Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘમાળ ગામ પશુપાલન ક્ષેત્રે પ્રેરણારૂપ બન્યું:દૂધ મંડળીથી રૂ. 1.32 કરોડની આવક, 77 પશુપાલકો આત્મનિર્ભર બન્યા, ડાંગમાં શ્વેતક્રાંતિ

    1 day ago

    ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલું વાઘમાળ ગામ પશુપાલન ક્ષેત્રે પ્રેરણારૂપ બન્યું છે. વર્ષ 2006માં શરૂ થયેલી મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળી ગામના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. હાલમાં 77 પશુપાલકો મંડળીના સભાસદ છે, અને ગામના 80 થી 90 ટકા પરિવારો ખેતી સાથે પશુપાલન કરીને રોજગારી મેળવે છે. છેલ્લા 20 વર્ષથી કાર્યરત આ દૂધ મંડળીએ વર્ષ 2025-26 દરમિયાન કુલ 3,51,565 લિટર દૂધનું સંપાદન કર્યું હતું. આનાથી ₹1 કરોડ 32 લાખ 79 હજાર 263ની આવક થઈ છે. દર મહિને સરેરાશ ₹10 લાખથી વધુની આવક થતા ગામના અનેક પરિવારોનું જીવનધોરણ સુધર્યું છે. ગામના આગેવાન પ્રકાશ બિરારીએ જણાવ્યું કે, ગામના મોટાભાગના લોકો દૂધ મંડળી સાથે સંકળાયેલા છે. ડેરી દ્વારા દર મહિને સભાસદોના બેંક ખાતામાં લાખો રૂપિયાની સીધી ચૂકવણી થાય છે, જેનાથી પરિવારોને નિયમિત આવક મળે છે. સરકારની દુધાળા પશુ ખરીદી સહાય યોજનાનો લાભ પણ પશુપાલનને વેગ આપી રહ્યો છે. પશુપાલક લલિતાબેન જયરામ ભોયેના મતે, ખેતી સાથે પશુપાલન કરવું સરળ છે કારણ કે ઘાસચારો પોતાના ખેતરમાંથી મળી રહે છે. આ વ્યવસાયને કારણે બહારગામ મજૂરી માટે જવું પડતું નથી અને માસિક આવકથી પરિવારના ખર્ચ સરળતાથી પૂરા થાય છે. પશુપાલને તેમને આત્મનિર્ભર બનાવ્યા છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે વાઘમાળ ગામની મુલાકાત લીધી હતી. તેમણે પશુપાલકોને અભિનંદન પાઠવી તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ડાંગ જિલ્લામાં હાલમાં 194 મહિલા સંચાલિત દૂધ મંડળીઓ કાર્યરત છે, જેમાં વઘઈમાં 72, સુબીરમાં 63 અને આહવામાં 59 મંડળીઓનો સમાવેશ થાય છે. કુલ 11,017 સભાસદો દૈનિક અંદાજે 70 હજાર લિટર દૂધનું સંકલન કરે છે. વર્ષ 2025-26 દરમિયાન જિલ્લામાં કુલ 2.65 કરોડ લિટર દૂધનું સંપાદન થયું હતું, જેનાથી પશુપાલકોને ₹110 કરોડ જેટલી આવક થઈ છે. વાઘમાળ ગામની સફળતા ડાંગ જિલ્લામાં શ્વેતક્રાંતિ અને ગ્રામીણ આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
    Click here to Read More
    Previous Article
    Parliament Monsoon Session 2026 Day 8 Live Updates: Rahul Gandhi says Amit Shah authorised use of pellets on protesters
    Next Article
    જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર ​:વકીલો એક દિવસીય હડતાળમાં જોડાયા, રાજકોટ અલગ હાઈકોર્ટની બેન્ચ આપવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment