Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બંસી' પુસ્તક બદલશે સરહદી ગામોનું ભવિષ્ય:મિથિલેશ ખાંડવાલાના પુસ્તકની સંપૂર્ણ રોયલ્ટી સરહદી વિસ્તારના ડિજિટલ શિક્ષણ માટે વપરાશે

    2 days ago

    ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે, યુવા લેખક મિથિલેશ ખાંડવાલાના પુસ્તક ‘બંસી – ધ મેલોડી ઑફ ઇટર્નલ નોલેજ’ની રોયલ્ટી દ્વારા સમાજલક્ષી શિક્ષણ અભિયાનને એક નવી દિશા આપવામાં આવી છે. મિથિલેશ ખાંડવાલા દ્વારા રચાયેલ આ પુસ્તક માત્ર આધ્યાત્મિકતા અને જીવનમૂલ્યો પૂરતું સીમિત ન રહેતા સમાજસેવાનું પણ એક સશક્ત માધ્યમ બન્યું છે. સરહદી ગામો સાથે વિશેષ MoU સરહદી ગામો જેવાં કે જાખોત્રા, કૃષ્ણનગર, વૌવા અને મધુત્રાના શિક્ષણ તેમજ સર્વાંગી વિકાસ માટે વિશેષ MoU (મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) કરવામાં આવ્યા છે. આ કરાર મુજબ ‘બંસી’ પુસ્તકના વેચાણમાંથી પ્રાપ્ત થતી સંપૂર્ણ રકમનો ઉપયોગ આ સરહદી વિસ્તારોના શૈક્ષણિક, ડિજિટલાઇઝેશન અને વિકાસલક્ષી કાર્યો માટે જ કરવામાં આવી રહ્યો છે. ૩ તબક્કામાં થશે આધુનિક શૈક્ષણિક વિકાસ આ પહેલને કુલ 3 અલગ-અલગ તબક્કામાં વહેંચીને અમલમાં મુકવામાં આવી રહી છે પ્રથમ તબક્કામાં મિથિલેશ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જાખોત્રા, વૌવા અને મધુત્રા ગામની શાળાઓમાં ડિજિટલ શિક્ષણને વેગ આપવા માટે કમ્પ્યુટર્સ અને અન્ય ડિજિટલ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. બીજા તબક્કામાં શાળાઓમાં વિદ્યાર્થીઓને સરળતાથી ગુણવત્તાયુક્ત ડિજિટલ શૈક્ષણિક સામગ્રી મળી રહે તે માટે આધુનિક ડિજિટલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. ત્રીજા તબક્કોમાં શિક્ષકો, પ્રિન્સિપાલો અને ગામના સરપંચો સાથેની ચર્ચા અને તેમની જરૂરિયાતો અનુસાર શાળાઓની સાયન્સ લેબ માટે અદ્યતન પ્રયોગાત્મક સાધનો (Advanced Laboratory Equipment) ફાળવવામાં આવશે, જેથી બાળકોને ગુણવત્તાસભર પ્રાયોગિક શિક્ષણ મળી રહે. મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ આ પ્રેરણાદાયી પ્રસંગે ‘બંસી’ પુસ્તકના લેખક મિથિલેશ ખાંડવાલા, શ્વેતા ખાંડવાલા, જનક ખાંડવાલા, સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, એડવાઇઝર અને રજિસ્ટ્રાર, સીમા જાગરણ મંચના પ્રતિનિધિઓ, વિવિધ ગામોના સરપંચો તેમજ શાળાઓના પ્રિન્સિપાલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામની શાળાઓ માટે કમ્પ્યુટર્સનો સ્વીકાર પ્રીતિબેન મૈયાણી અને નવઘણભાઈના હસ્તે કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ મિથિલેશ વેલ્ફેર ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ભૌતિક સુવિધાઓ આપવાનો નથી પરંતુ સરહદી વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ શહેરો જેવું જ ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ આપીને તેમને ભવિષ્ય માટે આત્મનિર્ભર અને ક્ષમતાવાન બનાવવાનો છે. આ MoU હેઠળ આગામી સમયમાં પણ સરહદી ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે આવી અનેક સમાજોપયોગી પ્રવૃત્તિઓ નિરંતર ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે ઉદ્યોગકારોમાં ભારે વિરોધ:જૂનાગઢ GIDCમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટથી ફેલાતા પ્રદૂષણ સામે ઉદ્યોગકારોનો રોષ, અધિકારીએ કહ્યું- પ્લાન્ટ નિયમોનુસાર ચાલે છે
    Next Article
    આણંદમાં ટેલિકોમ સમિતિની બેઠક યોજાઈ:કવરેજ, ભારતનેટ, 4G પ્રોજેક્ટની સમીક્ષા; સમસ્યા ઉકેલવા કલેક્ટરની તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment