Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુપૂર્ણિમાએ સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓની ભીડ:હનુમાનજીને સુવર્ણ વાઘાનો ભવ્ય શણગાર; દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા

    9 hours ago

    પવિત્ર ગુરુપૂર્ણિમાના અવસરે વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ હજારો ભક્તો દાદાના દર્શન અને સંતોના આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા. મંદિરને ભવ્ય શણગારથી સજાવવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધા, સેવા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા હજારો ભક્તોએ દાદાના દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. સમગ્ર મંદિર પરિસર 'જય કષ્ટભંજન દેવ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ગુરુપૂર્ણિમાના વિશેષ અવસરે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય અને મનમોહક શણગાર ધરાવવામાં આવ્યો હતો. સુવર્ણ આભૂષણો અને રંગબેરંગી પુષ્પોથી સજ્જ દાદાના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા. સવારે મંગળા આરતી બાદ શાસ્ત્રોક્ત વિધિથી વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું, અને હનુમાન ચાલીસાના પાઠ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ગુરુપૂર્ણિમા એ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પાવન દિવસ છે. હનુમાનજી દાદાને પોતાના ગુરુ તરીકે માનતા હજારો ભક્તોએ શ્રદ્ધાભાવથી દાદાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ, મંદિરમાં બિરાજમાન સંતોના ચરણોમાં નમન કરીને પૂજન-અર્ચન કર્યું હતું. સંતોના આશીર્વાદ મેળવી ભક્તોએ આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પીવાના પાણી, છાંયડા અને મહાપ્રસાદ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. દર્શન વ્યવસ્થા સુચારુ રહે તે માટે મંદિર પ્રશાસન અને સ્વયંસેવકો સતત સેવા બજાવતા જોવા મળ્યા હતા. ગુરુપૂર્ણિમાના આ પાવન દિવસે સાળંગપુર ધામ શ્રદ્ધા, સેવા અને ભક્તિના અલૌકિક રંગે રંગાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ભવનાથ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી.:ગિરનારની ગોદમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ: ભવનાથના ભારતી આશ્રમમાં સમાધિ પૂજન, મહાપ્રસાદ અને સંતવાણી સાથે હરિહરાનંદ બાપુએ આપ્યો ગુરુ મહિમાનો સંદેશ.
    Next Article
    સુરતના ‘નક્ષત્ર સેફ વોલ્ટ’ ચોરીકાંડની ઇન્સાઇડ સ્ટોરી:ચાવી બનાવનારને એક લોકર તોડવાના રૂ. 1,200 આપતા, CCTV ડિલીટ કરવા ગૂગલ જેમિનીનો ઉપયોગ; ચોરીનો આંક 3.50 કરોડે પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment