Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી:માંજલપુરમાં મહાસત્સંગ અને ગુરુપૂજા

    16 hours ago

    ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસર નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટર દ્વારા વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં શહેરભરમાંથી ૧૫૦૦થી વધુ વડોદરાવાસીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ગુરુતત્ત્વ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ ગુરુપૂર્ણિમાને પોતાના જીવન પર ચિંતન કરવાનો અને જીવન દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાન તથા માર્ગદર્શન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ ગણાવ્યો હતો. આ સંદેશને આત્મસાત્ કરતાં દિવસભર વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારના સત્રમાં આર્ટ ઓફ લિવિંગ ધ્યાન કેન્દ્ર, સનફાર્મા રોડ ખાતે આશરે 150 થી વધુ સાધકો એકત્રિત થયા હતા. તેમણે સુદર્શન ક્રિયાનો અભ્યાસ કર્યો હતો. આ શક્તિશાળી શ્વસન પદ્ધતિ મનને શાંત કરવા, તણાવ ઘટાડવા અને શારીરિક તેમજ માનસિક સુખાકારીમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે.સાંજે આત્મીયધામ, માંજલપુર ખાતે મહાસત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની શરૂઆત પરંપરાગત સામૂહિક ગુરુપૂજાથી કરવામાં આવી હતી, જેમાં ગુરુપરંપરા અને આત્મજ્ઞાનના સંવર્ધન માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનારા ગુરુજનો પ્રત્યે ભાવપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગના પ્રખ્યાત ગાયક ગૌતમ ડાબીરજીના નેતૃત્વમાં ભક્તિમય સત્સંગ યોજાયો હતો. આ સત્સંગમાં ભજન, સંગીત અને ધ્યાન દ્વારા ઉપસ્થિત સૌએ અનોખા આધ્યાત્મિક અનુભવનો લાભ લીધો હતો. કાર્યક્રમનું સમાપન મહાપ્રસાદ સાથે કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમાના પાવન પર્વે યોજાયેલા આ કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને ભક્તિ, ધ્યાન અને સત્સંગ દ્વારા આંતરિક શાંતિ, આનંદ અને કૃતજ્ઞતાનો અનોખો અનુભવ કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની 436 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે:7થી 9 સપ્ટેમ્બરના 4 ગ્રુપની પરીક્ષા, 3 ગ્રુપની તારીખ બાદમાં જાહેર થશે
    Next Article
    ખાડીપૂરના કાયમી ઉકેલ માટે સરકાર એક્શનમાં:30 મીટર માર્જિન કલિયર કરવા શરૂ કરાશે મેગા ડિમોલિશન, જેસીબી અને બુલડોઝર ફેરવી રસ્તો ખુલ્લો કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment