Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર સિક્યુરિટી:વૉટ્સએપ પર આવતી ફાઇલથી સાવધાન!

    1 day ago

    કેવલ ઉમરેટિયા તાજેતરમાં ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતા 'ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર' (I4C) દ્વારા એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાયબર ગઠિયાઓ હવે વૉટ્સએપ પર 'ઇનવોઇસ' (Invoice) કે બિલના નામે એક ખતરનાક માલવેર (Malware) મોકલી રહ્યા છે, જે તમારી પરસેવાની કમાણી પર તરાપ મારી શકે છે. કઇ રીતે થાય છે આ ફ્રોડ? આ ફ્રોડ તમને ડરાવી-ધમકાવીને નહીં, પરંતુ તમારી જિજ્ઞાસા અને રોજિંદી જરૂરિયાતોનો ફાયદો ઉઠાવીને કરવામાં આવે છે. તમને વૉટ્સએપ પર કોઈ અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવે છે. આ મેસેજમાં એક ફાઇલ એટેચ કરેલી હોય છે, જેનું નામ કંઈક આવું હોય છે - ‘Invoice_View_Details’, ‘Electricity_Bill_Update’ અથવા ‘Courier_Receipt.’ સામાન્ય માણસ એવું વિચારીને ફાઇલ પર ક્લિક કરી દે છે કે કદાચ તેણે કોઈ ઓનલાઇન સામાન મંગાવ્યો હશે અથવા તો લાઇટબિલ બાકી હશે. અહીં જ સૌથી મોટી ભૂલ થઈ જાય છે. આ ફાઇલ હકીકતમાં કોઈ બિલ કે PDF ડોક્યુમેન્ટ નથી હોતી, પરંતુ એક .APK (એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજ) ફાઇલ હોય છે. આ ફાઇલ પર ક્લિક કરો તો શું થાય? જેવી તમે આ ફાઇલ પર ક્લિક કરો છો, તમારા ફોનમાં બેકગ્રાઉન્ડમાં એક ખતરનાક એપ ઇન્સ્ટોલ થઈ જાય છે. આ કોઈ સાધારણ વાઈરસ નથી હોતો, પણ એક પાવરફુલ બેન્કિંગ ટ્રોજન અથવા ‘રિમોટ એક્સેસ ટૂલ’ હોય છે. એકવાર આ માલવેર ઇન્સ્ટોલ થઈ ગયો, એટલે સાયબર ગઠિયાઓને તમારા ફોનનો પૂરેપૂરો કંટ્રોલ મળી જાય છે. તેઓ સેંકડો કિલોમીટર દૂર બેસીને તમારા ફોનનો સ્ક્રીન જોઈ શકે છે. તમારી ડિજિટલ ઓળખની ચોરી કરી શકે છે અને તમારા ફોનની નોટિફિકેશન મેનેજમેન્ટ સિસ્ટમને હેક કરી લે છે. એટલે કે જ્યારે તેઓ તમારા બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરશે, ત્યારે જે OTP તમારા ફોન પર આવશે તે તમને સ્ક્રીન પર દેખાશે જ નહીં. હેકર એ OTP ને ચૂપચાપ વાંચીને ડિલીટ કરી દેશે. ઇનવોઇસ સિવાય બીજાં ઘણાં રૂપ છે સાયબર ગઠિયાઓ આ માલવેર ફેલાવવા માટે સતત નવા-નવા કીમિયા અજમાવી રહ્યા છે. ઇનવોઇસ સિવાય, આ માલવેર બીજાં ઘણાં રૂપોમાં પણ મોકલવામાં આવી રહ્યો છે. જેમ કે, લગ્ન કે બીજા કોઇ આમંત્રણ કાર્ડના નામે મોકલવામાં આવતી ફાઇલ. કોઈ મોટી ઈ-કોમર્સ સેલના નામે કેશબેક અથવા વાઉચરની લાલચ. બેંક એકાઉન્ટ કે સિમ કાર્ડ બ્લોક થઈ જવાનો ડર બતાવીને મોકલવામાં આવતી ‘સપોર્ટ ફાઇલ.’ RTO ચલણના નામે આવતી ફાઇલ. શું ધ્યાનમાં રાખવું? કોઈપણ અસલી બિલ, રસીદ કે ઇનવોઇસ હંમેશાં .pdf, .doc કે ઇમેજ (.jpg/.png) ફોર્મેટમાં હોય છે. જો ફાઇલના નામની પાછળ .apk લખેલું હોય (જેમ કે - Invoice.apk), તો તેને ભૂલથી પણ ઓપન ન કરવી. તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ અને ‘Install from Unknown Sources’ (અજાણ્યા સ્રોતમાંથી એપ ઇન્સ્ટોલ કરો)ના વિકલ્પને હંમેશાં Off (બંધ) રાખો. આનાથી જો તમે ભૂલથી કોઈ .apk ફાઇલ પર ક્લિક કરી પણ દેશો, તો ફોન તેને ઇન્સ્ટોલ થવા જ નહીં દે. કોઈપણ નવી એપ ઇન્સ્ટોલ કરવા માટે હંમેશાં સત્તાવાર Google Play Store અથવા Apple App Storeનો જ ઉપયોગ કરો. વૉટ્સએપ કે ટેલિગ્રામ પર આવેલી કોઈપણ ફાઇલ પરથી એપ ઇન્સ્ટોલ ન કરવી. અજાણ્યો નંબર તમને આવી ફાઇલ મોકલે છે, તો તેને સીધો બ્લોક અને રિપોર્ટ કરો. જો કોઈ ઓળખીતાના નંબર પરથી આવી ફાઇલ આવે, તો પહેલાં તેમને કૉલ કરીને ખાતરી કરો (બની શકે કે તેમનું વૉટ્સએપ પણ હેક થઈ ગયું હોય). જો તમે આ છેતરપિંડીનો શિકાર બની જાઓ, તો ડરો નહીં. તરત જ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરો અને cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. સમયસર નોંધાવેલી ફરિયાદ તમારા પૈસા પાછા લાવી શકે છે. ટેક્નોલોજી આપણી સુવિધા માટે છે, પરંતુ સાવધાની વિના તે એક મોટું જોખમ પણ બની શકે છે. તમારી ડિજિટલ સુરક્ષાને પ્રાથમિકતા આપો અને કોઈપણ અજાણી ફાઇલ પર ક્લિક કરતાં પહેલાં સો વાર વિચાર કરો.
    Click here to Read More
    Previous Article
    મેંદી રંગ લાગ્યો:અજવાળી આઠમનાં આણાં આવિયાં રે લોલ
    Next Article
    આઠમી અજાયબી:મેઘરાજાનું કાયમી સરનામું: અગુમ્બે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment