Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરમસદ આણંદ મનપાનું મચ્છરજન્ય રોગ નિયંત્રણ અભિયાન:મેલેરિયા, ડેન્ગ્યુ અટકાવવા સઘન ઝુંબેશ, ઘરે ઘરે સર્વે; સગર્ભાઓના સ્વાસ્થ્ય પર ધ્યાન

    11 hours ago

    કરમસદ આણંદ મહાનગર પાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર બાકરોલ દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 'સ્વચ્છ પર્યાવરણ, મચ્છરમુક્ત ઘર અને સ્વસ્થ પરિવાર'ના સૂત્ર સાથે આરોગ્ય વિભાગ લોકસંપર્ક વધારીને નાગરિકોને જાગૃત કરી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં વિવિધ સર્વેક્ષણ અને નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી ચોમાસા દરમિયાન અને ત્યારબાદ ફેલાતા રોગોથી જનતાને સુરક્ષિત રાખી શકાય. મનપાના આરોગ્ય વિભાગની વિશેષ ટીમો ઘરે-ઘરે જઈને જનજાગૃતિ ફેલાવી રહી છે અને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરી રહી છે. ખાસ કરીને કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાની, પાણીના ડ્રમ અને ખુલ્લામાં રાખેલા વાસણોની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. પાણીની ટાંકીઓમાં ક્લોરીનેશન કરવા ઉપરાંત લાવા નાશક દવાઓનો છંટકાવ કરીને મચ્છરોના સંવર્ધનને અટકાવવાની કામગીરી ગતિશીલ બનાવાઈ છે. નાગરિકોને પણ દર અઠવાડિયે એક દિવસ 'ડ્રાય ડે' તરીકે ઉજવવા અને ઘરની આસપાસ ક્યાંય પણ પાણી ભરાવા ન દેવા અપીલ કરવામાં આવી છે. આ સઘન અભિયાનમાં રોગ નિયંત્રણની સાથે સગર્ભા માતાઓના સ્વાસ્થ્યને પણ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સગર્ભા મહિલાઓ માટે નિયમિત ચેકઅપ, બ્લડ પ્રેશર અને હિમોગ્લોબિનની તપાસ, ટીટી રસીકરણ તેમજ આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કાર્યકરો દ્વારા માતાઓને પૌષ્ટિક આહાર અને સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે મચ્છરોના ઈંડા સાફ પાણીમાં મુકાય છે જે ૭ થી ૧૦ દિવસમાં પુખ્ત મચ્છર બને છે, તેથી પાણીના સંગ્રહ સ્થાનોને ઢાંકીને રાખવા હિતાવહ છે. જો કોઈને તાવ, ઠંડી કે શરદી જેવા લક્ષણો જણાય તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા જણાવ્યું છે. મહાનગર પાલિકા દ્વારા નાગરિકોને આરોગ્ય વિભાગની કામગીરીમાં સહકાર આપીને સ્વચ્છતા અપનાવવા અને મેલેરિયા-ડેન્ગ્યુ મુક્ત સમાજ નિર્માણમાં સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ ક્ષતિગ્રસ્ત:માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું
    Next Article
    ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે ઉદ્યોગકારોમાં ભારે વિરોધ:જૂનાગઢ GIDCમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટથી ફેલાતા પ્રદૂષણ સામે ઉદ્યોગકારોનો રોષ, અધિકારીએ કહ્યું- પ્લાન્ટ નિયમોનુસાર ચાલે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment