Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીલે ગગન કે તલે:જેસિકા

    1 day ago

    ગગનવાલા કેનેડાને ભારતનો ઉપગ્રહ કહે છે, એક વિનોદ, ઓકે? અથવા ઇન્ડયા દા પંજાબ દરઅસલ કેનડ્ડા દા સેટલાઇટ હોન્દા પ્યા. કેનેડાના ગ્રેટર ટોરેન્ટો એરિયા(GTA)નો દેશી સીન સિંહ જેવા દિલવાળા સિંઘ સરદારજીઓની કરપાણ જેવો તેજીલો છે. ગગનવાલાના નેફ્યુ અને નીસ લોકો કેનડ્ડા વિચ રહેન્દા પ્યા અને ગગનવાલા શરદીથી ગળતા નાક સાથે આખી રાત તીન તાલમાં ખાંસી ખાતા ખાતા આપના મનોરંજનાર્થે આ કિસ્સા તોતા મૈના લિખદા પ્યા. જેમકે આખા કેનેડાની અડધી ભારતીય વસ્તી આ એક જ મેટ્રોપોલિસમાં છે. અને એમાંયે એનું બ્રેમ્પટન સબર્બ બેઝિકલી ભારતનો ઉપગ્રહ પંજાબ છે. એનું કારણ બી પંજાબી ભાંગડા જેવું ચકનાચૂર છે: હિન્દી ફિલ્લમ, ઓય્ય! સન 70ના દાયકામાં આ વિસ્તાર પછાત હતો ને ભાડાં સસ્તાં હતાં અને એટલે 1972માં, બિઝનેસમેન ગિયાન નાઝે એક બંધ પડેલું ઈસ્ટવુડ થિયેટર ભાડે લઈને 35મીમી હિન્દી ફિલ્મો બતાવવાનું શરૂ કર્યું. આપણને થાય કે આખી પંજાબી ને ટોટલ ગુજરાતી ને ઇંડિયન પબલિક પ્યાર હુઆ ઇકરાર હુઆ ગણગણતી સોઢા શણગારીને તે થિયેટર તરફ સનનનન કરતી ખેંચાઈ આવી. મહિલાઓને ફેન્સી સાડીઓ ધારણ કરવાનો એક અવસર મળ્યો. અને થિયેટર પછી ચુન ચુન કરતી આયી ચાય કી દુકાન ને ફિર બડેબડે બિઝનેસ! ખાણીપીણી ને ગ્રોસરીને રહેઠાણનાં મકાનો ને ફ્રીકિંગ કાર ડીલર્સ ને કાર ઇશ્યોરન્સ ને લાઇક ધેટ લાઇક ધેટ! ટુડે, યુ વોન્ટ બિલીવ ઇટ, પણ GTAમાં ઉત્તર અમેરિકાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે, BAPS શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય કેરું, ભારતથી મોકલવામાં આવેલા 24,000+ હાથથી કોતરેલા પથ્થરોથી બનેલું BAPS મંદિર અને સૌથી મોટું શીખ ગુરુદ્વારા, ઓન્ટારિયો ખાલસા દરબાર, બંને GTAમાં છે. ઈ.સ. 2020 સુધીમાં કેનેડામાં દસ લાખથી વધુ ભારતીય નાગરિકો વસી ગયેલા, જેમાંથી અડધા GTAમાં રહે છે. મજાકમાં કહેવાય છે કે બ્રેમ્પટનનાં વેચાઉ હાઉસિસ ક્યારેય Realtor.ca પર આવતાં જ નથી - લિસ્ટ થયાના ૨ કલાકમાં જ પટેલ અને સિંઘના વોટ્સએપ ગ્રુપમાં વેચાઈ જાય છે. ઇન્ટરનેટ ઉપર કેનેડામાં ભારતીયોના આગમનનો ચિતાર આમ જડે છે: કેનેડાની ભૂમિ ઉપર પગ મૂકનાર પ્રથમ શીખ ભાયડો હતા 1897માં સરદાર કેસુર સિંઘ! તે બ્રિટિશ ઇન્ડિયન રેજિમેન્ટ સાથે બ્રિટિશ સામ્રાજ્યના પ્રવાસે આવ્યા હતા. ઈ.સ. 1901ની વસતી ગણતરીમાં બ્રિટિશ કલમ્બિયા (BC) અને Ontario બે સ્ટેટ્સમાં ભારતમાં જન્મેલા લગભગ 1,000 લોકો નોંધાયા હતા, તે સમયે તે ‘Anglo-Indian’ કહેવાતા હતા. આજે કેનેડાની કુલ વસતીના લગભગ 2% વસતી શીખ છે, જ્યારે ભારતની કુલ વસતીમાં શીખ પ્રજાની સંખ્યા 1.7% છે. પણ થેપલાં ને છૂંદો લઈને કેનડા આવેલા ગુજરાતીઓનું શું? અમારા ભત્રીજા જય (તથા બાયકો શિવા) ઠાકર ને ભત્રીજી આશા (અને નવરા નિષાદ)નું સૂં? ભત્રીજી રહે છે બ્રેમ્પટનમાં ને ભત્રીજો રહે છે બર્લિંગટનમાં, અને વર્ષે બે વર્ષે કેનેડા આવીને અમે વસીએ છીએ તે બાલુડાંઓના હૃદયકમલમાં. આજુખેલા અમારી સફરમાં એક નવો આયામ લંબાયો. અમારી દૃષ્ટિએ લિટરરી તાકત અને વિનયી વર્તનમાં તેની જનરેશનના ટોટલી સમર્થ (બે કલાક ડ્રાઇવિંગ કરીને પણ અમારું માન રાખવા મળવા આવનાર) ગુજરાતી વાર્તાકાર અભિમન્યુ આચાર્ય તથા હાલતી ચાલતી સ્થાનિક સાહિત્યિક સંસ્થા શૈલેશ દેસાઈને વોટસેપમાંથી શોધી શોધીને મલવા બોલાયેલા ને ઇઠલી–વડા સાંબાર ભેળા વાર્તાઉંની વાતું કીધી. બડા મજા આયા, એટલા બધા બડા મજા આયા કે હલો! સેલ્ફી લેવાનું બી કોઈને યાદ ન આવ્યું. આ વખતની ટ્રિપ સહેજ લાંબી હતી. એટલે ગયા વખતે જોવાલાયક સ્થળો જોઈ લીધેલાં ને આ વખતે ‘જોવાલાયક’ (ખોંખારો) પ્રજાને જોવા અમે ટ્રેનમાં ગયા ડાઉનટાઉન ટોરન્ટો. ત્યાંથી ચાલતા ગયા સેન્ટ લોરેન્સ માર્કેટ જોવા અને સાથે બાંધી લાવેલ કારેલાંનું શાક ને થેપલાંને ‘ન્યાય આપવા!’ હમણાં જ હમારો જન્મદિવસ ગયો ને હમો સહેજ ગેલમાં હુતા! કેનેડા ઠંડો મુલક કહેવાય છે પણ લાગે છે કે કેનેડીયન નારીજાતિને તેની કાંઈ પડેલી બડેલી નહીં મલે. અમને થયું કે બર્લિંગટન નગરમાં આ એકમાત્ર જગ્યા છે જ્યાં એકલો ગુજરાતી પુરુષ ત્રણ કલાક મનોમન નેત્રોરત્સવ કરી શકે , કોઈ તોતિંગ માસીની સાથે મેથીનાં ડબકાંની રેસિપીની વાતડી કરી શકે. સામે જ હતી એક બ્રૂઅરી જયાં મારા ડાડા જેવડા દેગડામાં બીયર પકવાતો હતો, વળી કાઉન્ટર ઉપર ને શો કેસમાં લીંબું ભરાવેલાં કે છત્રી ખોસેલા કે ઓલિવ તરાવેલા કે શી ખબર બીજાં શાં શાં જુલમી વસાણા ભભરાવેલા ગ્લાસ ગોઠવેલા હતા, મન થતું હતું એકાદો ગ્લાસ બીયરનો ટેસ કરવાનો, કોઈ સેમટુસેમ હાઇટવાળાં જેસિકા હાર્ટવેલ નામે બેન્ચ પર સામે બેઠેલાં દાદીમાને ભોળાભાવે પૂછવાનો કે આંહી કયો બીયર તમને પસંદ છે? ને જેસિકા નામે દાદીમા કહે કે હું બીયર પીતી નથી. ઓહ, તો બીજું કાંઈ... કોકાકોલા કે... યસ, (દાદીમા આંખ મિચકારે છે?) ઇન ધ આફ્ટરનૂન, ઇટ ઇઝ ઓલવેયઝ રોઝે શેમ્પેઇન! જય જેસિકુડી!
    Click here to Read More
    Previous Article
    ઓફબીટ:વરસાદના વતનમાં…
    Next Article
    શહેરોને સ્માર્ટ કઈ રીતે ગણવા?:અમદાવાદ-સુરત-મુંબઈ જેવાં મહાનગરો વરસાદમાં થંભી જાય તો પછી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment