Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેનેજમેન્ટની ABCD:ક્રિએટિવિટીનો કરિશ્મા

    1 day ago

    બી.એન. દસ્તુર આપણા દેશની આગેવાન કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયર બની કાવસજી જર્મનીમાં સ્થિર થયા. બે-ચાર નોકરી કરી, પોતાનો બિઝનેસ શરૂ કર્યો. રસોડામાં વપરાતાં ઉપકરણો બનાવવાની ફેક્ટરી નાંખી. રાત-દિવસ મહેનત કરી, સફળ ઉદ્યોગપતિ બન્યા. નાનપણની સ્વીટહાર્ટ શિરિનને પરણી ગયા. એમનાં ડિઝાઈન કરેલાં ઉપકરણો એવો રંગ લાવ્યાં કે એ મશહૂર થયા ‘કાવસજી ક્રિએટિવ’ના નામથી. શિરિન ફરિયાદ કરવા લાગી કે ‘મારો કાવસ વર્કોહોલિક બની ગીઓચ. નથી ફિલમ જોતો, ટી.વી. જોતો, એન્ટરટેઈનમેન્ટનો દુશ્મન બની ગીઓચ.’ ક્રિસમસના તહેવારોમાં, મશહૂર અરેબિયન બેલી ડાન્સર લયલા જર્મની આવી. એના પરફોર્મન્સ ઉપર સૌ વારી ગયાં. શિરિને જીદ કરી અને કચવાતા મને કાવસજીએ લયલાના શોની ટિકિટ ખરીદી. લયલા સ્ટેજ ઉપર આવી. બેલી ડાન્સ શરૂ કર્યો અને કાવસજી એને ફાટી આંખે જોઈ રહ્યા. શિરિન તો રાજી રાજી. બોલી, ‘કાવસ ડાર્લિંગ, આઈ એમ સો હેપ્પી કે તું લયલાનો બેલી ડાન્સ એન્જોય કરે છે.’ કાવસજીએ ખિજવાઈને કહ્યું, ‘વિલ યુ ફોર ગોડ્સ સેક શટ અપ? બકબક બંધ કર. મને એક નવાં મિક્સર-ગ્રાઈન્ડરનો વિચાર આવેચ.’ આ છે તફાવત એક નૉર્મલ ઈન્ટેલિજન્ટ ઇન્સાન અને ક્રિએટિવ ઇન્સાનમાં. સૌને લયલાની બ્યૂટી દેખાય, પણ કાવસજી ક્રિએટિવને મિક્સર-ગ્રાઈન્ડરની નવી રિવોલ્યુશનરી ડિઝાઈન દેખાય. સામાન્ય નૉર્મલ ઇન્સાન ચલાચાલુ રસ્તે ચાલવાનું પસંદ કરે છે. જરૂરિયાત અને સંજોગો પ્રમાણે દિશાઓ બદલે છે, ઝડપ બદલે છે. નૉર્મલ વ્યક્તિ સમસ્યાઓનાં ચીલાચાલુ સમાધાનો શોધે છે. જે કરવા જેવું છે તે કરે છે. એની આવડત, પ્રતિભા, જ્ઞાન અને અનુભવને સહારે જે કરવા જેવું છે તે અસરકારક રીતે કરે છે. એનો માઈન્ડ-સેટ છે એક અફલાતૂન એકાઉન્ટન્ટનો, કુશળ એન્જિનિયરનો, અચ્છા સર્વિસ પ્રોવાઈડરનો. જે ક્રિએટિવ છે એને જે કંઈ બની રહ્યું છે તેમાં તકો દેખાય છે. દરેક સફળતામાં, દરેક નિષ્ફળતામાં એને છુપાયેલી તકો દેખાય છે. એ પેટ્રોલ એન્જિન અને ઈલેક્ટ્રિક બેટરીનાં લગ્ન કરી હાઈબ્રિડ કાર બનાવે છે. મોટરસાઈકલને છકડામાં અને સ્કૂટરને રિક્ષામાં તબદીલ કરે છે. લીંબુમાંથી મોહિતો બનાવે છે અને વધેલાં શાકભાજીમાંથી પાઉં-ભાજી. અખબારો, મીડિયા છલકાય છે સાઈબર ફ્રોડના ક્રિએટિવ રસ્તાઓથી. અમદાવાદ પોલીસના સાઈબર સેલમાં મેં છ મહિના કામ કર્યું અને સાઈબર ક્રાઈમના ઉસ્તાદોના જે કરિશ્મા જોયા, જે ક્રિએટિવિટી જોઈ, એનું વર્ણન કરવાની નથી આવડત, નથી હિંમત. વારંવાર પૂછાતો સવાલ એ છે કે ક્રિએટિવિટી ઈશ્વરે આપેલી પ્રતિભા છે કે એ શીખી શકાય છે? અનુભવ એવો છે કે નૉર્મલ વ્યક્તિ ક્રિએટિવ બની શકે છે. ક્રિએટિવ ઇન્સાનની દોસ્તી કરો. બટાકામાંથી બાવીસ અને ઇંડાંમાંથી એકવીસ વાનગીઓ બનાવવાના પ્રયત્નો કરી, દિમાગની ક્રિએટિવ બત્તી સળગાવો. ચીલાચાલુથી દૂર રહો. જે કરવાનું છે તે કેટલી અને કઈ રીતે કરી શકાય તે શોધો. યાદ રાખો, દરેક નિષ્ફળતામાં, સફળતામાં, પરિવર્તનમાં તકો છુપાયેલી હોય છે. અને કાવસજીની જેમ મિક્સર-ગ્રાઈન્ડર બનાવો તો એ લયલા જેટલું જ ખૂબસૂરત બને એનું પણ ધ્યાન રાખો.
    Click here to Read More
    Previous Article
    ગતકડું:કાગળિયાંની ગાડી
    Next Article
    ઓક્સિજન:આ છે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment