રવાહ)ના 430 અને ધો.12 (વિજ્ઞાન પ્રવાહ)ના 53 વિદ્યાર્થીઓને નવા પુસ્તકો આપવામાં આવશે. પ્રાથમિક વિભાગના 4691 વિદ્યાર્થીઓ માટે પણ નવા પાઠ્યપુસ્તકોની માંગણી કરવામાં આવી છે. 7201 વિદ્યાર્થીને પાઠ્યપુસ્તકો અપાશે આપત્તિ ગમે તેવી હોય, પરંતુ બાળકોનું શિક્ષણ અટકવું જોઈએ નહીં. દરેક અસરગ્રસ્ત વિદ્યાર્થીને સમયસર નવા પાઠ્યપુસ્તકો અને જરૂરી શૈક્ષણિક સહાય ઉપલબ્ધ કરાવવાની સાથે સુરક્ષિત વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.7201 વિદ્યાર્થીને નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી કોઈપણ વિદ્યાર્થીના અભ્યાસમાં વિક્ષેપ ન આવે.> ડો.રાજેશ્રી ટંડેલ,ડીઇઓ,વલસાડ
    Click here to Read More
    Previous Article
    અગરિયા પરિવારોની રોજગારી અને જીવનનિર્વાહ પર સંકટ‎:વલસાડ તાલુકામાં મીઠા ઉદ્યોગો પર મેઘતાંડવનો કહેર, લાખો ટન ઉત્પાદિત કરેલું મીઠું પાણીમાં
    Next Article
    1100 મેટ્રિક ટન મેટલનો વપરાશ, ભૂસ્ખલનની માટી પત્થર દૂર કરાયા‎:વલસાડમાં ધોવાણ,કોઝવે ઓવરફ્લોથી નુકસાનીના 36 માર્ગોનું પૂનઃ સ્થાપન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment