Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    364 આંગણવાડીના 18000 બાળકોને જમવાની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મંજૂર:કોણ કહે છે કે મોંઘવારી છે? એક બાળકને બે ટાઇમ જમવા માટે રૂ. 4.93 ફાળવાયા

    13 hours ago

    મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 12 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી, પરંતુ આંગણવાડીના બાળકોને આપવામાં આવતા ભોજનના આશ્ચર્યજનક ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેમાં સવારનો નાસ્તો અને બપોરના ભોજન માટે એક બાળક દીઠ માત્ર રૂ.4.93 ફાળવવામાં આવતા પૂરક પોષણ યોજનાના નામે બાળકો સાથે ક્રૂર મજાક કરાઈ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. મનપામાં કાજુકતરી કાંડ અને પાણીની બોટલ પાછળ લાખો રૂપિયાના કૌભાંડની તપાસ ચાલુ છે. તેમજ તાયફાઓ પાછળ કરોડોનું આંધણ કરવામાં આવે છે, પરંતુ નિર્દોષ ભૂલકાંઓને પૂરક પોષણના નામે મશ્કરી કરાઈ છે. સવારના નાસ્તા માટે રૂ.1.93 અને બપોર માટે રૂ.3 બાળકોને પૂરક પોષણ આહાર આપવા માટે ગુજરાત સરકારની કચેરીથી ચોખા, તેલ અને ફોર્ટિફાઈડ આટા પુરા પાડવામાં આવે છે. સરાકાર દ્વારા નક્કી કરેલ મેનુ મુજબ પૂરક પોષણ આહાર બનાવવા માટે મરી મસાલા, શાકભાજી, તલ, સીંગદાણા, તુવેરદાળ, ચણા, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, બળતણ ખર્ચ, સહિતના સવારના નાસ્તા માટે પ્રતિ બાળક દીઠ રૂ.1.93 અને બપોરના નાસ્તા માટે પ્રતિ બાળક દીઠ રૂ.3 લેખે ચૂકવવામાં આવે છે. આ રકમમાંથી કોન્ટ્રાક્ટર પોતાનો નફો મેળવે તો બાકી રહેલા પૈસામાંથી બાળકો કેવું ભોજન અપાય તેવો સવાલ ઊભો થયો છે. મનપાની 364 આંગણવાડીમાં 18000થી વધુ લાભાર્થી બાળકોને પૂરક પોષણ આહાર આપવા સરકારનાં નક્કી થયેલ ભાવ તથા મેનુ મુજબ સવારનો પૂરક પોષણ આહાર અને બપોરના પૂરક પોષણ આહારની દરખાસ્ત મંજૂર કરાઈ છે. એક બાળકને રૂ.1.56નું કેવું ફ્રૂટ અપાશે? બાળકોના ભોજનનું એસ્ટિમેટ તૈયાર કરનારની માનવતા મરી પરવારી હોય તેમ સપ્તાહમાં બે વખત અપાતા ફ્રૂટમાં પણ વિચાર્યો ન હોય તેવો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. એક બાળકને રૂ.1.56 નું સિઝનલ ફ્રૂટ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે, પરંતુ આટલા પૈસામાં અડધું કેળું પણ ન આવે તે જાણતા હોવા છતાં અધિકારીઓઅએ આ ભાવ કેવી રીતે નક્કી કર્યા તે એક કોયડો બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    એક-એક ડોક્ટરના શિરે 7-7 ગામના દવાખાનાનો ચાર્જ:રાજકોટ જિલ્લામાં પશુપાલકો રામભરોસે: 44 પશુ દવાખાના વચ્ચે માત્ર 11 પશુ ડોક્ટર!
    Next Article
    અગરિયા પરિવારોની રોજગારી અને જીવનનિર્વાહ પર સંકટ‎:વલસાડ તાલુકામાં મીઠા ઉદ્યોગો પર મેઘતાંડવનો કહેર, લાખો ટન ઉત્પાદિત કરેલું મીઠું પાણીમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment