Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર પાસે સ્ટ્રીટ લાઇટો બંધ:અકસ્માતોનું જોખમ વધ્યું, અંધારાના કારણે ગૌવંશ સાથે અથડામણની ઘટનાઓ વધી

    2 days ago

    મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અગાઉ અનેક રજૂઆતો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી હતી. લાલપર, મકનસર અને રફાળેશ્વર સહિતના વિસ્તારોમાં વર્ષો પછી સ્ટ્રીટ લાઇટોની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. જોકે, લાલપર ગામ પાસે લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી તેનો કોઈ લાભ મળતો નથી. સ્થાનિકોના કહેવા મુજબ આ લાઇટો હવે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. અંધારામાં ગૌવંશ રોડ પર આવતા અકસ્માતોની સંખ્યા વધી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે રાત્રિના સમયે નેશનલ હાઇવે પર અંધારું છવાયેલું રહે છે. આ દરમિયાન રખડતા ગૌવંશ અચાનક રોડ પર આવી જતા ટ્રક, ટ્રેલર, ડમ્પર સહિતના ભારે વાહનો સાથે અથડામણની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. પરિણામે અનેક ગૌવંશને ગંભીર ઇજાઓ પહોંચે છે અથવા તેમનું મોત નીપજે છે. સાથે જ વાહનોને પણ ભારે નુકસાન થાય છે અને વાહનચાલકોને શારીરિક ઇજાઓ પહોંચતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. વહેલી તકે સ્ટ્રીટ લાઇટો શરૂ કરવા અને ગૌવંશ હટાવવાની માંગ સ્થાનિક લોકો અને વાહનચાલકોની માંગ છે કે લાલપર ગામ પાસેની બંધ સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક કાર્યરત કરવામાં આવે જેથી રાત્રિના સમયે માર્ગ પર પૂરતો પ્રકાશ મળી રહે અને અકસ્માતોનું જોખમ ઘટે. ઉપરાંત, નેશનલ હાઇવે પર રખડતા ગૌવંશને હટાવવા માટે સંબંધિત તંત્ર દ્વારા અસરકારક અને કાયમી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ ઉઠી છે. લોકોનું માનવું છે કે સમયસર યોગ્ય પગલાં લેવામાં આવશે તો માનવજીવન તેમજ ગૌવંશ બંનેનું રક્ષણ શક્ય બનશે.
    Click here to Read More
    Previous Article
    Cockroaches, expired food: FDA action hits CCI, other top Mumbai clubs
    Next Article
    મનપાની પશ્ચિમ ઝોનની ઓફિસ પર ACBની સફળ ટ્રેપ:આધાર ઓપરેટર રૂપિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયો, એક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment