Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર ​:વકીલો એક દિવસીય હડતાળમાં જોડાયા, રાજકોટ અલગ હાઈકોર્ટની બેન્ચ આપવા માગ

    1 day ago

    ​રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની સમકક્ષ બેંચ સ્થાપવાની વર્ષો જૂની અને ન્યાયિક હિત ધરાવતી માંગણીને પુનઃ બુલંદ બનાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓના વકીલો તથા બાર એસોસિએશનો આ મુદ્દે એકસંપ થયા છે. આ લડતના ભાગરૂપે જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા રાજકોટમાં હાઇકોર્ટની બેંચ શરૂ કરવા અંગેની મહત્વપૂર્ણ માંગ સાથે જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં પક્ષકારો, સામાન્ય જનતા અને સરકારી તંત્રને થનારા વિવિધ આર્થિક તથા સમયલક્ષી ફાયદાઓની વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ બાર એસોસિએશનના સભ્યો હડતાળમાં જોડાયા ​જૂનાગઢ બાર એસોસિએશનના સેક્રેટરી મનોજ દવેએ જણાવ્યું હતું કે, ગત તારીખ 26 જુલાઈ 2026 ના રોજ રાજકોટ બાર એસોસિએશનના ઉપક્રમે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના તમામ બાર એસોસિએશનના પ્રમુખ તેમજ સેક્રેટરીઓએ ઉપસ્થિત રહીને રાજકોટમાં નામદાર હાઇકોર્ટની બેંચ મેળવવા અંગે ગંભીરતાપૂર્વક વિચાર-વિમર્શ કર્યો હતો. તે બેઠકમાં સર્વાનુમતે નક્કી થયેલા નિર્ણય મુજબ રાજકોટ ખાતે હાઇકોર્ટની બેંચ સ્થાપવાની માંગને વ્યાપક ટેકો આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. ​સેક્રેટરી મનોજ દવેએ વધુમાં ઉમેર્યું હતું કે, નક્કી કરાયેલી વ્યૂહરચનાના અનુસંધાને તારીખ 29 જુલાઈ 2026 ના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની તમામ કોર્ટોમાં અર્જન્ટ કામગીરી સિવાયની કામગીરીથી અલિપ્ત રહેવાનો ઐતિહાસિક ઠરાવ તમામ બાર એસોસિએશનો દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઠરાવ મુજબ જ ન્યાયિક કામગીરીથી અલિપ્ત રહીને જિલ્લા કક્ષાએ કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર તેમજ તાલુકા કક્ષાએ મામલતદારને આવેદનપત્ર આપીને સરકાર સુધી વકીલો અને જનતાનો અવાજ પહોંચાડવાનું નક્કી કરાયું હતું. બાર એસોસિએશનના હોદેદારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું ​આ સર્વસંમતિથી લેવાયેલા નિર્ણયને અનુસરીને જૂનાગઢ બાર એસોસિએશને રાજકોટમાં હાઇકોર્ટ બેંચ સ્થાપવાની માંગણીને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. જેના ભાગરૂપે જૂનાગઢની તમામ અદાલતોમાં અર્જન્ટ કામકાજ સિવાયની તમામ ન્યાયિક પ્રક્રિયાઓ સ્થગિત રાખીને વકીલો અલિપ્ત રહ્યા હતા. ત્યારબાદ જૂનાગઢ બાર એસોસિએશનના હોદ્દેદારો અને વકીલોની ટીમે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ રજૂઆત દરમિયાન કલેક્ટરે ખૂબ જ સાનુકૂળ અને હકારાત્મક અભિપ્રાય આપી યોગ્ય સહયોગની ખાતરી આપી હતી, જે બદલ બાર એસોસિએશન દ્વારા તેમનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. ​વકીલ મંડળ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ લડત કે વિરોધ પ્રદર્શન માત્ર વકીલો અથવા બાર એસોસિએશનના કોઈ અંગત હિત માટે નથી, પરંતુ આ સમગ્ર લડત સામાન્ય અરજદારો અને પબ્લિકના વ્યાપક હિત માટે છે. હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને નાના-મોટા હાઇકોર્ટના કામકાજ માટે અમદાવાદ સુધી લંબાવવું પડે છે, જેના કારણે ભારે આર્થિક બોજ અને સમયનો વ્યય થાય છે. જો રાજકોટમાં હાઇકોર્ટની બેંચ સ્થપાય તો એક અંદાજ મુજબ દરેક કેસમાં પક્ષકારને ઓછામાં ઓછો 50% જેટલો આર્થિક ફાયદો થઈ શકે તેમ છે. ​આ ઉપરાંત વર્તમાન ભાજપ સરકારના "જસ્ટિસ ટુ ડોર" એટલે કે ઘર આંગણે ન્યાય પૂરો પાડવાના અભિગમને ધ્યાને લેતાં આ બેંચ અત્યંત જરૂરી છે. છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ નવી કોર્ટોની સ્થાપના કરવામાં આવી છે. હાઇકોર્ટમાં ચાલતા મોટા ભાગના કેસોમાં સરકાર પોતે પણ એક પક્ષકાર હોય છે, જેમાં સરકારી અધિકારીઓ અને પ્રતિનિધિઓએ સોગંદનામા કે સુનાવણી માટે અમદાવાદ જવું પડતું હોય છે. રાજકોટમાં હાઇકોર્ટ બેંચ શરૂ થવાથી સરકારી તંત્રના પણ નાણાં અને સમયનો દુરુપયોગ અટકશે. આમ, આ બેંચની સ્થાપનાથી સરકાર અને સામાન્ય જનતા બંનેને મોટો ફાયદો થશે.
    Click here to Read More
    Previous Article
    વાઘમાળ ગામ પશુપાલન ક્ષેત્રે પ્રેરણારૂપ બન્યું:દૂધ મંડળીથી રૂ. 1.32 કરોડની આવક, 77 પશુપાલકો આત્મનિર્ભર બન્યા, ડાંગમાં શ્વેતક્રાંતિ
    Next Article
    રૂ. 4.20 કરોડનાં વિકાસકામો મંજુર:રાજકોટનાં વોર્ડ નં. 12માં વરસાદી પાણીના નિકાલ માટે રૂ. 2.23 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઇન નખાશે: 10 હજારથી વધુ નાગરિકોને મળશે લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment