Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિની આંખ સામે જ પત્ની-એક વર્ષનો પુત્ર જીવતા સળગ્યાં:સુરતના પરિવારની કાર ધોલેરા નજીક પલટી; બ્લાસ્ટ પહેલાં મોટા પુત્ર સાથે પિતા નીકળી ગયા; પણ માતા-દીકરાનાં મોત

    2 days ago

    અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં ચાંદની હોટલ નજીક મંગળવારે સાંજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મૂળ ધોલેરાના ઓતરિયા ગામના અને સુરત રહેતા એક પરિવારની કાર અચાનક અકસ્માતનો ભોગ બનતાં પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત બાદ કારમાં ભભૂકી ઉઠેલી આગે થોડા જ સમયમાં સમગ્ર વાહનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું, જેના કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં સવાર યુવક અને તેના પિતા બચી ગયા, જ્યારે યુવકની પત્ની અને એક વર્ષનો પુત્ર જીવતા સળગી જતાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા છે. કારમાં સવાર એક વર્ષના પુત્ર સાથે માતા ભડથું આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર માતા-પુત્રના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ધોલેરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. કારમાં સવાર પરિવાર ધોલેરા તાલુકાના ઓતરિયા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. એક વર્ષનો પુત્ર ધનુષ જતીન કાકડિયા તથા અમીબેન જતીનભાઈ કાકડિયાના કારમાં જ સળગી જતા મોત થયા છે, જ્યારે કારમાં સવાર જતીનભાઈ કાકડિયા અને તેમના પિતા સવજીભાઈ કાકડિયા ઇજાગ્રસ્ત થતા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પત્ની-પુત્રને બચાવવા યુવકનો કલ્પાંત કાર સળગી રહી હતી ત્યારે જતીનભાઈ કાકડિયા પત્ની અને પુત્રને બચાવવા લોકો પાસે મદદ માંગી રહ્યા હતા અને કલ્પાંત કરી રહ્યાં હતા. તેઓ મદદ માટે આજીજી કરતા કહી રહ્યાં હતા કે "તમે કેટલા બધા લોકો છો, કારને સીધી કરી આપો." પણ કાર એટલી હદે સળગી રહી હતી કે કોઈ પાસે જવાની હિંમત ન હતા કરી શક્યા. પોલીસ અને બચાવ ટીમે હાથ ધરી કાર્યવાહી અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ તેમજ બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો : આગની જ્વાળામાં 17 વર્ષીય સગીર જીવતો સળગ્યો, VIDEO:સાવરકુંડલામાં દેશી ફટાકડા બનાવતી વખતે ઇલેક્ટ્રિક ઘંટીમાં શોર્ટ સર્કિટથી દુર્ઘટના અમરેલીના સાવરકુંડલામાં દિવાળીના તહેવાર માટે દેશી ફટાકડા (કોકડા) બનાવતી વખતે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. દેશી હર્બલ ફટાકડાનો દારૂગોળો બનાવતી વેળાએ ઇલેક્ટ્રિક ઘંટીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ભીષણ આગ લાગી હતી. આ આગની જ્વાળામાં 17 વર્ષીય સગીર જીવતો સળગ્યો હતો. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલા જ તેનું મોત થયું હતું. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
    Click here to Read More
    Previous Article
    મનપાની પશ્ચિમ ઝોનની ઓફિસ પર ACBની સફળ ટ્રેપ:આધાર ઓપરેટર રૂપિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયો, એક ફરાર
    Next Article
    મનપાની સાધારણ સભામાં વિકાસના 10 કામોને સર્વાનુમતે મંજૂરી:અકવાડા મંડળીને સીવેજ વોટર, ભરતી-બઢતીના નિયમોમાં સુધારો સહિતના મહત્વના નિર્ણયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment