Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઈન વજન ઉતારવાની દવા મંગવાનાર વૃદ્ધા સાથે 84.38 લાખની છેતરપિંડી:સાયબર ક્રાઇમ પોલીસે દિલ્લીના મુખ્ય સુત્રધારની ધરપકડ કરી 26 લાખ રિકવર કર્યા, અન્ય ભોગ બનનાર અંગે તપાસ ચાલુ

    1 day ago

    રાજકોટમાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ઓનલાઈન વેઈટ લોસની દવા મંગાવનાર 62 વર્ષના વૃદ્ધાને સાયબર ગઠિયાઓએ જાળમાં ફસાવી યેનકેન પ્રકારે રૂ.84.38 લાખ જેવી માતબર રકમ પડાવી લીધી હતી. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ કેસમાં દિલ્હીના રહેવાસી એવા મુખ્ય આરોપીની ધરપકડ કરી ફ્રોડમાં ગયેલ રકમ પૈકી 26 લાખ રકમ રિકવર કરવામાં આવી છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ફેસબુકમાં વેઈટ લોસ માટેની જાહેરાત જોઈને ફસાયા રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના કાલાવડ રોડ પર રહેતા કુસુમબેન પ્રદીપભાઈ ટાંક (ઉ.વ.62) નામના વૃદ્ધાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, તે હાલ એકલા રહે છે અને પુત્ર દુબઈમાં નોકરી કરે છે. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. 2024માં ફેસબુકમાં વેઈટ લોસ માટેની જાહેરાત જોઈ તેમાં આપેલી લીંક ઓપન કરી ફોર્મ ભર્યું હતું. બીજા દિવસે સવારે એક હેલ્થ કેર કંપનીમાંથી ડો. અમન મિશ્રા તરીકેની ઓળખ આપનારે હાઈટ, વેઈટ અને બોડી પેઈન વિશે માહિતી મેળવી એક માસની દવાના રૂ.4000 અને બે માસની દેવા માટે બીજા રૂ.3000 થશે તેમ કહ્યું હતું. ફરિયાદીને બ્લેકમેલ કરી 84.38 લાખની રકમ ગઠિયાઓએ પડાવી લીધી હતી આ પછી બીજા અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તેને પણ વેઇટ લોશ અને દવા બાબતે વાતચીત કરી દવાથી ફેર ન પડતો હો તો વધુ હેવી ડોઝ ની દવા મોકલ આપવા બહાને વધુ રૂપિયા પડાવ્યા હતા. આગળ જતા ખોટા બીલો તેમજ RBIના ખોટા લેટર તથા હર્ષવર્ધન દ્વારા પોતાની ઓળખ RBIના અધિકારી તરીકે આપી ફરિયાદીને બ્લેકમેલ કરી અલગ અલગ સમયે મળી કુલ 84.38 લાખ પડાવી લીધા હતા જે અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આઇટી એક્ટ તેમજ BNS ની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપી પાસેથી કુલ 26 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા પોલીસ તપાસ દરમિયાન આ કેસમાં RBIના અધિકારી તરીકે ઓળખ આપનાર હર્ષવર્ધનનું સાચું નામ મહમદ અલતમ્સ અલી હોવાનું અને તે પોતે દિલ્લીનો રહેવાસી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આ કેસમાં પકડાયેલ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે જે પોતે અલગ અલગ ત્રણથી ચાર બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો જેમાં ફરિયાદી દ્વારા 55 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ પૈકી કુલ 26 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. વધુ કોઈ ભોગ બનનાર સામે આવશે તો અલગથી ફરિયાદ દાખલ કરાશે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અન્ય લોકો પાસેથી દવા ખરીદ કરી બાદમાં ઓનલાઇન પ્લેટફોર્મ પર આ રીતે ખોટી જાહેરાતો કરી વેઇટ લોસ કરવાના બહાને લોક પાસેથી રૂપિયા પડાવતો હોવાનું સામે આવ્યું છે. આજ રીતે રાજકોટ ગુજરાત કે અન્ય રાજ્યમાં અન્ય વધુ કેટલા લોકો સાથે આ રીતે છેતરપિંડી આચરી છે અને બાકીની રકમ ક્યાં ટ્રાન્સફર કરી સહિતની દિશામાં વધ તપાસ હાથ ધરી છે. જેમાં વધુ કોઈ ભોગ બનનાર સામે આવશે તો અલગથી ફરિયાદ દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી વૃધ્ધાને અલગ અલગ મોબાઈલ નંબર પરથી 5 લોકોએ કોલ કરી રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પાંચેય અલગ અલગ આરોપી છે કે પછી પકડાયેલ આરોપી દ્વારા જ અલ અલગ નામ આપી છેતરપિંડી આચરવામાં આવી તે અંગે પણ રિમાન્ડ દરમિયાન પુછપરછ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લાલપુર પંચાયતને ટ્રેક્ટર-ટ્રોલી મળ્યા:વાલ્મીકિ સમાજની દીકરીના હસ્તે લોકાર્પણ, સામાજિક સમરસતાનો સંદેશ
    Next Article
    Karishma Tanna And Varun Bangera Welcome A Baby Boy On Guru Purnima

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment