Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેંદી રંગ લાગ્યો:અજવાળી આઠમનાં આણાં આવિયાં રે લોલ

    1 day ago

    નીલેશ પંડ્યા સૈયર મોરી ચાંદો ઊગ્યો ચોકમાં, અજવાળી આઠમનાં આણાં આવિયાં રે લોલ. સૈયર મોરી સસરો આણે આવ્યા જો, સસરાજી ભેળી તે નહિ જાઉં સાસરે રે લોલ. સૈયર મોરી જેઠ આણે આવ્યા જો, જેઠજી ભેળી તે નહિ જાઉં સાસરે રે લોલ. સૈયર મોરી દેર આણે આવ્યા જો, દેરજી ભેળી તે નહિ જાઉં સાસરે રે લોલ. સૈયર મોરી પિયુ આણે આવ્યા જો, પિયુજી ભેળી તે હાલી સાસરે રે લોલ. પરિણીતા માટે પિયરનું મહાત્મ્ય કેટલું હોય એ પુરુષ ક્યારેય સમજી નથી શકતો. આપણે ત્યાં એવું કહેવાય છે કે સ્ત્રી જ્યારે પિયર જવાનું કહે ત્યારે એને રાજીખુશીથી જવા દેવી. સૌથી પહેલાં તો સાસુ-સસરા, ઘરના અન્ય કોઈ વડિલ કે પતિની મંજૂરી મળતાં જ એના ઉરમાં આનંદના ઓઘ ઉછળવા માંડે છે. બીજું એ પણ એટલું જ સાચું છે કે પિયર ગયેલી સ્ત્રીને પોતાના પતિ અને સાસરિયાંની ભારોભાર ચિંતા રહેતી હોય, એટલે એ વહેલામાં વહેલી તકે પાછી સાસરિયે આવી જવા મક્કમ હોય છે. વળી બહેનોને અમુક ઉંમર સુધી જ, ખાસ તો માતા-પિતાની હયાતીમાં પિયર જવાની તીવ્ર તમન્ના થતી હોય, પછી પોતે જ ત્યાં જવાનું ઓછું કરી નાખે છે અથવા પ્રસંગોપાત જાય છે. ‘સૈયર મોરી ચાંદો ઊગ્યો ચોકમાં...’ બહુ રૂડું લોકગીત છે. નાની ઉંમરમાં વહુ બની ગયેલી એક દીકરી આણું રોકાવા પિયર આવે, પછી એને લીલીવાડી સમું પિયર, બાળપણની સખીઓ, જ્યાં આંબલી-પીપળી રમી હોય એવાં પાદરનાં ઝાડવાં, પરવાડે વહેતી નદી છોડીને જવું કેમ ગમે? છતાં સ્ત્રીના જીવનમાં એ યોગ લખેલો જ હોય છે, એટલે એને પરઘેર જવું પડે છે ને એ ઘરને પોતિકું કરી લેવું પડે છે. આપણી માતાઓ-બહેનોએ એમ કર્યું જ છે ને! લોકગીતની નાયિકા જાણે કે રાસડા લેતાં-લેતાં પોતાની સહેલીઓને સંબોધીને કહે છે કે અજવાળી આઠમનું સારું મુહૂર્ત આવ્યું હતું, આકાશે ચંદ્ર ખીલ્યો હતો ને મને મારા સસરા આણું તેડવા આવ્યા, પણ મેં ના પાડી દીધી કે હું સસરા સાથે નહીં જાઉં. બીજા સારા મુહૂર્તે મારા જેઠ અને પછી દિયર પણ આવ્યા, તોય હું ન ગઈ. અંતે મારો પતિ મને તેડવા આવ્યો ત્યારે છેક હું સાસરે ગઈ. આમ જોઈએ તો વાતમાં ખાસ કાંઈ નથી. સાસરિયાના ત્રણ પુરુષોને પાછા મોકલ્યા એ યોગ્ય છે? ના, પણ પરણ્યા સાથે જવાનો ઉમંગ અનેરો હોય એ સમજી શકાય એવું છે. બીજો અર્થ એ નીકળે કે ત્રણ શુભ દિવસો ચૂકવી દીધા, એટલા દિવસો કે મહિનાઓ પિયરમાં રહેવા મળ્યું ને સમય જતાં પોતે થોડી પરિપક્વ બની ગઈ! બાળલગ્નની પરંપરાનો સીધો જ પ્રતિકાર નહોતો કરી શકાતો અથવા એની સામે દીકરીઓ બંડ નહોતી પોકારી શકતી, એટલે આવાં ‘સાપ મરે નહીં ને લાઠી ભાંગે નહીં’ એવા નુસખા શોધી લેતી હતી. આવાં અન્ય લોકગીતો પણ મળે છે, જેમકે- રામ જોવા હાલીરે, જીવણ જોવા હાલી મારી ઓછી ઉંમરમાં... બાર વરસની ગણગારી ગૂજરી, તેર વરસનો પરણ્યો...
    Click here to Read More
    Previous Article
    ડૉક્ટરની ડાયરી:ભટકને કે બાદ મિલતા હૈ જો સહી રાસ્તા,પહુંચતા હોગા ભગવાન તક વહી રાસ્તા
    Next Article
    સાયબર સિક્યુરિટી:વૉટ્સએપ પર આવતી ફાઇલથી સાવધાન!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment