Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર પંચાયતને ટ્રેક્ટર-ટ્રોલી મળ્યા:વાલ્મીકિ સમાજની દીકરીના હસ્તે લોકાર્પણ, સામાજિક સમરસતાનો સંદેશ

    एक दिन पहले

    જામનગર જિલ્લાના લાલપુર ગ્રામ પંચાયતને ગુજરાત સરકારની ૧૫મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ નવા ટ્રેક્ટર અને ટ્રોલીની ભેટ મળી છે. આજે લાલપુર ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ વાલ્મીકિ સમાજની એક દીકરીના હસ્તે કુમકુમ તિલક સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ મહામંત્રી, તાલુકા પંચાયતના સભ્યો , માર્કેટ યાર્ડ ડાયરેક્ટર તાલુકા ભાજપ ઉપપ્રમુખ, જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી, ગ્રામ પંચાયતના સભ્યો સહિતના અગ્રણીઓ અને ગ્રામ પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આધુનિક સાધનોની ઉપલબ્ધિથી ગામની સફાઈ, વિકાસ અને જનસુવિધાના કાર્યો વધુ કાર્યક્ષમ બનશે તેવી આશા આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નખત્રાણા પોલીસે ટ્રક ચોરીનો ભેદ ઉકેલ્યો:બાતમીના આધારે 3 આરોપીઓની ધરપકડ કરાઈ
    Next Article
    ઓનલાઈન વજન ઉતારવાની દવા મંગવાનાર વૃદ્ધા સાથે 84.38 લાખની છેતરપિંડી:સાયબર ક્રાઇમ પોલીસે દિલ્લીના મુખ્ય સુત્રધારની ધરપકડ કરી 26 લાખ રિકવર કર્યા, અન્ય ભોગ બનનાર અંગે તપાસ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment