Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ. 4.20 કરોડનાં વિકાસકામો મંજુર:રાજકોટનાં વોર્ડ નં. 12માં વરસાદી પાણીના નિકાલ માટે રૂ. 2.23 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઇન નખાશે: 10 હજારથી વધુ નાગરિકોને મળશે લાભ

    1 day ago

    રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે યોજાઈ હતી. આ બેઠકમાં ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને શહેરના વિકાસને વેગ આપતા જુદા જુદા કામોની કુલ 13 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલી રૂ. 4.20 કરોડના કામોની તમામ દરખાસ્તોને કમિટીએ સર્વાનુમતે લીલી ઝંડી આપી દીધી હતી. આ બેઠકમાં વોર્ડ નં. 12માં લાંબા સમયથી ઉદભવતી પાણીના ભરાવાની મુશ્કેલી, શહેરના માર્ગો પર ટ્રાફિક નિયમન અને રોડ માર્કિંગ, સ્વચ્છતા અને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. જે અંતર્ગત વોર્ડ નં. 12માં વરસાદી પાણીના નિકાલ માટે રૂ. 2.23 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઇન નાખવાનો પણ નિર્ણય લેવાયો છે. કુલ 10 હજારથી વધુ નાગરિકોને આ સુવિધાનો લાભ મળશે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વોર્ડ નં. 12માં સર્વોદય સ્કૂલથી રાધે રાધે પાર્ટી પ્લોટ સુધી તથા ઓમ પાર્ક મેઇન રોડથી નંદનવન 40 ફૂટ રોડને લાગુ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇન નાખવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. આ કામ માટે રૂ. 2,79,70,000ના અંદાજ સાથે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં સિદ્ધનાથ કન્સ્ટ્રક્શન દ્વારા 19.91% ઓછા ભાવ આપતાં રૂ. 2,23,96,580ના ખર્ચે કામ મંજૂર કરાયું છે. ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને લીધે અહીં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા રહેતી હતી. આ કામગીરી હેઠળ અંદાજે 2900 રનિંગ મીટરમાં 600 mm ડાયામીટર, 50 રનિંગ મીટરમાં 450 mm ડાયામીટર અને 850 રનિંગ મીટરમાં 300 mm ડાયામીટરની પાઇપલાઇન નાખવામાં આવશે. કામ પૂર્ણ થતાં વિસ્તારના અંદાજે 10 હજાર નાગરિકોને મોટી રાહત મળશે. ત્રણેય ઝોનમાં થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ કામગીરી શહેરના ઇસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ એમ ત્રણેય ઝોનના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર અને રાહદારીઓની સલામતી જળવાઈ રહે તે માટે થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ કરવામાં આવશે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 1,75,000,00ના એસ્ટિમેટ સામે પ્લેટિનમ કન્સ્ટ્રક્શન કંપનીના 34.34% ઓછા ભાવ આવતા રૂ. 1,14,89,176નો ખર્ચ મંજૂર કરાયો છે. ચેરમેન પરેશ પીપળીયાના જણાવ્યા અનુસાર, મુખ્ય માર્ગો પર ડિવાઇડર સાઇડની લાઇન, રસ્તા ક્રોસ કરવા માટેના ઝેબ્રા ક્રોસિંગ, સ્પીડ બ્રેકર પર વાઇટ પટ્ટા, સાઇડમાં પીળા પાર્કિંગ પટ્ટા અને વ્હાઇટ સેન્ટર લાઇનની કામગીરી થશે, જેનાથી ટ્રાફિક શિસ્ત અને રોડ સેફ્ટી જળવાઈ રહેશે. વોર્ડ નં. 3માં 2 નવી આંગણવાડીઓ અને સ્વચ્છતા ક્ષેત્રે નિર્ણયો શિક્ષણ અને બાળ કલ્યાણને ધ્યાનમાં રાખીને વોર્ડ નં. 3માં 2 નવી આંગણવાડી બનાવવા માટે અંદાજે રૂ. 40 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ શહેર અને મનપાની વિવિધ ઓફિસોમાં સ્વચ્છતા જાળવણી, નિર્મળ ગુજરાત મિશન તથા આપત્તિ સમયે ઉપયોગમાં લેવાતી 37 પ્રકારની સેનિટેશન સાધન-સામગ્રી માટે દ્વિ-વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો છે. સોમનાથ એન્ટરપ્રાઇઝને વાર્ષિક રૂ. 15 લાખની બજેટ મર્યાદામાં આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મનપા પસ્તી અને રદ્દી રેકોર્ડ વેચીને આવક ઊભી કરશે મહાનગરપાલિકાની તમામ શાખાઓમાંથી નીકળતા જૂના રદ્દી રેકોર્ડ, વર્તમાનપત્રો, મેગેઝીન અને જૂની ચોપડીઓના નિકાલ માટે બે વર્ષનો રેઇટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ગુજરાત વેસ્ટેજ સપ્લાય દ્વારા પ્રતિ કિલોગ્રામ રૂ. 21.51નો ભાવ મંજૂર થયો છે. તમામ શાખાઓ આ રદ્દી પસ્તીનું વેચાણ કરી રકમ હિસાબી શાખામાં જમા કરાવશે, જેનાથી મનપા ઓફિસોમાં બિનજરૂરી રેકોર્ડનો નિકાલ થશે અને મહાનગરપાલિકાને વધારાની આવક પણ થશે. સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યુ હતું કે, આજે મળેલી બેઠકમાં કુલ રૂ. 4.20 કરોડનાં વિકાસનાં અલગ-અલગ કામોની તમામ 13 દરખાસ્તો મંજુર કરી દેવામાં આવી છે. જેમાં રૂ. 1.14 કરોડના ખર્ચે શહેરના તમામ રાજમાર્ગો પર થર્મોપ્લાષ્ટ કરવામાં આવશે. અને રાજકોટનાં વોર્ડ નંબર 3માં 2 નવી આંગણવાડી પણ બનાવવામાં આવશે. એટલું જ નહીં વોર્ડ નં. 12માં સર્વોદય સ્કૂલથી રાધે પાર્ટી પ્લોટ સુધી તથા ઓમ પાર્ક મેઇન રોડથી નંદનવન 40 ફૂટ રોડને લાગુ રોડ પર પણ વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇન નાખવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. જેનો લાભ વોર્ડ વિસ્તારમાં રહેતા 10,000થી વધુ લોકોને મળશે. આ કામગીરી પૂર્ણ થતાં આ વોર્ડમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં રાજકોટ ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ધાર્મિક મહોત્સવ માટે આયોજકો દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ટોકન દરે આપવા માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે મેયર ડો. નેહલ શુકલ દ્વારા અધ્યક્ષસ્થાનેથી રજૂ કરવામાં આવેલી અરજન્ટ બીઝનેસ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. જેને લઈને રામકથા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ટોકન દરથી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર ​:વકીલો એક દિવસીય હડતાળમાં જોડાયા, રાજકોટ અલગ હાઈકોર્ટની બેન્ચ આપવા માગ
    Next Article
    કેફીપીણું પીવડાવી પતિને મારી પ્રેમીએ લાશ કારખાનામાં દાટી દીધી:જામનગરમાં 2 વર્ષ પહેલા પોલીસની ગુમનોંધનું‘રહસ્યમ’ હત્યામાં ખૂલ્યું, પ્રેમિકાને ત્રાસમાંથી છૂટકારો અપાવવા ખતરનાક પ્લાન ઘડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment