Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માતો ટાળવા બસ ડ્રાઇવરોને તાલીમ અપાશે:આઉટર રિંગ રોડ પરના એન્થમ સર્કલની રોડ ડિઝાઇન-સિગ્નલિંગમાં સુધારો કરાશે

    10 hours ago

    સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને શહેર-જિલ્લાના જટિલ ટ્રાફિક પ્રશ્નોના નિવારણ માટે કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરે સુરતના અતિવ્યસ્ત એવા આઉટર રીંગરોડ પર આવેલા એન્થમ સર્કલના ટ્રાફિક પ્રશ્ને મોટો નિર્ણય લેવાયો છે. એન્થમ સર્કલ પર થતા ટ્રાફિક જામના કાયમી ઉકેલ માટે SVNITને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. SVNITનો ટેકનિકલ અભ્યાસ અહેવાલ આવ્યા બાદ સર્કલની ડિઝાઇનમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. બેઠકમાં કલેક્ટર તેજસ પરમારે વર્ષ 2025ના આંકડા મુજબ ચિહ્નિત થયેલા તમામ ‘બ્લેક સ્પોટ્સ’ (અકસ્માત સંભવિત વિસ્તારો)ની ખામીઓ તાત્કાલિક દૂર કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને આકરા આદેશ આપ્યા હતા. અકસ્માતો ટાળવા બસ ડ્રાઇવરોને તાલીમ અપાશે 1.એન્થમ સર્કલ ટ્રાફિક ફ્રી બનશે: એન્થમ સર્કલ પર SVNIT નો રિપોર્ટ આવ્યા બાદ રોડ ડિઝાઇન, ટ્રાફિક સિગ્નલિંગમાં સુધારો કરાશે. 2.મોગલધામ ખાતે ફૂટ ઓવરબ્રિજ : શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોની સુરક્ષા માટે મોગલધામ મંદિર પાસે ફૂટ ઓવરબ્રિજ બનશે. 3.GSRTC ડ્રાઈવરોને તાલીમ : બારડોલી RTO દ્વારા એસ.ટી. નિગમના ડ્રાઈવરો માટે ૧ દિવસની ખાસ સેફ્ટી તાલીમ શિબિર યોજાશે. 4.શાળાઓમાં ટ્રાફિક જાગૃતિ : RTO વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રોડ સેફ્ટી કમ્પેઈન હાથ ધરાશે. અહેવાલ આવ્યા બાદ સર્કલની ડિઝાઇનમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. બેઠકમાં કલેક્ટર તેજસ પરમારે વર્ષ 2025ના આંકડા મુજબ ચિહ્નિત થયેલા તમામ ‘બ્લેક સ્પોટ્સ’ (અકસ્માત સંભવિત વિસ્તારો)ની ખામીઓ તાત્કાલિક દૂર કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને આકરા આદેશ આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Vrajesh Hirjee on theatre, comedy, and the fear every actor faces: ‘Why is my phone not ringing?’
    Next Article
    ઘરમાં ઘૂસેલા ઝેરી સાપે ડંખ માર્યો:શહેરા તાલુકાના ઝોઝ ગામે અજાણતાં સાપ પર પગ પડતાં વૃદ્ધનું મોત નિપજ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment