Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની પશ્ચિમ ઝોનની ઓફિસ પર ACBની સફળ ટ્રેપ:આધાર ઓપરેટર રૂપિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયો, એક ફરાર

    2 days ago

    ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલ ભાવનગર મહાનગર પાલિકાના પશ્ચિમ ઝોનની ઓફિસે આધાર ઓપરેટર અન્ય શખસ સાથે મેળાપીપણું કરી લોકોના આધાર કાર્ડ, પાનકાર્ડ કઢાવવાનું તેમજ સુધારા વધારા કરાવવાનું કામ કરી તેના બદલામાં નાણા ઉઘરાવતા હોવાની ફરિયાદને લઈ ભાવનગર એસીબી સ્ટાફે છટકુ ગોઠવી આધાર ઓપરેટરને રૂા. 3 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય શખ્સ ફરાર થયો હતો. બનાવ સંદર્ભે એસીબી પીઆઇ ફરિયાદી બની બન્ને સામે ગુન્હો દાખલ કરાવ્યો હતો. ડીકોયરની મદદથી એસીબીએ ઓપરેટરને ઝડપી પાડ્યો બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોને હકીક્ત મળી હતી કે શહેરના મંત્રેશ કોમ્પ્લેક્ષ સામે સદગુરુ ઓનલાઈન સર્વિસ નામની ઓફિસ ધરાવતા અશ્વિન બાંભણિયા પોતાની ઓફિસે લોકોનાં આધાર કાર્ડ, પાનકાર્ડ કઢાવવાનું, તેમાં સુધારા-વધારા કરાવવાનુ તથા અન્ય કામકાજ કરે છે અને તેને ભાવનગર મહાનગર પાલિકાના કોમ્પ્યુટર ઓપરેટર સાથે મેળાપીપણાંમાં આધારકાર્ડમાં સુધારા વધારા કરાવી આપવાના બદલામાં 2 હજાર થી 3 હજાર ની લાંચની રકમ પડાવે છે અને એકબીજાને મેળાપીપણાથી લાંચ લઈ નેટવર્ક ચલાવે છે, જેથી એસીબી સ્ટાફે ડીકોયરનો સંપર્ક કરી લાંચના ડીકોય છટકાંનું આયોજન કરી એસીબી પીઆઈ ટી.એસ.રીઝવી સહિતના સ્ટાફે છટકુ ગોઠવી ડીકોયરે અશ્વિન બાંભણીયાનો સંપર્ક કરી પોતાના આધારકાર્ડમા સુધારો કરવા માટે જરૂરી દસ્તાવેજો વોટ્સએપ મારફ્તે અશ્વિને મેળવી લઈ બાદ ડીકોયરને આખલોલ જકાતનાકા પાસે આવેલ ભાવનગર મ્યુ.કોર્પોરેશન પશ્ચિમ ઝોનની ઓફિસે આધાર કાર્ડ સેન્ટર પર આધાર ઓપરેટર વિજય ભરતભાઈ ડાભી (ઉ.વ.28, રહે. તરસમિયા રોડ, બાપાસીતારામ સોસાયટી, ભાવનગર)ને મળવાનું જણાવતા ડિકોયરે આધાર સેન્ટર ઉપર આધારમાં સુધારો કરાવી આરોપી અશ્વિન સાથે ટેલીફોનીક વાતચીત કરી વિજય ડાભીએ લાંચના રૂા. 3 હજારનો સ્વિકાર કરતા એસીબી સ્ટાફે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે અશ્વિન બાંભણીયા ફરાર થયો હતો. બનાવ સંદર્ભે ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઈ રીઝવીએ ફરીયાદી બની બન્ને શખસ સામે લાંચ રૂશ્વતધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર પાસે સ્ટ્રીટ લાઇટો બંધ:અકસ્માતોનું જોખમ વધ્યું, અંધારાના કારણે ગૌવંશ સાથે અથડામણની ઘટનાઓ વધી
    Next Article
    પતિની આંખ સામે જ પત્ની-એક વર્ષનો પુત્ર જીવતા સળગ્યાં:સુરતના પરિવારની કાર ધોલેરા નજીક પલટી; બ્લાસ્ટ પહેલાં મોટા પુત્ર સાથે પિતા નીકળી ગયા; પણ માતા-દીકરાનાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment