Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક-એક ડોક્ટરના શિરે 7-7 ગામના દવાખાનાનો ચાર્જ:રાજકોટ જિલ્લામાં પશુપાલકો રામભરોસે: 44 પશુ દવાખાના વચ્ચે માત્ર 11 પશુ ડોક્ટર!

    12 hours ago

    રાજકોટ જિલ્લામાં 44 જેટલા પશુ દવાખાનાનો ચાર્જ માત્ર 11 પશુ ડોક્ટર સંભાળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નવી ભરતી કરવામાં ન આવતા પશુ ડોક્ટર પર પણ કામનું અતિશય ભારણ વધી ગયું છે. હાલ 11 ડોક્ટરમાંથી 8 કાયમી કર્મચારી છે જ્યારે 3 આઉટસોર્સ આધારિત છે. ચોમાસામાં પશુઓમાં ઇમર્જન્સી કેસ બને ત્યારે આ ડોક્ટરોને એક ગામથી બીજે ગામ દોડધામ કરવી પડે છે, જેના કારણે અંતરિયાળ ગામડાં સુધી પહોંચવું મુશ્કેલ બને છે. ત્યારે જિલ્લામાં પશુ ડોક્ટરોની અછતની સ્થિતિ એટલી ગંભીર છે કે એક-એક ડોક્ટરને બબ્બેથી લઈને સાત-સાત ગામના દવાખાનાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં અંદાજે 5 લાખ જેટલું ગાય અને ભેંસનું પશુધન આવેલું છે. આટલી મોટી સંખ્યા સામે માત્ર 11 ડોક્ટરની ટીમ દોડધામ કરી રહી છે. આ ડોક્ટરો 1 જૂનથી ગળસુંઢા વિરોધી રસીકરણની કામગીરીમાં જોડાયેલા છે અને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ પશુઓને રસી આપી ચૂક્યા છે. ઉપરાંત, આગામી 21 ઓગસ્ટથી રાષ્ટ્રવ્યાપી ‘ખરવા-મોવાસા’ રોગવિરોધી રસીકરણ અભિયાન શરૂ થવાનું છે, જેમાં ડોક્ટરોએ ગામે-ગામ ફરવું પડશે. ક્યા ડોક્ટર પાસે કેટલા દવાખાનાનો ચાર્જ
    Click here to Read More
    Previous Article
    ઘરમાં ઘૂસેલા ઝેરી સાપે ડંખ માર્યો:શહેરા તાલુકાના ઝોઝ ગામે અજાણતાં સાપ પર પગ પડતાં વૃદ્ધનું મોત નિપજ્યું
    Next Article
    364 આંગણવાડીના 18000 બાળકોને જમવાની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મંજૂર:કોણ કહે છે કે મોંઘવારી છે? એક બાળકને બે ટાઇમ જમવા માટે રૂ. 4.93 ફાળવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment