Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજીમાં ગુરુપૂર્ણિમાએ ભક્તો ઉમટ્યા:શામળિયાના દર્શને લાંબી કતારો લાગી, હીરા જડિત મુગટ અને સોનાના આભૂષણોનો વિશેષ શણગાર

    7 hours ago

    યાત્રાધામ શામળાજીમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અષાઢ સુદ પૂર્ણિમા, જેને ગુરુપૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે, તેનું વિશેષ મહત્વ છે. આ પવિત્ર દિવસે ભગવાન શામળિયાના દર્શન કરવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શામળાજી મંદિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન શામળિયાને આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાનને ધારણ કરાવવામાં આવ્યા હતા. શામળિયા ભગવાનને હીરા જડિત મુગટ અને સોનાના આભૂષણો પણ ખાસ પરિધાન કરાવવામાં આવ્યા હતા, જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન શ્રીકૃષ્ણને સર્વે જગતના ગુરુ માનીને ભક્તોએ શામળિયા ભગવાનને ગુરુ દક્ષિણા અર્પણ કરી પોતાનું ઋણ અદા કર્યું હતું. દિવસ દરમિયાન ભગવાન શામળિયાના તમામ મનોરથોની ઉજવણી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Punjab में Paper Leak या चीटिंग? Punjab Paper Leak Controversy | Harjot Singh Bains | Bhagwant Mann
    Next Article
    મોરબીમાં ખાનગી સ્કૂલ બસોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ:વારંવાર અકસ્માતો બાદ તંત્ર હરકતમાં, મોરબી-હળવદમાં તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment