Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુવારનું રાશિફળ:વૃષભ અને સિંહ રાશિના વેપારલક્ષી પ્રશ્નો ઉકેલાશે, વૃશ્ચિક અને ધન રાશિના અટકેલા કામો ગતિ પકડશે

    14 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 30 જુલાઈ 2026, ગુરુવારના રોજ અષાઢ વદ એકમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મકર છે. રાહુકાળ બપોરે 02:24થી 04:02 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- પ્રોપર્ટીના લે-વેચ સંબંધિત કોઈ યોજના સફળ થવાની આશા છે. કોઈ નજીકના મિત્ર અથવા સંબંધીની સલાહ પણ તમારા માટે ઉપયોગી સાબિત થશે. તમારા સંતુલિત વ્યવહાર દ્વારા શુભ અને અશુભ દરેક પરિસ્થિતિઓમાં યોગ્ય સુમેળ જળવાઈ રહેશે. નેગેટિવ- કામકાજનો વધારાનો બોજ પણ રહેશે. કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે તમારા શુભચિંતકોના મતની અવગણના ન કરો. ભાઈઓ સાથેના સંબંધોમાં મધુરતા બનાવી રાખો. પરસ્પર સંબંધોમાં કોઈ બહારની વ્યક્તિનો હસ્તક્ષેપ ન થવા દો. આના કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે. વ્યવસાય- વેપારી પ્રવૃત્તિઓમાં કેટલાક પડકારો રહેશે. તમારો મોટાભાગનો સમય માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં વિતાવો. જોકે લાભની સ્થિતિ હજુ થોડી ધીમી જ રહેશે. ભવિષ્ય સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવા માટે યોગ્ય સમયની રાહ જોવી જરૂરી છે. કોઈ ઓફિશિયલ ટૂર શક્ય છે. લવ- પતિ-પત્ની વચ્ચે ખાટી-મીઠી નોકઝોંક રહેશે. ધ્યાન રાખો કે લગ્નેત્તર સંબંધો તમારી માન-હાનિનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય- અતિશય તણાવ અને મહેનતને કારણે થાક અને માથાના દુખાવાની સમસ્યા રહેશે. કામની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. લકી કલર- લાલ લકી નંબર- 1 પોઝિટિવ- આજે તમે પોતાની અંદર અદ્ભુત આત્મબળ અને ઊર્જા અનુભવશો. કોઈ પણ કામ કરતા પહેલાં તમારા મનનો અવાજ જરૂર સાંભળો. તમારો અંતરાત્મા તમને યોગ્ય માર્ગે આગળ વધવાની પ્રેરણા આપશે. પારિવારિક પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન ઘરની વ્યવસ્થાને યોગ્ય બનાવી રાખશે. નેગેટિવ- વાહન અથવા કોઈ અન્ય સમારકામ સંબંધિત કોઈ મોટો ખર્ચ સામે આવશે. યુવા વર્ગ નકામી વાતોમાં સમય નષ્ટ ન કરે અને પોતાના અભ્યાસ અથવા કરિયર પર ધ્યાન આપે. તણાવ લીધા વગર સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. વ્યવસાય- આજે કારોબાર સંબંધિત કોઈ સમસ્યામાંથી રાહત મળશે. કર્મચારીઓ અને સહયોગીઓ સાથે સારા સંબંધો રાખવાથી તેમની કાર્યક્ષમતા વધુ વધશે. નોકરીયાતો પર ટાર્ગેટ પૂરો કરવાનું દબાણ બનેલું રહેશે. લવ- ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. જૂના મિત્રને મળવાથી જૂની યાદો તાજી થશે. ભેટ-સોગાદોની આપ-લે પણ થશે. સ્વાસ્થ્ય- બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ બિલકુલ બેદરકારી ન દાખવે. તમારું નિયમિત ચેકઅપ કરાવો. યોગ્ય સારવાર લો. લકી કલર- નારંગી લકી નંબર- 2 પોઝિટિવ- પરિવારમાં ચાલી રહેલી કોઈ મૂંઝવણનો તમારા સહયોગથી યોગ્ય ઉકેલ મળી શકે છે. શોપિંગ વગેરેમાં પણ ખુશનુમા સમય વિતશે. પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામ કરતા પહેલાં તેના વિશે તપાસ જરૂર કરી લો, આનાથી તમે તમારા કાર્યોને ઉત્તમ રીતે અંજામ આપી શકશો. નેગેટિવ- આળસ અને સુસ્તીને પોતાના પર હાવી ન થવા દો. સમયની કિંમત ઓળખો. નજીકના સંબંધોમાં સ્વાર્થની ભાવના નજરે પડશે. કોઈ જૂની જમીન-મિલકત સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે. વ્યવસાય- આ સમય ખૂબ જ સાવધાનીથી કામ કરવાનો છે. તમારી વ્યાવસાયિક યોજનાઓને કોઈની પણ સામે જાહેર ન કરો, કારણ કે કોઈ નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતી વ્યક્તિના કારણે કામ બગડી શકે છે. તમારા પરિવારજનોનો સહયોગ લેવો ફાયદાકારક રહેશે. ઓફિશિયલ પ્રવૃત્તિઓમાં સુધારો આવશે. લવ- દાંપત્ય જીવનમાં પરસ્પર સુમેળ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય- વર્તમાન વાતાવરણ અને પ્રદૂષણને કારણે ત્વચા સંબંધિત એલર્જીની આશંકા છે. વધુ સમય તડકામાં જવાનું ટાળો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- આજે કોઈ પણ ખાસ નિર્ણય લેવામાં પિતા કે વડિલનો વિશેષ સહયોગ અને સમર્થન પ્રાપ્ત થશે. સામાજિક માન-સન્માનમાં પણ વધારો થશે. બપોર પછી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય વિતશે, જેનાથી આત્મિક અનુભૂતિ મળશે. નેગેટિવ- તમારા અહંકાર અને ઓવર કોન્ફિડન્સના કારણે બનતા કામ બગડી પણ શકે છે. કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ હાથમાંથી નીકળી શકે છે. સરળતા અને ધીરજ દ્વારા તમારા કાર્યોને પૂરા કરો. અત્યારે ખર્ચાઓ યથાવત રહેશે અને તેમાં ઘટાડો કરવો પણ અશક્ય બનશે. વ્યવસાય- શેર્સ, તેજી-મંદી જેવા વ્યવસાયમાં રસ ધરાવતા લોકો માટે ગ્રહ સ્થિતિ સકારાત્મક બનેલી છે. જમીન-મિલકત સંબંધિત વ્યવસાયમાં મોટી ડીલ થવાની સંભાવના છે, તેથી આ કાર્યો પર તમારું પૂરૂ ધ્યાન કેન્દ્રિત રાખો. કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવો. લવ- નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકોથી દૂર રહો. પોતાના ઘર-પરિવાર પર ધ્યાન આપો. યુવાનોને આકર્ષણ રહેશે. સ્વાસ્થ્ય- કામની સાથે સાથે શારીરિક અને માનસિક આરામની પણ જરૂર છે. થોડો સમય મનપસંદ પ્રવૃત્તિઓમાં પણ જરૂર વિતાવો. લકી કલર- બદામી લકી નંબર- 2 પોઝિટિવ- થોડો સમય પોતાની રસપ્રદ પ્રવૃત્તિઓ માટે પણ જરૂર કાઢો. આનાથી માનસિક ઊર્જા જળવાઈ રહેશે. સગા-સંબંધીઓ તથા મિત્રો સાથે ફોન અથવા ઈન્ટરનેટ દ્વારા કનેક્ટેડ રહેશો. વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે. નેગેટિવ- કોઈ મિત્ર અથવા સંબંધીનું પોતાના વચનમાંથી ફરી જવું તમને તણાવ આપશે. તેથી બીજાથી વધુ આશા ન રાખો. બીજા પર વિશ્વાસ કરવાને બદલે તમારા અંતરાત્માના નિર્ણયને પ્રાધાન્ય આપવું યોગ્ય રહેશે. વ્યવસાય- કારોબારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી આજે કંઈક રાહત મળવાની છે. મશીનરી, કારખાના વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં લાભદાયી કોન્ટ્રાક્ટ મળી શકે છે. પૈસાની લેવડ-દેવડમાં સાવચેતી રાખવાની જરૂર છે. ઓફિશિયલ બાબતોમાં બેદરકારી દાખવવી નુકસાનદાયક રહેશે. લવ- વ્યસ્તતાના કારણે પરિવાર પર ધ્યાન આપી શકશો નહીં. પરંતુ જીવનસાથીનું પરિવાર પ્રત્યે સમર્પણ તમને તણાવમુક્ત રાખશે. સ્વાસ્થ્ય- અતિશય કાર્યભારને કારણે થોડો માનસિક અને શારીરિક તણાવ અનુભવી શકો છો. થોડો સમય યોગ, વ્યાયામ વગેરે માટે પણ જરૂર કાઢો. લકી કલર- ગુલાબી લકી નંબર- 6 પોઝિટિવ- ઘરની વ્યવસ્થાને શિસ્તબદ્ધ અને ઉત્તમ બનાવવા માટેના તમારા પ્રયાસો પ્રશંસનીય રહેશે. બીજા પર નિર્ભર રહેવાને બદલે તમારી ક્ષમતા અને યોગ્યતા પર વિશ્વાસ રાખો. આનાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ તમે જાતે જ શોધી લેશો. નેગેટિવ- કોઈ પણ પ્રકારની ઉધારી ન કરો. આના કારણે સંબંધો બગડી પણ શકે છે. કોઈની સાથે ખોટી રીતે વાતચીત કરવી તમારા માટે નુકસાનદાયક બની શકે છે. અનુભવી વ્યક્તિની સલાહ પર અમલ કરવો ફાયદાકારક સાબિત થશે. વ્યવસાય- વ્યવસાયમાં વધુ ગ્રોથ કરવા સંબંધિત કોઈ ખાસ માહિતી મળશે. પબ્લિક ડીલિંગ, ગ્લેમર, કોમ્પ્યુટર વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં વિશેષ ઉપલબ્ધિ મળશે. નોકરીયાતોને બદલી સંબંધિત ખુશખબરી મળી શકે છે. લવ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. જૂની મિત્રતા પ્રેમ સંબંધોમાં બદલાઈ શકે છે. સ્વાસ્થ્ય- ગળા અને છાતીમાં કફના કારણે પરેશાન રહેશો. બેદરકારી ન દાખવો તથા યોગ્ય સારવાર લો. લકી કલર- લાલ લકી નંબર- 9 પોઝિટિવ- દિવસ વ્યસ્તતાવાળો રહેશે. પોતાના વ્યક્તિગત તથા પારિવારિક કાર્યોને લઈને જોશ અને ઉત્સાહ જળવાઈ રહેશે. પરસ્પર સંબંધોમાં આવેલા મતભેદોને ઉકેલવાનો પ્રયાસ સફળ રહેશે. વિદ્યાર્થીઓનું ઈન્ટરવ્યુ અથવા કરિયર સંબંધિત પરીક્ષાની તૈયારીમાં પૂરૂ ધ્યાન રહેશે. નેગેટિવ- કોઈ પણ નિર્ણય ઉતાવળ કે ભાવુકતામાં ન લો. બપોર પછી કંઈક નુકસાન થવાની પણ આશંકા બની રહી છે, જેના કારણે મન પરેશાન રહેશે. મિત્રો તથા સંબંધીઓનું તમારા કાર્યોમાં મીનમેખ કાઢવો તમારી કાર્યપ્રણાલીમાં અડચણ ઊભી કરી શકે છે. વ્યવસાય- વ્યવસાયમાં વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન આપો. ભાગીદારી સંબંધિત કાર્યમાં જૂના નકારાત્મક મુદ્દાઓને અવગણો. કાર્યો પર ધ્યાન આપો. આ સમયે કોઈ પણ પ્રકારની ઉધારી કરવી નુકસાનદાયક હોઈ શકે છે. નોકરીયાતો પર કાર્યભારની અતિશયતા રહેશે. લવ- ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પારિવારિક નિર્ણય લેવાનો સમય અનુકૂળ છે. સ્વાસ્થ્ય- સકારાત્મક દ્રષ્ટિકોણ રાખો. વ્યવસ્થિત દિનચર્યા બનાવો. આનાથી શારીરિક અને માનસિક રીતે તમે સ્વસ્થ અનુભવશો. લકી કલર- લીલો લકી નંબર- 4 પોઝિટિવ- જો કોઈ કારણોસર તમારું કોઈ કામ અટકેલું છે, તો તે ફરીથી શરૂ થઈ શકે છે. નવી યોજનાઓને અમલમાં મૂકવાનો પણ યોગ્ય સમય છે. વડિલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર પર બનેલો રહેશે. ધાર્મિક યાત્રાનો પ્રોગ્રામ પણ બનશે. નેગેટિવ- આ સમય તમારી યોજનાઓની રૂપરેખા બનાવવા અને તેને અમલમાં મૂકવાનો છે. તેથી નકામી પ્રવૃત્તિઓમાં સમય ન બગાડો. નાણાં રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓને આજે સ્થગિત જ રાખો, કારણ કે કોઈ પ્રકારનું નુકસાન થવાની આશંકા દેખાઈ રહી છે. વ્યવસાય- લાભદાયી પરિસ્થિતિઓ બનેલી છે. વીમા, પોલિસી વગેરે સાથે સંકળાયેલા વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ રહેશે. ભાગીદારી સંબંધિત કાર્યોમાં તમારા નિર્ણયો ફાયદાકારક રહેશે. નોકરીયાતોને પ્રમોશન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. લવ- વૈવાહિક સંબંધોમાં પ્રેમ અને મધુરતા બનેલા રહેશે. પરિવાર સાથે થોડો ખુશનુમા સમય વિતાવવો સંબંધોને વધુ મજબૂત બનાવશે. સ્વાસ્થ્ય- પેટમાં દુખાવો અને એસિડિટીની ફરિયાદ રહેશે. ખાનપાન પર નિયંત્રણ રાખો તથા દેશી સારવાર કરો. લકી કલર- ગુલાબી લકી નંબર- 8 પોઝિટિવ- આજે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી કોઈ અટકેલું કામ પૂરું થઈ શકે છે. આજે દિવસને ખૂબ જ સકારાત્મક રીતે વિતાવો. તમારા ઘણા અટકેલા કામો ફરી ગતિ પકડશે અને સફળતા પણ મળશે. નેગેટિવ- નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકોથી અંતર જાળવી રાખો. મહિલાઓ વિશેષરૂપે પોતાના માન-સન્માનનું ધ્યાન રાખે. ફક્ત ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે. જો યાત્રા પર જવું પડી રહ્યું હોય, તો તમારા સામાનની યોગ્ય સંભાળ રાખવી જરૂરી રહેશે. વ્યવસાય- વેપારમાં સ્ટાફ અને કર્મચારીઓ વચ્ચે યોગ્ય શિસ્ત અને વ્યવસ્થા બનાવી રાખો. જોકે, વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સુચારુ રૂપે ચાલતી રહેશે, તથા આર્થિક સમસ્યાઓ પણ ઘણે અંશે ઠીક થઈ જશે. ઓફિસમાં બીજાના મામલામાં હસ્તક્ષેપ ન કરો તો જ યોગ્ય છે. લવ- પરિવાર સાથે ઓનલાઈન શોપિંગ અને મૌજ-મસ્તીમાં ખુશનુમા સમય વિતશે. ઘરનું વાતાવરણ પણ સુખદ બન્યું રહેશે. સ્વાસ્થ્ય- તણાવ, ડિપ્રેશન તથા મોસમી બીમારીઓથી પોતાનો બચાવ રાખો. આની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- આજે પારિવારિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓને લઈને ખૂબ જ દોડધામ રહેશે, પરંતુ તમામ કામ વ્યવસ્થિત કરવામાં તમને આનંદ પણ આવશે. ભાવનાઓમાં વહી જવાને બદલે વિવેક અને ચતુરાઈથી પરિસ્થિતિઓને પોતાના પક્ષમાં કરવી ફાયદાકારક રહેશે. નેગેટિવ- પરંતુ મિત્રો કે નજીકના સંબંધીઓની પ્રવૃત્તિઓથી અજાણ ન રહો. પીઠ પાછળ તમને કોઈ નુકસાન પહોંચાડી શકે છે. સમાજમાં બદનામીની પણ આશંકા છે. વધુ સારું રહેશે કે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદમાં ન પડો. તમારી યોજનાઓને શેર પણ ન કરો. વ્યવસાય- કારોબારના સિલસિલામાં ખૂબ જ દોડધામની સ્થિતિ બનેલી રહેશે. માર્કેટમાં તમારી યોગ્યતા અને મહેનત દ્વારા તમને કેટલીક નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. જોકે આના પરિણામ તમને ધીમી ગતિએ જ મળશે. કોઈ કર્મચારી કે સહયોગી સાથે બોલાચાલી થવાની આશંકા છે. લવ- જીવનસાથી તથા પરિવારજનોનો તમારા પ્રત્યે યોગ્ય સહયોગ રહેશે. પ્રેમ સંબંધોમાં સમજી-વિચારીને પગલું આગળ વધારો. સ્વાસ્થ્ય- એસિડિટી અને છાતીમાં બળતરા જેવી તકલીફ રહેશે. વધુ ભારે અને તળેલી વસ્તુઓનું સેવન ન કરો. લકી કલર- નારંગી લકી નંબર- 9 પોઝિટિવ- આજે તમે આરામના મૂડમાં રહેશો. તમારી જીવનશૈલીને વધુ ઉચ્ચ બનાવવાનો પ્રયાસ પણ કરશો. કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. મહિલાઓ ઘર તથા પ્રોફેશનમાં યોગ્ય સુમેળ બનાવી રાખવામાં સફળ રહેશે. નેગેટિવ- ઘરની કોઈ વસ્તુની ખરીદી પર અપેક્ષા કરતાં વધુ ખર્ચ થઈ જશે. કોઈ પણ વિશેષ યોજનાને અમલમાં મૂકવામાં બીજાની વાતોમાં આવ્યા વગર તમારી કાર્યક્ષમતા પર જ વિશ્વાસ રાખો. ક્યાંય પણ પૈસા ઉધાર આપતા પહેલાં તેની વાપસી ચોક્કસ સુનિશ્ચિત કરી લો. વ્યવસાય- આ સમયે વ્યવસાયને લઈને કરેલી મહેનતના જલ્દી જ અનુકૂળ પરિણામો પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારીઓ તથા સન્માનિત લોકો સાથે સંબંધો બનાવી રાખવા તમારા વ્યવસાયમાં ફાયદાકારક સાબિત થશે. તમારી વ્યાવસાયિક યોજનાઓ કોઈની સાથે શેર ન કરો. લવ- પરિવારજનો સાથે મૌજ-મસ્તી અને મનોરંજનમાં સુખદ સમય વિતશે. આનાથી પરસ્પર સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે. સ્વાસ્થ્ય- વ્યસ્તતાના ચક્કરમાં લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાનું નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા ફરી ઊભી થઈ શકે છે. કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવો અને તરત જ સારવાર લો. લકી કલર- ક્રીમ લકી નંબર- 1 પોઝિટિવ- આજે તમારી યોજનાઓને કાર્યરૂપ આપવાનો ઉત્તમ સમય છે, તમે તમારી અંદર ઉત્સાહ અને આત્મવિશ્વાસ અનુભવશો. આર્થિક રોકાણ સંબંધિત કાર્યો માટે અનુકૂળ સમય છે. આ પ્રવૃત્તિઓ ભવિષ્યમાં લાભદાયી રહેશે. નેગેટિવ- ધ્યાન રાખો કે તમારા વિચારોમાં સંકુચિતતાના કારણે કેટલાક લોકો પરેશાન થઈ શકે છે. વધુ સારું રહેશે કે સમય અનુસાર તમારા વ્યવહાર અને દિનચર્યામાં પણ પરિવર્તન લાવો. લોકો સાથે મળતી વખતે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. વ્યવસાય- વ્યવસાયને લઈને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થશે. કોઈ પણ મુશ્કેલીમાં ઘરના વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શનથી તમને કોઈ નવી દિશા પણ મળી શકે છે. ઓફિશિયલ બાબતોમાં કેટલીક અડચણો રહી શકે છે. તમારા ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો ન બગાડો. લવ- ઘર-પરિવારમાં ખુશીઓથી ભરેલું વાતાવરણ રહેશે. તથા પરિવારના કોઈ અવિવાહિત વ્યક્તિ માટે યોગ્ય માગાં આવવાની સંભાવના છે. સ્વાસ્થ્ય- ગેસ અને અપચા સંબંધિત વસ્તુઓનું સેવન ન કરો. સકારાત્મક બનેલા રહો. થોડીક સાવધાની તમને સ્વસ્થ રાખશે. લકી કલર- પીળો લકી નંબર- 3
    Click here to Read More
    Previous Article
    30 જુલાઈનું અંકફળ:અંક 5ના જાતકોને દેવામાંથી મુક્તિનો માર્ગ મળશે, અંક 9ના જાતકોને વિવાહના યોગ
    Next Article
    સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની 436 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે:7થી 9 સપ્ટેમ્બરના 4 ગ્રુપની પરીક્ષા, 3 ગ્રુપની તારીખ બાદમાં જાહેર થશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment