Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ગૌરી વ્રત કરતી દીકરીઓનું પૂજન કરાયું:ભાજપ મહિલા મોરચા દ્વારા બટરફ્લાય સ્કૂલમાં ફરાળ વિતરણ

    1 day ago

    સુરેન્દ્રનગરમાં ગૌરી વ્રત કરતી દીકરીઓ માટે એક વિશેષ પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સુરેન્દ્રનગર ભાજપ મહિલા મોરચા દ્વારા બટરફ્લાય સ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 30 દીકરીઓનું પૂજન કરીને તેમને ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર મહિલા મોરચાના પ્રમુખ કોમલબેન સંઘવી, બંને મહામંત્રીઓ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા મહિલા મોરચા પ્રમુખ કલ્પનાબેન રાવલ, આણંદ જિલ્લાના પ્રભારી જીજ્ઞાબેન પંડ્યા, શાસક પક્ષના નેતા પીન્ટુબેન અને દંડક સ્વાતિબેન સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લાના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો અને મહિલા મોરચાની ટીમ સહિત મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં હાજર રહી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરથી ચોરાયેલી મોપેડ વેરાવળમાંથી મળી, એક શખસ ઝડપાયો:ગીર સોમનાથ LCBએ રૂ. 20 હજારની મોપેડ કબજે લીધી, ગુનો ડિટેક્ટ
    Next Article
    'અમે તો અહીં જ કચરો નાખીશું...':કચરો પેટીમાં નાખવાનું કહેતાં 4 ઝેપ્ટો ડિલિવરી બોય્ઝએ વોચમેનને ઢોર માર માર્યા બાદ ખુરશીથી ફટકાર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment