Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ખાનગી સ્કૂલ બસોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ:વારંવાર અકસ્માતો બાદ તંત્ર હરકતમાં, મોરબી-હળવદમાં તપાસ

    8 hours ago

    મોરબી જિલ્લામાં ખાનગી શાળાની બસોના વારંવાર થતા અકસ્માતોને પગલે તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પોલીસે ખાનગી શાળાની બસોનું સઘન ચેકિંગ શરૂ કર્યું છે. મોરબી શહેરના વિવિધ વિસ્તારો તેમજ હળવદની સરા ચોકડી પાસે પોલીસે સ્કૂલ બસો રોકી તપાસ હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન નિયમોનું પાલન ન કરતી બસો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, બે દિવસ પૂર્વે મિયાણી નજીક મંગલમ શાળાની બસને અકસ્માત નડ્યો હતો. આ ઉપરાંત, અગાઉ દેવીપુર નજીક બ્રિલિયન્ટ શાળાની બસ પણ અકસ્માતનો ભોગ બની હતી. ખાનગી શાળાની બસો દ્વારા થતા વારંવારના અકસ્માતો અને બેદરકારીના કિસ્સાઓને કારણે તંત્રએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. મોરબી અને હળવદ સહિતના વિસ્તારોમાં હાથ ધરાયેલા ચેકિંગમાં બસના દસ્તાવેજો, સલામતીના નિયમો અને અન્ય સંબંધિત બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. નિયમોનો ભંગ કરતી બસો સામે દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શામળાજીમાં ગુરુપૂર્ણિમાએ ભક્તો ઉમટ્યા:શામળિયાના દર્શને લાંબી કતારો લાગી, હીરા જડિત મુગટ અને સોનાના આભૂષણોનો વિશેષ શણગાર
    Next Article
    ચાંદીપુરા વાયરસથી મહેસાણા જિલ્લામાં પ્રથમ મોત:બહુચરાજીના દેલવાડાની 4 વર્ષની બાળકીએ વડનગર સિવિલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment