Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1100 મેટ્રિક ટન મેટલનો વપરાશ, ભૂસ્ખલનની માટી પત્થર દૂર કરાયા‎:વલસાડમાં ધોવાણ,કોઝવે ઓવરફ્લોથી નુકસાનીના 36 માર્ગોનું પૂનઃ સ્થાપન

    15 hours ago

    વલસાડ જિલ્લામાં ગત અઠવાડિયામા ધોધમાર વરસાદના પગલે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ ) હસ્તકના 75 રસ્તા પૈકી 37 માર્ગો પર ઓવર ટોપિંગ, ભૂસ્ખલન, માર્ગ ઉપર અને પુલ ઉપરથી પાણી પસાર થતાં એપ્રોચ ધોવાણ, માળખાકીય નુકસાન તેમજ માર્ગની સપાટી ધોવાઈ જવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગ ,રાજ્ય દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ અને પુનઃસ્થાપન કામગીરી હાથ ધરી 37 માંથી 36 માર્ગ પર વાહન વ્યવહાર પુનઃસ્થાપિત કરાયો છે. જ્યારે ધરમપુરનો એક માત્ર સ્ટેટ હસ્તનો ધરમપુર માકડબન ધામણી ટોકરપાડા રોડ સેકશન ધામણી મેણધા થી ટોકરપાડા રોડ ઓવરટેપિંગના કારણે બંધ છે. વિભાગના અધિકારીઓ, ઈજનેરો અને ફિલ્ડ સ્ટાફ સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર રહી અસરગ્રસ્ત માર્ગોમાં દિવસ-રાત કામ કરી રહ્યા છે. વિભાગ હસ્તકના 37 માર્ગો અસરગ્રસ્ત બન્યા હતા. આજના દિવસ દરમિયાન 18 વિશેષ ટીમો,130 મેન-પાવર, 23જે.સી.બી, 5 ટ્રેક્ટર, 5 ડમ્પર અને 1 રોલરની મદદથી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત અંદાજે 1100 મેટ્રિક ટન મેટલનો ઉપયોગ કરીને માર્ગોને ઝડપથી વાહનવ્યવહાર માટે કાર્યરત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિભાગની સતત કામગીરીના પરિણામે માર્ગો પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પૂરે શિક્ષણને પણ નહીં છોડ્યું:વલસાડના પૂરમાં છાત્રોના પાઠ્યપુસ્તકો, નોટબુક,બેગ તણાયા
    Next Article
    લીલીયામાં વકીલોએ સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું:હાઈકોર્ટમાં 40 ટકા કેસો સૌરાષ્ટ્ર કચ્છના હોય બેન્ચ ફાળવાઈ તો કેસનો ઝડપી નિકાલ થાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment