Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની 436 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે:7થી 9 સપ્ટેમ્બરના 4 ગ્રુપની પરીક્ષા, 3 ગ્રુપની તારીખ બાદમાં જાહેર થશે

    15 घंटे पहले

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર, વર્ગ-3 સંવર્ગની વિવિધ 7 ગ્રુપની ભરતી અંગે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા, નિયામક રોજગાર અને તાલીમ તથા તાલીમ પાંખ હેઠળની સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર વર્ગ-3ની વિવિધ 7 ગ્રુપની ભરતી માટેની જાહેરાત મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. જાહેરાત મુજબ કુલ 436 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ગ્રુપની 40, ફેબ્રિકેશન ગ્રુપની 35, ઓપરેશન એન્ડ મશીન ગ્રુપની 60 અને મેડિકલ એન્ડ નર્સિંગ ગ્રુપની 125 જગ્યાઓ માટે અનુક્રમે 7, 8 અને 9 સપ્ટેમ્બર 2026 દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. 3 ગ્રુપની પરીક્ષાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે ઇલેક્ટ્રિકલ ગ્રુપની 115 અને રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ગ્રુપની 26 જગ્યાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. આ ત્રણેય ગ્રુપની પરીક્ષાની તારીખ આગામી સમયમાં મંડળની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. મંડળે ઉમેદવારોને ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને પરીક્ષાની તારીખ અંગેની સત્તાવાર માહિતી માટે મંડળની વેબસાઇટ નિયમિતપણે ચેક કરવા સૂચના આપી છે. ભરતી પ્રક્રિયામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા તા. 6 ફેબ્રુઆરી 2025ના ઠરાવથી નિર્ધારિત ભરતીના નિયમો પણ સામેલ હોવાનું જાહેરાતમાં જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    ગુરુવારનું રાશિફળ:વૃષભ અને સિંહ રાશિના વેપારલક્ષી પ્રશ્નો ઉકેલાશે, વૃશ્ચિક અને ધન રાશિના અટકેલા કામો ગતિ પકડશે
    Next Article
    વડોદરામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી:માંજલપુરમાં મહાસત્સંગ અને ગુરુપૂજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment