Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓક્સિજન:પરજા તંતર

    1 day ago

    ‘વિરોધ કરનારને ગૂંચવી નાખો.’ પોતાના વિરોધમાં રેલી નીકળવાની છે તે સાંભળતા જ મંત્રીએ સ્ટાફને સૂચના આપી. સ્ટાફને શું કરવું તે બરાબર ખબર હતી. એક કોડવર્ડ કહેવાયો અને સહુ ચોક્કસ પ્લાન પ્રમાણે લાગી ગયા- રેલી મંજૂરી વગર નીકળી છે એટલે રોકો, ના માને તો ધરપકડ કરો, ફરિયાદ કરે તો ચલક ચલાણું રમાડો, મળવા માંગે તો શહેર છોડી દો, વાતો ચગે તો દેશદ્રોહનું કલંક લગાડો અને છતાં પરિસ્થિતિ કાબૂમાં ના આવે તો બીજો મુદ્દો ઊભો કરી ધ્યાન ભટકાવો. લોકોને એવી ભુલભુલામણીમાં નાંખો કે સાચો રસ્તો શોધી તે આ ગૂંચવાડામાંથી બહાર જ ના આવી શકે. આ જ એમનો દરવખતનો પ્લાન, અને એનો કોડવર્ડ એટલે જંતર મંતર. મંત્રીનું ધાર્યુ થયું. રેલી નીકળે તે પહેલાં જ ચળવળકર્તાઓ, તેમને સાથ આપતા નાગરિકો આ જંતર મંતરમાં ભરાઈ પડ્યા. વિરોધનાં વાદળાં વિખરાઈ ગયાં. મહિનો વીત્યો. કોઇ સામાજિક સંસ્થાના મકાનનું ખાત મુહૂર્ત કરવા મંત્રીને આમંત્રણ મળ્યું. વિશાળ જાહેર સમારોહમાં દસેક હજારની મેદની જોઈને મંત્રીને મોજ પડી. કાર્યક્રમ મુજબ, ખાત મુહૂર્ત પહેલાં, તેનું હારથી સ્વાગત અને ત્રાજવે તોળીને સન્માન થવાનું હતું. ખરો કાર્યક્રમ હવે શરૂ થયો. એ વિશાળ જનમેદની સામે, ટીવી અને સોશિયલ મીડિયાની હાજરીમાં, સૌપ્રથમ એવા 51 ખાસડાંનો હાર પહેરાવવામાં આવ્યો જે ન્યાય ના મળે ત્યાં સુધી જૂતાંનો ત્યાગ કરનારા લોકોનાં હતાં. ત્યારબાદ, 101 કિલો પસ્તીથી તોલવામાં આવ્યો જે રદ થયેલી પરીક્ષાના પ્રશ્નપત્રો હતા. નાના-મોટા ખાડામાંથી પસાર થઈ ખાત મુહૂર્તના સ્થળે પહોંચતા સુધી તે બે વાર ગબડી પડ્યો. તેના આડંબરનું વસ્ત્રાહરણ જનતા લાઇવ જોઈ રહી હતી. લોકજુવાળ- મીડિયા સામે પોલીસ લાચાર હતી. પ્રજાના સવાલોથી ભાગતો એ પબ્લિસિટીના મોહના કારણે સામેથી આવીને એવો ભરાઈ પડ્યો. તેની બચાવ માટેની આજીજી સાંભળી અધિકારી મૂછમાં હસતા બોલ્યા, ‘આ તમારા જંતર મંતરનો જવાબ છે, પરજા તંતર! સત્તા પર લાવી શકે છે તો શાસન હલાવી પણ શકે છે.’
    Click here to Read More
    Previous Article
    સહજ સંવાદ:લોકતંત્રમાં ‘અરાજકતાનું વ્યાકરણ’ ચાલતું રહેશે?
    Next Article
    મેનેજમેન્ટની ABCD:બ્રોડબેન્ડિંગ અજમાવો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment