Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ-કાશ્મીરમાં 2 પોલીસ જવાન લાપતા:બંનેના મોબાઇલ પણ બંધ, આર્મી પેટ્રોલિંગ ટીમ સાથે હતા; વિસ્તારમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાયો

    11 hours ago

    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બુધવારે બપોરથી 2 સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ગુમ છે. બંને કિશ્તવાડના દૂરદરાજ વિસ્તાર દચ્છન-મરવાહમાં આર્મી પેટ્રોલિંગ ટીમ સાથે હતા. સૂત્રોએ દૈનિક ભાસ્કરને જણાવ્યું કે બંને ઢેરના પોસ્ટ તરફ જઈ રહ્યા હતા. ગુમ થતા પહેલાં તેમના મોબાઇલ પણ ચાલુ હતા, પરંતુ બાદમાં સ્વિચ ઓફ થઈ ગયા. દરમિયાન, જ્યારે આ ઘટના બની તે જ સમયે વિસ્તારમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. ઘટના બાદથી પોલીસ અને સુરક્ષા દળોએ બંને SPOની શોધ માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. SPO ગુમ થયા તે જ સમયે એરટેલ નેટવર્ક ખોરવાયું બંને SPO ગુમ થયા દરમિયાન આ જ વિસ્તારમાં એરટેલ નેટવર્ક સેવાઓ ખોરવાઈ હોવાની માહિતી પણ સામે આવી છે. એરટેલ કંપનીએ આ જ વર્ષે 10 માર્ચે મરવાહ વિસ્તારમાં પહેલી વાર મોબાઇલ નેટવર્ક સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઓક્ટોબરમાં ગુમ થયેલા SPOનો મૃતદેહ મળ્યો હતો 15 ઑક્ટોબર 2026ના રોજ SPO બશીર અહમદ કિશ્તવાડના ત્રિગામ સ્થિત પોલીસ પિકેટ પરથી સર્વિસ રાઇફલ સાથે ગુમ થયા હતા. બીજા દિવસે 16 ઑક્ટોબરે તેમનો મૃતદેહ ત્રિગામના જંગલમાં એક નાળા પાસેના ખાડામાં દફનાવેલી હાલતમાં મળ્યો હતો. 19 ઑક્ટોબરે પોલીસે આ હત્યાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનમાં પોલીસ ટીમ પર હુમલો, 11નાં મોત:ગેરકાયદેસર સોનાની ખાણ પર દરોડો પાડવા ગયા હતા, હુમલાખોરોએ પહાડીઓ પરથી ગોળીબાર કર્યો
    Next Article
    બિઝનેસ મંત્ર:તમે તમારા બિઝનેસને આગળ વધારવા ઈચ્છો છો તો 5 ભારતીય કંપનીઓ પાસેથી 5 બિઝનેસ લેસન્સ જાણો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment