Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગતકડું:ધાક, ધમકી અને ‘ધણી’ની દશા!

    1 week ago

    ડૉ. પ્રકાશ દવે ગુ જરાતી ભાષામાં બે મજાના શબ્દો છે: ‘ધાક’ અને ‘ધમકી.’ અલગ-અલગ શબ્દ હોવા છતાં આ શબ્દો એકસાથે બોલાય છે. પોઈન્ટ ટુ બી નોટેડ કે આ બંને શબ્દો નારી જાતિના છે! એટલું જ નહીં, આ બંને શબ્દોના નર જાતિના શબ્દો ઉપલબ્ધ નથી. એટલે કે ધાક બેસાડી શકાય છે અને ધમકી આપી શકાય છે, પણ ‘ધાકો’ બેસાડી શકાતો નથી કે ‘ધમકો’ આપી શકાતો નથી. અલબત્ત, ધાક અને ધમકીનું કાર્યક્ષેત્ર અલગ-અલગ છે. ધાક બેસાડી શકાય અને ધમકી આપી શકાય. ધાક અને ધમકીમાં શક્તિશાળી કોણ, એ વિશે આખા વિશ્વમાં મતમતાંતર પ્રવર્તે છે. કારણ કે અસરકારક ધમકી આપવા માટે ધાક હોવી જરૂરી છે, પણ ધમકી આપ્યા વિના ધાક બેસતી નથી. એટલે આ બંનેમાં ચડિયાતું કોણ, એ પ્રશ્ન ભારે પેચીદો બની ગયો છે. ધાક અને ધમકી એક સિક્કાની બે બાજુ નથી. બંને સમાનાર્થી શબ્દો પણ નથી. ‘એક દૂજે કે લિયે’ જેવો સંબંધ પણ નથી. બંને વચ્ચે મૈત્રીકરાર હોય એવું લાગે છે. ધાક બેસાડવી બહુ અઘરી છે. ધાકને ઊભું રહેવું વધારે ગમે છે; ધાક જલ્દી બેસતી નથી. ધાક બેસાડવા માગતા લોકો ધાકને સતત ધક્કા માર્યા કરે છે, તો પણ એણે બેસવું હોય ત્યારે જ અને બેસવું હોય તો જ બેસે છે. એ પણ ખરું છે કે એકવાર બેસી જાય પછી એ જલ્દી ઊઠતી પણ નથી. ધાક બેસાડનાર માણસ ઊઠી જાય તો પણ એણે બેસાડેલી ધાક બેઠી જ રહે છે. ધાક બેસાડવાના પ્રયાસમાં ક્યારેક નાક ગુમાવવાનો વારો આવે છે. વળી, મોટાભાગે એક વ્યક્તિની ધાક બેઠી હોય ત્યાં બીજી વ્યક્તિની ધાક બેસી શકતી નથી. એ માણસ શ્રેષ્ઠ છે કે જે પોતાની જાત પર ધાક બેસાડી શકે છે! એક પતિને તેની પત્નીને ધમકી આપવાનું મન થયું. તેણે ઊંચા અવાજે કહ્યું, ‘તું આજે મને બટેટાનું શાક બનાવી દે છે કે...’ ‘ના.’ પત્નીએ પતિને બોલતો અટકાવીને સ્પષ્ટ ભાષામાં ના પાડી. પત્નીની ધાક ભરેલી ‘ના’ સાંભળીને પતિએ ધમકીને ડાઈવર્ટ કરતા કહ્યું, ‘ઓકે, આ તો શું કે તું કહેતી હતી કે ઘરમાં બટેટા નથી, ને હું ગામમાં જાઉં છું તો લેતો આવું!’ અહીં સમજદાર લોકો સમજી ગયા હશે કે ધાક વિનાની ધમકી અસર કરતી નથી. ધમકી આપવા માટે ધાક હોવી જરૂરી છે. જેવી જબરી ધાક હોય એવી મોટી ધમકી તમે આપી શકો છો. અહીં એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ધમકી આપવા માટે તમારી પોતાની ધાક હોવી જરૂરી નથી. જેમ બીજા દેશના અંતરિક્ષ કેન્દ્રનો ઉપયોગ કરીને ઉપગ્રહ છોડી શકાય છે, એમ બીજા કોઈની ઉછીની ધાકનો ઉપયોગ કરીને પણ તમે ધમકી આપી શકો છો. વ્યક્તિથી માંડીને વિશ્વકક્ષાએ આ ઉછીની ધાકથી અપાતી ધમકીનો ધંધો ધમધોકાર ચાલે છે. જેમ કે સ્કૂલમાં બાળક બીજા બાળકને ધમકી આપતું હોય છે: ‘મને તારી નોટબુક આપજે નહીંતર હું મારી મમ્મીને બોલાવીને આવીશ.’ એ જ રીતે અમુક દેશ કોઈ ધાકવાળા દેશના દમ પર આખી દુનિયાને ધમકી આપતા ફરે છે! ધમકી બે રીતે આપી શકાય છે: પહેલી પ્રત્યક્ષ ધમકી અને બીજી પરોક્ષ ધમકી. સીધી કે પ્રત્યક્ષ ધમકીમાં તમારે નામજોગ ઓર્ડર કાઢવાનો હોય છે. દાખલા તરીકે: ‘આ વેકેશનમાં આબુ ફરવા નહીં લઈ જાઓ તો તમારા કપડાંને ઈસ્ત્રી નહીં કરી દઉં, કરજો જાતે.’ આવી પ્રત્યક્ષ અપાતી ધમકીની ત્વરિત અને સચોટ અસર થાય છે. પણ આવી પ્રત્યક્ષ ધમકી આપવા માટે તમારી ધાક બહુ મજબૂત હોવી જરૂરી છે, અન્યથા ધમકી ‘બુમરેંગ’ સાબિત થઈ શકે છે. ઢીલીપોચી ધાક ધરાવતા લોકો પરોક્ષ ધમકી આપવાનું પસંદ કરે છે. હિન્દીમાં એને ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના’ તરીકે ઓળખવામાં આવે છે. વારંવાર અપાતી ધમકી અંતે નબળી પડી જાય છે. ઘણા લોકો ધમકીને ઘાતક હથિયાર માને છે અને એને વાપરવાનો વિરોધ કરે છે. એવા લોકોએ ધમકીને મળતું આવતું પણ ઓછું અસરકારક એવું ‘ચીમકી’ નામનું હથિયાર વિકસાવ્યું છે. ચીમકી એટલે પ્રારંભિક ધમકી! ચીમકી પરિપક્વ બને એટલે ધમકી બની જાય છે. અપાય એ ધમકી અને ઉચ્ચારી શકાય એ ચીમકી! ધમકી આપવી એ એક કલા છે. ધમકીમાં પ્રમાણભાન જાળવવાનું હોય છે. પ્રમાણભાન ભૂલીને ધમકી અપાય એને ધમકી આપી ન કહેવાય, ‘ધમકાવ્યા’ કહેવાય! ધમાકા ન કરી શકે એ ધમકી આપીને સંતોષ માની લે છે.
    Click here to Read More
    Previous Article
    ઓફબીટ:આવતીકાલ અને ગઈકાલ જેને મળે છે તે આજ છે
    Next Article
    મેનેજમેન્ટની ABCD:‘અશક્ય’ સિર્ફ એક અભિપ્રાય છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment