Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવનાથ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી.:ગિરનારની ગોદમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ: ભવનાથના ભારતી આશ્રમમાં સમાધિ પૂજન, મહાપ્રસાદ અને સંતવાણી સાથે હરિહરાનંદ બાપુએ આપ્યો ગુરુ મહિમાનો સંદેશ.

    10 hours ago

    ​ગરવા ગિરનારની પવિત્ર ગોદમાં આવેલા ભવનાથ ક્ષેત્રની આધ્યાત્મિક ભૂમિ પર ગુરુપૂર્ણિમાનો પવિત્ર તહેવાર અત્યંત શ્રદ્ધા, ભક્તિ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. ભવનાથ ખાતે આવેલા તમામ નામી-અનામી આશ્રમો અને ધાર્મિક સંસ્થાઓમાં સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. વિશેષરૂપે પ્રસિદ્ધ ભારતી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જૂના અખાડાના અધ્યક્ષ તથા ભારતી આશ્રમના મહામંડલેશ્વર 1008 પૂજ્ય હરિહરાનંદ ભારતી બાપુના વડપણ હેઠળ તમામ ધાર્મિક વિધિ-વિધાનો અને કાર્યક્રમો ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયા હતા. આ પાપનાશક અને પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી પધારેલા ભાવિક ભક્તો, સાધુ-સંતો અને આશ્રમના સેવકોએ લીન થઈને વહેલી સવારથી જ બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુની સમાધિનું વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત પૂજન-અર્ચન કર્યું હતું. આ સાથે ઉપસ્થિત સર્વે ભક્તજનોએ વર્તમાન મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુના ચરણાવિંદનું પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ​ગુરુપૂર્ણિમાના આ પાવન અવસરે આશ્રમમાં પધારેલા સંતો-મહંતો માટે વિશાળ ભંડારાનું વિશિષ્ટ આયોજન કરાયું હતું, જ્યારે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેનાર તમામ ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આખો દિવસ ભક્તિમય માહોલમાં ભજન, પૂજન અને ભોજનના ત્રિવેણી સંગમનો શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર લાભ લીધો હતો. આ ઉપરાંત રાત્રિના સમયે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં લોકપ્રિય અને નામી-અનામી કલાકારો તથા સુરોના સાધકો ઉપસ્થિત રહી પોતાના સુમધુર ભજનોની રમઝટ બોલાવી વાણીને પવિત્ર કરશે અને ગિરનારની ગોદને ભક્તિરસમાં સરોબોર કરશે. ​આ મહોત્સવ પ્રસંગે જૂના અખાડાના અધ્યક્ષ અને ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું હતું કે વેદો અને શાસ્ત્રોમાં ગુરુ વંદનાનો અને ગુરુના મહિમાનો અસીમ ગુણગાન ગાયો છે, કારણ કે ગુરુનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. તેમણે પ્રાચીન પવિત્ર શ્લોક "ધ્યાનમૂલં ગુરુમૂર્તિ, પૂજામૂલં ગુરુ પદમ્। મંત્રમૂલં ગુરુ વાક્યં, મોક્ષમૂલં સદ્ગુરુ કૃપા॥" નો સરળ અર્થ સમજાવતા કહ્યું કે, મનુષ્યે હંમેશા પોતાના હૃદયમાં ગુરુની મૂર્તિનું એટલે કે ગુરુ તત્વનું ધ્યાન ધરવું જોઈએ. પૂજા કરવી હોય તો સદ્ગુરુના ચરણ કમળની એટલે કે તેમના જમણા પગના અંગૂઠાની પૂજા કરવી જોઈએ. ગુરુમુખેથી નીકળેલા પ્રત્યેક વાક્યને મંત્ર સમાન ગણી તેનું જીવનમાં પાલન કરવું જોઈએ અને આ સંસારમાંથી મોક્ષ મેળવવાનો એકમાત્ર માર્ગ સદ્ગુરુની કૃપા જ છે. ​આજના આધુનિક યુગ અને પ્રાચીન પરંપરા વચ્ચેનો તફાવત દર્શાવતા હરિહરાનંદ ભારતી બાપુએ અત્યારના સમયમાં ઘટેલી સહનશક્તિ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, આજના સમયમાં લોકોમાં સહનશીલતા બિલકુલ રહી નથી અને સદ્ગુરુ દ્વારા ક્યારેક હિત માટે કઠોર વાક્ય બોલાઈ જાય તો શિષ્ય તરત જ દુઃખી થઈ જાય છે. પહેલાના જમાનામાં તો જ્યારે ગુરુ કોઈને શિષ્ય બનાવતા ત્યારે તેની આકરી કસોટી કરતા હતા. આશ્રમમાં ઝાડૂ-પોતા, કચરો સાફ કરવાથી માંડીને તમામ નાની-મોટી સેવા પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી. આ તમામ સેવાઓ બાદ શિષ્યની સહનશક્તિ અને પાત્રતા યોગ્ય લાગે ત્યારે જ તેને દિક્ષા આપી શિષ્ય તરીકે સ્વીકારવામાં આવતા હતા. ​રામચરિતમાનસની ચોપાઈનો સંદર્ભ આપતા હરિહરાનંદ બાપુએ વચનામૃતમાં આગળ કહ્યું કે, "બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુલભ સદ્ગ્રંથનિ ગાવા..." અર્થાત્ ઘણા જન્મોના અનેક પુણ્યકર્મોના પ્રતાપે આપણને આ દુલર્ભ મનુષ્ય અવતાર મળ્યો છે, જેને સદ્ગુરુના શરણમાં જઈને સાર્થક કરી લેવો જોઈએ. ગુરુ માટે સર્વસ્વ સમર્પણ કરવાની ભાવના સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, "નરતન વિષ વેલડી, ગુરુ અમૃત કી ખાન। શિશ કાટે ગુરુ મિલે, ફિર ભી સસ્તા જાન॥" અર્થાત્ આ માનવ શરીર વિષની વેલ સમાન છે અને ગુરુ એ અમૃતની ખાણ છે. જો પોતાનું શીશ અર્પણ કરીને પણ સાચા ગુરુની પ્રાપ્તિ થતી હોય, તોપણ તેને સસ્તું જ સમજવું જોઈએ. ​આજના શુભ દિવસે ભારતી આશ્રમમાં સૌપ્રથમ ગુરુ પૂજન અને સમાધિ પૂજન સંપન્ન થયું છે. ત્યારબાદ અત્યારે હરિનામ ભજન, ભજન બાદ સંતો અને ભક્તો માટે મહાપ્રસાદ એટલે કે ભોજન અને ભોજન પત્યા પછી પુનઃ ભજન તરફ આગળ વધવાનું છે. બપોર પછી પણ સુંદર ભજન અને કીર્તનનો કાર્યક્રમ નિરંતર ચાલુ રહેશે. રાત્રિના ભવ્ય સંતવાણીમાં પરબતદાન ગઢવી અને કીર્તિદાન ગઢવી જેવા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ઉપસ્થિત રહી તેમની પવિત્ર વાણી દ્વારા સંતવાણીની રમઝટ બોલાવીને આશ્રમમાં ઉપસ્થિત તમામ માઈભક્તોને ભક્તિરસમાં લીન કરશે
    Click here to Read More
    Previous Article
    ચાંદીપુરા વાયરસથી મહેસાણા જિલ્લામાં પ્રથમ મોત:બહુચરાજીના દેલવાડાની 4 વર્ષની બાળકીએ વડનગર સિવિલમાં દમ તોડ્યો; કુલ 16ના મોત, 6ની પુષ્ટિ
    Next Article
    ગુરુપૂર્ણિમાએ સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓની ભીડ:હનુમાનજીને સુવર્ણ વાઘાનો ભવ્ય શણગાર; દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment