Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરમાં ઘૂસેલા ઝેરી સાપે ડંખ માર્યો:શહેરા તાલુકાના ઝોઝ ગામે અજાણતાં સાપ પર પગ પડતાં વૃદ્ધનું મોત નિપજ્યું

    11 hours ago

    શહેરા તાલુકાના ઝોઝ ગામે રંગીતભાઈ પગી (ઉં.વ.65) પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન ઝેરી સાપ ઘરમાં ઘૂસી આવ્યો હતો. અંધારામાં કે અજાણતાં વૃદ્ધનો પગ સાપ પર પડી જતાં સાપે તેમને તીવ્ર ડંખ માર્યો હતો. પરિવારજનો સાંજના સમયે ખેતરમાં કામ અર્થે હોવાથી વૃદ્ધ ઘરમાં એકલા હતા. બનાવની જાણ થતાં જ પરિવારે તુરંત 108 મારફતે તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચતાં જ સિવિલના તબીબો દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી વૃદ્ધનો જીવ બચાવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે,સાપ અત્યંત ઝેરી હોવાથી ટૂંક જ સમયમાં વૃદ્ધના શરીરમાં ઝેર ઝડપથી ફેલાઈ ગયું હતું. અમે ખેતરેથી પાછા આવ્યા ત્યારે પિતાને સાપ કરડી ગયો હતો અમે ગત મંગળવારે ખેતરમાં કામ અર્થે ગયા હતા અને પિતાજી ઘરે એકલા હતા. તે દરમિયાન અચાનક ઘરમાં એક સાપ ઘૂસી આવ્યો હતો. અજાણતાં તેમના પર પગ પડી જતાં સાપે ડંખ માર્યો હતો. અમે ખેતરેથી ઘરે પાછા આવ્યા ત્યારે પિતાજીએ આખી ઘટના જણાવી હતી. અમે વિલંબ કર્યા વગર તેમને તાત્કાલિક ગોધરા સિવિલ લઈ ગયા હતા,પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. - દિલીપભાઈ પગી, મૃતકના પુત્ર
    Click here to Read More
    Previous Article
    અકસ્માતો ટાળવા બસ ડ્રાઇવરોને તાલીમ અપાશે:આઉટર રિંગ રોડ પરના એન્થમ સર્કલની રોડ ડિઝાઇન-સિગ્નલિંગમાં સુધારો કરાશે
    Next Article
    એક-એક ડોક્ટરના શિરે 7-7 ગામના દવાખાનાનો ચાર્જ:રાજકોટ જિલ્લામાં પશુપાલકો રામભરોસે: 44 પશુ દવાખાના વચ્ચે માત્ર 11 પશુ ડોક્ટર!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment