Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ ક્ષતિગ્રસ્ત:માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું

    10 hours ago

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરી છે. વરસાદને કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ખરાબ થતાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી રસ્તાઓ ફરીથી સુવ્યવસ્થિત અને સુરક્ષિત બની શકે. આ સમારકામ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત અને સ્ટેટ) ના કાર્યપાલક ઇજનેર હિતેશ ગઢવીએ જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીમોની રચના કરી છે. આ ટીમો દ્વારા ટેકનિકલ ચોકસાઈ સાથે ખરાબ થયેલા રસ્તાઓ પર હોટ મિક્સ પેચ વર્કની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે, જેથી વાહનચાલકોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરી શકાય. માર્ગ અને મકાન વિભાગે સમારકામ હેઠળના મુખ્ય માર્ગોની વિગતો આપી છે. જેમાં નડિયાદ-પેટલાદ-ખંભાત રોડ, કરમસદ-સોજીત્રા રોડ, પેટલાદ-બોરસદ રોડ અને બાંધણી ચોકડીથી ધર્મજ રોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર પણ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે આધુનિક જેસીબી મશીનો, ડમ્પરો અને ટ્રેક્ટરોનો ઉપયોગ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં કુશળ શ્રમિકો પણ કાર્યરત છે, જેથી જિલ્લાના મહત્વના માર્ગોને વહેલી તકે પૂર્વવત કરી શકાય. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય આણંદ જિલ્લાના તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓને વહેલી તકે 'મોટરેબલ' બનાવવાનો છે. ભારે વરસાદને કારણે પડેલા ખાડાઓ પુરવાની કામગીરી પૂર્ણ કરીને નાગરિકોને અવરજવરમાં કોઈ તકલીફ કે અકસ્માતનો ભય ન રહે તેની ખાતરી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દુબઇ - મુંબઈ ફ્લાઇટ રાજકોટથી રવાના થઈ:ઈમરજન્સી લેન્ડિંગ બાદ 2 દિવસ એરપોર્ટ પર રહી, મુસાફરો વિના વિમાન પહોંચતા ગંભીર ટેકનિકલ ખામીની શક્યતા
    Next Article
    કરમસદ આણંદ મનપાનું મચ્છરજન્ય રોગ નિયંત્રણ અભિયાન:મેલેરિયા, ડેન્ગ્યુ અટકાવવા સઘન ઝુંબેશ, ઘરે ઘરે સર્વે; સગર્ભાઓના સ્વાસ્થ્ય પર ધ્યાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment