Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં ટેલિકોમ સમિતિની બેઠક યોજાઈ:કવરેજ, ભારતનેટ, 4G પ્રોજેક્ટની સમીક્ષા; સમસ્યા ઉકેલવા કલેક્ટરની તાકીદ

    2 days ago

    આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય ટેલિકોમ સમિતિ (DLTC) ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આણંદ જિલ્લામાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવા અને ટેલિકોમ સેવાઓને વેગ આપવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં વર્તમાન ટેલિકોમ સ્થિતિ, ગ્રામીણ વિસ્તારોમાં કવરેજ, RoW (Right of Way) અધિકારના મુદ્દાઓ, સુધારેલા ભારતનેટ કાર્યક્રમ અને 4G સેચ્યુરેશન પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, 'સમૃદ્ધ ગ્રામ પંચાયત' પાયલોટ પ્રોજેક્ટ અને ભૂગર્ભ કેબલ લાઇનને નુકસાન થતું અટકાવવા માટેની "Call Before U Dig" (CBuD) એપ્લિકેશનના વ્યાપક ઉપયોગ અંગે પણ ચર્ચા થઈ હતી. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાના જે ગામોમાં હજુ સુધી મોબાઇલ કવરેજ ઉપલબ્ધ નથી, તેવા ગામોની ઝડપથી ઓળખ કરવા નિર્દેશ આપ્યા હતા. તેમણે ટેલિકોમ ક્ષેત્રે આવતી વિવિધ ટેકનિકલ અને વ્યવહારિક સમસ્યાઓના ઝડપી અને કાયમી ઉકેલ માટે સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને આવશ્યક પગલાં લેવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા આંકડા અધિકારી કોકિલા આંકોલિયા, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર (રૂરલ) અને સલાહકાર કમલ પંવાર સહિત વિવિધ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને મુખ્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'બંસી' પુસ્તક બદલશે સરહદી ગામોનું ભવિષ્ય:મિથિલેશ ખાંડવાલાના પુસ્તકની સંપૂર્ણ રોયલ્ટી સરહદી વિસ્તારના ડિજિટલ શિક્ષણ માટે વપરાશે
    Next Article
    Why Coca-Cola Keeps Its Recipe Locked Inside A Vault

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment