Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઠમી અજાયબી:મેઘરાજાનું કાયમી સરનામું: અગુમ્બે

    1 day ago

    માયા ભદૌરિયા દેશભરમાં વરસાદે ભારે વેગ પકડ્યો છે. અનરાધાર વરસાદ પૃથ્વીને મન મૂકીને ભીંજવી રહ્યો છે, ત્યારે પ્રકૃતિપ્રેમી મન આપોઆપ જ કોઈ એવી જગ્યાએ પહોંચી જવા ઝંખે છે, જ્યાં મેઘરાજાનું સામ્રાજ્ય અખંડ હોય! ભારતની દક્ષિણમાં એક એવું સ્થળ છે જ્યાં મેઘરાજા લગભગ બારેમાસ મહેરબાન રહે છે. કર્ણાટકનો શિમોગા જિલ્લો, જ્યાં પશ્ચિમ ઘાટનાં ઘનઘોર જંગલો વચ્ચે એક ગામ છે અગુમ્બે. અહીં આશરે 7,000 મિલીમીટર જેટલો અતિભારે વરસાદ પડે છે, અને એટલે જ તેને પ્રેમથી દક્ષિણ ભારતનું ચેરાપુંજી કહે છે. અહીંનાં જંગલોનું રહસ્ય એ છે કે જમીનથી લઈને વૃક્ષોની ટોચ સુધી એક આગવી ઈકોસિસ્ટમ કામ કરે છે. અવિરત વાદળો અને ભેજને લીધે ઘરો, પથ્થરો અને વૃક્ષોની છાલ પર શેવાળનું મખમલી થર જામી જાય છે. અને તે આખા વિસ્તારને રહસ્યમય પરીકથા જેવો લુક આપે છે. અનરાધાર વરસાદ, ધુમ્મસની ચાદર અને ભીની માટીની સોડમ વચ્ચે અગુમ્બે માત્ર એક સ્થળ નથી રહેતું, પણ એક જાદુઈ અનુભવ બની જાય છે. ઐતિહાસિક વારસો પ્રાચીન રાજાઓનું શાસન: અગુમ્બે અને તેની આસપાસનો વિસ્તાર સદીઓ પહેલાં કેલાડી નાયકા શાસકો અને વિજયનગર સામ્રાજ્ય હેઠળ આવતો હતો. દરિયાકાંઠા અને મધ્ય કર્ણાટકને જોડતા પહાડી માર્ગોમાં અગુમ્બે એક મહત્ત્વપૂર્ણ સુરક્ષા અને વેપારી નાકું ગણાતું હતું. બ્રિટિશ કાળ અને માર્ગ નિર્માણ: બ્રિટિશ શાસન દરમિયાન, પશ્ચિમ ઘાટમાંથી પસાર થતો આ માર્ગ મલનાડ (જંગલ) વિસ્તારને દક્ષિણ કન્નડ (મેંગ્લોર) સાથે જોડવા માટે ખૂબ જ મહત્ત્વનો હતો. અંગ્રેજોએ અહીંના ડુંગરાળ વિસ્તારમાં વળાંકો ધરાવતો રોમાંચક ઘાટ રોડ તૈયાર કરાવ્યો હતો, જે આજે પણ એન્જિનિયરિંગનો અદભુત નમૂનો માનવામાં આવે છે. અગસ્ત્ય ઋષિ સાથે જોડાયેલી દંતકથા: સ્થાનિક લોકવાયકા અનુસાર, આ ગામનું નામ અગસ્ત્ય ઋષિ સાથે જોડાયેલું હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે અગસ્ત્ય ઋષિએ તપ માટે પશ્ચિમ ઘાટની આ શાંત અને પવિત્ર ટેકરીઓની પસંદગી કરી હતી. કિંગ કોબ્રાની રાજધાની અગુમ્બે માત્ર વરસાદ માટે જ નહીં, પણ કિંગ કોબ્રા માટે પણ જાણીતું છે. તેથી જ આ વિસ્તારને ‘કેપિટલ ઓફ કિંગ કોબ્રા’ કહે છે. અહીંના ઘનઘોર વર્ષાવનો કિંગ કોબ્રાનું પ્રાકૃતિક ઘર છે. વિશ્વમાં માત્ર અગુમ્બેનાં જંગલો જ એકમાત્ર સ્થળ છે, જ્યાં કિંગ કોબ્રા પોતે માળો બનાવીને ઈંડાં મૂકે છે! સૌથી મોટું આશ્ચર્ય એ છે કે સ્થાનિક લોકો સાપથી ડરતાં નથી કે તેમને નુકસાન પણ પહોંચાડતા નથી. તેમને પરિવારનો જ એક હિસ્સો માનવા સાથે પવિત્ર ગણે છે. કિંગ કોબ્રા અને અન્ય સરિસૃપોનાં સંરક્ષણ માટે જાણીતા પર્યાવરણવિદ્ અને 'ઈન્ડિયાસ સ્નેક મેન' રોમ્યુલસ વ્હીટેકરે અહીં 'અગુમ્બે રેઈનફોરેસ્ટ રિસર્ચ સ્ટેશન' (ARRS)ની સ્થાપના કરી. તે વન્યજીવ પ્રેમીઓ અને વૈજ્ઞાનિકો માટે ભારતમાં સંશોધનનું મુખ્ય કેન્દ્ર છે. 'માલગુડી ડેઝ'ની જીવંત સ્મૃતિઓ કેટલાને યાદ છે 90ના દાયકાનો લોકપ્રિય શો ‘માલગુડી ડેઝ?’ લેખક આર. કે. નારાયણનની આ કથાને શંકર નાગ દ્વારા પડદા પર જીવંત કરવા માટે અગુમ્બેના 'દોડ્ડામાને' (જેનો અર્થ થાય છે મોટું ઘર) નામના 150 વર્ષથી વધુ પ્રાચીન એવા પરંપરાગત લાકડાંના ઘરને પસંદ કર્યું હતું. આ ઘર આજે પણ કસ્તૂરી અક્કાનો પરિવાર ચલાવે છે અને અહીં પ્રવેશતાં જ એવું અનુભવાય છે જાણે તમે સીધા માલગુડીના એ કાલ્પનિક અને શાંત યુગમાં પહોંચી ગયા હો! કુંદાન્દ્રીનું રહસ્યમય અને પ્રાચીન જૈન મંદિર અગુમ્બે નજીક સમુદ્ર સપાટીથી આશરે 3,200 ફૂટની ઊંચાઈએ એક વિશાળ ખડક પર કુંદાન્દ્રીની પહાડીઓ આવેલી છે. આ જંગલોની વચ્ચે 17મી સદીનું એક અત્યંત પ્રાચીન જૈન મંદિર સ્થિત છે, જે આચાર્ય કુંદકુંદ સાથે જોડાયેલું માનવામાં આવે છે. આ જગ્યાનો ઐતિહાસિક ચમત્કાર એ છે કે આટલી ઊંચાઈ પર હોવા છતાં, અહીં આવેલા પથ્થરોના બે નાનાં તળાવો ગમે તેવા કપરા ઉનાળામાં પણ ક્યારેય સુકાતાં નથી અને હંમેશાં કાચ જેવા સ્વચ્છ પાણીથી ભરેલાં રહે છે! જોવાલાયક મુખ્ય આકર્ષણો સનસેટ પોઈન્ટ: કુંદાન્દ્રીની ટોચ પરથી કે અગુમ્બેના સનસેટ પોઈન્ટ પરથી સાંજના સમયે અરબી સમુદ્ર તરફનો અદભુત નજારો દેખાય છે. ધુમ્મસ વચ્ચેથી સૂરજનું આથમવું અને આકાશનું કેસરી, નારંગી તથા જાંબલી રંગોમાં બદલાવવું એ કુદરતના જાદુથી કમ નથી. બરકાણા ધોધ: સીતા નદીમાંથી પ્રગટતો આ ધોધ ભારતના સૌથી ઊંચા જળધોધમાંનો એક છે, જે લીલાંછમ જંગલો વચ્ચેથી નીચે પડે છે. જોગીગુંડી અને ઓનાકે અબ્બી ધોધ: શાંત વાતાવરણમાં કુદરતી શાંતિ માણવી હોય કે ટ્રેકિંગનો અનુભવ કરવો હોય તો આ ધોધ ઉત્તમ પસંદગી છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર સિક્યુરિટી:વૉટ્સએપ પર આવતી ફાઇલથી સાવધાન!
    Next Article
    મનદુરસ્તી:એક એવો થાક, જે ઉતરતો જ નથી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment