Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:છત્રી-રેઇનકોટ કાઢવાનાં કે નહિ?

    10 hours ago

    વરસાદ માનવીને રૉમેન્ટિક બનાવે છે. ધોધમાર પડતો હોય ને આપણે છત્રી લઈને રસ્તા પર નીકળ્યા હોય ત્યારે આપણી છત્રી નીચે આવવા માટે કોઈ જોબનવંતીની આશા રાખીએ છીએ. આમાં જોબન'વંતો' ન ચાલે....'વંતી' જ જોઈએ. એટલું જ નહિ, આવનારે કંઈ કેટલીય શરતોનું પાલન કરવું પડે. એક તો એ તદ્દન યુવાન હોવી જોઈએ. આપણી છત્રી નીચે કોઈની બા ન ચાલે. યુવાન હોય પણ ચહેરો શત્રુઘ્ન સિંહા જેવો હોય તો શું કામનો? હજી ડિમ્પલ કાપડિયા જેવી-ભલે એના જેવી ઉંમરલાયક હોય તો વગર ભાડે આપણી છત્રી નીચે આવવા દઈએ. ત્રીજું, આપણી છત્રી નીચે આવે અને વરસાદ ધોધમાર પડતો હોય તો ખભેખભા અડવા માંડે અને એ જ ચોમાસાનો વિરાટ ઉપકાર છે. બસ.....આ સફર દરમ્યાન સામેથી એનો ગોરધન કે આપણી વાઇફ આવતી હોવી ન જોઈએ. સફર ગણનાપાત્ર સમય જેટલી લાંબી હોવી જોઈએ. આ ફૂટપાથથી સામેની ફૂટપાથ ઉપર એને ઉતરી જવાનું હોય તો છત્રીનો હપ્તો ય ન નીકળે. કમનસીબે, વિજ્ઞાને રેઇનકોટો માટે આવી વ્યવસ્થા કરી નથી કે, આપણે પહેર્યો હોય ને પેલીને બોલાવી લઈએ કે, ‘આવી જાઓ ને....! નકામું પલળી જવાશે!’ આપણા ને આપણા રેઇનકોટમાં એને સમાવાય નહિ. રેઇનકોટો શૉલની સાઇઝના આવતા નથી. ધ્યાન રાખો. તમે રેઇનકોટ પહેર્યો હોય ને સાથે પલળવા પેલી આવે, એ હેતુથી બીજા હાથમાં કોરી છત્રી....અને એ ય લૅડીઝ છત્રી સાથે ન રખાય. આપણે રેઇનકોટમાં હોઈએ ને એ આપણી છત્રી નીચે છબછબીયાં કરતી હોય તો ભલે બેમાંથી એકે ય ની બા ન ખીજાય, પણ બાપુજીને આપણા ઉપરથી માન ઉતરી જાય કે ‘સાલા, આટઆટલી ટ્રેનિંગ આપીને મોટો કર્યો તો રેઇનકોટ લઈને કરવાની ક્યાં જરૂર હતી? એક છત્રીમાં બે આવી જાય, પણ એક રેઇનકોટમાં....હમણાં કહું એ ય ન આવે!’ એ વાત તદ્દન નોખી છે કે, અમદાવાદમાં છત્રી-રેઇનકોટના ખર્ચા માથે જ પડે છે. વગર વરસાદે રેઇનકોટ પહેરી કે છત્રી ઓઢીને ન નીકળાય. આમાં તો છાંટા ય ન ચાલે, ધોધમાર પડવો જોઈએ! મનુષ્યને ધોધમાર વરસાદમાં પલળવા કરતાં છત્રી નીચે આવતી વાછટમાં વધુ રોમાન્સ ઊભરાય છે. એમાં પલળ્યા ય ન કહેવાય ને કોરા રહ્યા ય ન કહેવાય! એ તબક્કો દરેક માનવીના જીવનમાં આવે ત્યારે એ ખુશીથી ફૂદાકા મારે છે. અપેક્ષા મુજબનું પલળવાનું હરકોઈની તકદીરમાં નથી હોતું. આજ કારણથી બાથરૂમમાં માથે પડતા (માથે નહિ, માથા ઉપર પડતા) ફુવારાની શોધ થઇ. એ તો કોઈ અલૌકિક અનુભવ જ હોય છે. નહાવાનું ખરું, ભીના ય થવાનું, પણ જ્યાં અને જ્યારે ભીના થવું હોય ત્યારે ફુવારા નીચેથી ખસી જવાનું ને છાતી ચોળતાં ચોળતાં પાછાં આવી જવાનું! અહીં ખરી કલા કારીગરી સાબુની ગોટી પકડવામાં હોય છે. માંડ સ્કૂલ પૂરી કરી હોય ને કોકની સાથે પ્રેમમાં પડું-પડું કરતા હોઈએ ને એ છટકી જાય, એવું કામ ગોટીનું છે. હાથમાં દબાઈ રહે જ નહિ! નહાવાનું પૂરું થાય ત્યાં સુધી એને તમે મુઠ્ઠીમાં પકડી રાખી શકો નહિ, પણ સાબુ મોંઢા ઉપર ચોળ્યો હોય ત્યારે આંખો બંધ હોય ને પછી જોઈ લો, ગોટી શોધવાની મઝા! મનુષ્ય જીવનનો આ એક એવો તબક્કો છે કે, હાથમાંથી છટકી ગયેલી ગોટી પાછી આપવા આજુબાજુ કોઈને કહેવાય પણ નહિ, કારણ કે, નહાતી વખતે આજુબાજુમાં કોઈ હોય પણ નહિ! ‘તારી જો હાક સુણી કોઈ ના'વે તો એકલો નહાને રે.....હોઓઓઓ એકલો નહાને રે!’ ગોટી કોઈ તક જેવી હોતી નથી કે ટાઇમસર પકડી ન લો તો ગઈ હાથથી! એ તો નહાઇ લો, ત્યાં સુધી તમારા કબજામાં જ રહેવી જોઈએ, ભલે હાથમાં ન હોય પણ હાથવગી તો રહેવી જોઈએ, કારણ કે નહાવાનો આ તબક્કો એવો છે, જ્યાં છટકી ગયેલી ગોટીને પામવા માટે બાથરૂમની બહાર રહેલાઓને રિક્વેસ્ટ કરી શકાતી નથી. અફકોર્સ, એ દૃશ્ય કૉમિક હોય છે કે, સાબુ ચોળેલી બંધ આંખે બાથરૂમના ફર્શ પર હાથ ઘસતાં ઘસતાં ગોટી શોધવી. આમાં ‘લક’ કામ કરે છે. ક્યારેક ગોટી હાથમાં આવી જાય ને ક્યારેક અડધું બાથરૂમ હાથથી ઘસી મારો તો ય હાથમાં ન આવે, કારણ કે એ પૂરી થઇ ગઈ હોય છે. એક નાનકડી છપતરી ફર્શ પર આમથી તેમ આળોટતી હોય એને શોધી કાઢવી ખુલ્લી આંખે તો અઘરું નથી, પણ સાબુ ભરેલી આંખે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. આ જ કારણે, શાસ્ત્રોમાં કહ્યું છે કે, નહાતી વખતે હંમેશાં બે ગોટીઓ હાથવગી રાખવી. એક લસરી જાય તો બીજી વડે નહાવાય! અહીં ગોટીની સાઇઝ પણ ચર્ચામાં આવી શકે છે. પૈસો ગમે તેટલો હોય, ગોટીની સાઇઝ પાટલા જેટલી રાખી શકાતી નથી. વિશ્વભરમાં આજ સુધી કાળા માથાનો કોઈ માનવી બન્ને હાથે ગોટી પકડીને નહાઈ શક્યો નથી. બે હાથે સાબુ વડે શરીર ચોળતાં કદી ન ફાવે. આ તો ફક્ત એના ડાબા હાથનું કામ છે. આમાં એક બીજો ય તર્ક નીકળે છે કે, પતિ-પત્ની વચ્ચે ભલે સંબંધ ભાઈ-બેન જેવો પવિત્ર રહ્યો હોય, તો પણ એકબીજાને નવડાવી શકાતા નથી. જાતે જ નહાવું પડે છે. હા. એક જમાનામાં રાજા-મહારાજાઓને નવડાવવા રૂપસુંદરીઓ આવતી અને પાછળ સંગીતે ય વાગતું. હવે નવડાવવા માટે આપણો ધૂળજી ય નથી આવતો અને સંગીતને બદલે બાથરૂમના દરવાજાનું કીચૂડ-કીચૂડે ય વાગતું નથી, કારણ કે, દરવાજો બંધ કરીને નહાવું પડે છે. જોકે, મન મોટું રાખીને પત્ની નવડાવે તો એ નહાવું સ્વર્ગ બની જાય છે કારણ કે પત્ની વગર સાબુએ નવડાવે છે. નહવડાવવા-ધોવડાવવામાં મોંઘા ભાવના સાબુઓ વેડફી ન નંખાય! એક આદર્શ હિંદુ પતિ છેક મહિનાની પગાર તારીખે પૂરેપૂરો નહાઈ લે છે, પણ ખાનદાની દેખો....એ જ પગારમાંથી પત્ની એને મહિનાભર વાપરવા માટે આજના ચલણ મુજબ, સરેરાશ હજાર રૂપિયા આપે છે. જોકે, એ જ હિંદુ સ્ત્રી વધેલો પગાર વેડફી નાંખતી નથી....કસીકસીને બચાવે છે ને બે-પાંચ વર્ષમાં ઘર આબાદ કરી નાંખે છે. સિક્સર કોઇનું ધ્યાન પડ્યું? હિંદી ફિલ્મો આવતી બંધ થઇ ગઇ....‘ધુરંધર’ સિવાય એકે ય નવી ફિલ્મ ચર્ચામાં ય નથી!
    Click here to Read More
    Previous Article
    આંતરમનના આટાપાટા:આકાંક્ષાની કથા કુંતી, દુર્વાસા, કર્ણ
    Next Article
    આઝાદીના અમર વીર નાયક:સરદાર ઉધમસિંહ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment