Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદીપુરા વાયરસથી મહેસાણા જિલ્લામાં પ્રથમ મોત:બહુચરાજીના દેલવાડાની 4 વર્ષની બાળકીએ વડનગર સિવિલમાં દમ તોડ્યો; કુલ 16ના મોત, 6ની પુષ્ટિ

    14 hours ago

    મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા કેસો વચ્ચે અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. બહુચરાજી તાલુકાના દેલવાડા (ખાંટ) ગામની ચાર વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત(28 જુલાઈ) રાત્રે કરૂણ મોત નિપજ્યું છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે નોંધાયેલું આ પ્રથમ મોત હોવાથી આરોગ્ય તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ 16 બાળકોના મોત થયા છે જેમાં 6ના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. 26 જુલાઈએ તાવ અને ઉલટીના કારણે બાળકીને દાખલ કરી હતી મળતી માહિતી મુજબ દેલવાડા (ખાંટ) ગામની દ્વારિકા જીગરગીરી ગોસાઈ નામની બાળકીને રવિવારે(26 જુલાઈ)અચાનક તીવ્ર તાવ અને ઉલટીની ફરિયાદ શરૂ થતાં પરિવારે તેને તાત્કાલિક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. બાળકીના લક્ષણો શંકાસ્પદ જણાતાં આરોગ્ય વિભાગે તેના બ્લડ સેમ્પલ ચકાસણી અર્થે ગાંધીનગર લેબમાં મોકલ્યા હતા. સોમવારે આવેલા લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં જ બાળકીને વધુ સઘન સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં મોડી રાત્રે સારવાર દરમિયાન બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીને રવિવારે જ વેન્ટિલેટર પર રખાઈ હતી: ડૉકટર વડનગરના પીડિયાટ્રિક ડૉકટર પ્રજ્ઞાબેને જણાવ્યું કે બાળકીનો ચાંદીપુરા પોઝિટિવ હતો. શનિવારથી તાવ આવ્યો હતો. ઊલટીઓ થયા બાદ બાળકી ઘરે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે ખેંચ ચાલુ થઈ ગઈ હતી. મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ICUમાં એડમિટ કરવામાં આવી.ત્યારબાદ રવિવારે જ વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, પરંતુ તેના રિપોર્ટ બહુ ખરાબ આવી રહ્યા હતા. ‘બાળકીનું લોહી બોડીમાં ફરતું જ બંધ થઈ ગયું હતું’ અમારા ત્યાં બાળકી 28 જુલાઈએ આવી હતી. એ દરમિયાન બાળકીની હાલત બહુ ખરાબ હતી. બાળકીના ધબકારા અને બ્લડ પ્રેસર બહુ હાઈ હતું. દવાઓ આપવા છતાં કંટ્રોલ નહોતું આવતું. ત્યારબાદ બાળકીનું હાર્ટ બંધ થઈ ગયું હતું. અમે લોકો પમ્પ મારફતે તેના ધબકારા ફરી લાવ્યા હતા. જોકે બાદમાં તેનું મોત થઈ ગયું હતું. બાળકીનું લોહી બોડીમાં ફરતું જ બંધ થઈ ગયું હતું. રાત્રે 8 વાગ્યાના અરસામાં તો બાળકીનું મોત થઈ ગયું હતું. દેલવાડા ગામના 250થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ આ ઘટના બાદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કૌશિક ગજ્જરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો ત્વરિત એક્શન મોડમાં આવી ગઈ હતી. તંત્ર દ્વારા બાળકીના ઘર સહિત સમગ્ર દેલવાડા ગામના 250થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાયરસના ફેલાવાને અટકાવવા માટે ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ, દીવાલો પર ઇન્સેક્ટિસાઈડ સોઇંગ અને સ્પ્રેઇંગ સહિતની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. સરપંચે ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી બીજી તરફ ગામના સરપંચ ગોવિંદસિંહ સોલંકીએ તમામ ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે જો કોઈ પણ બાળકમાં અચાનક તાવ, ઉલટી, ચક્કર આવવા કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો સહેજ પણ બેદરકારી રાખ્યા વગર તુરંત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જેથી સમયસર તબીબી સારવાર પૂરી પાડી શકાય. બંદૂકની ગોળી જેવો ખતરનાક વાયરસ, ગુજરાતમાં ચાંદીપુરાની ડરામણી પેટર્ન 2024માં ગુજરાતમાં 82 બાળકોને ભરખી જનારો ચાંદીપુરા વાયરસ આ વખતે પણ કેટલાક બાળકોનો ભોગ લઈ ચૂક્યો છે. જેના કારણે આ વાયરસ શરીરમાં ઘૂસે છે તે સેન્ડ ફ્લાય (ભૂરા રંગની જીણી માખી) ગુજરાતના ગામડાંમાં જ છે? શું આ માખી શહેરમાં હોઈ શકે? ગુજરાતમાં ચાંદીપુરાની પેટર્ન ગોથે ચડાવનારી કેમ છે?વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    દિલ્હી પોલીસે Xને કહ્યું-PM પર વાંધાજનક પોસ્ટ હટાવો:પોસ્ટ કરનારનું નામ, સરનામું, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી પણ આપો
    Next Article
    ભવનાથ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી.:ગિરનારની ગોદમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ: ભવનાથના ભારતી આશ્રમમાં સમાધિ પૂજન, મહાપ્રસાદ અને સંતવાણી સાથે હરિહરાનંદ બાપુએ આપ્યો ગુરુ મહિમાનો સંદેશ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment