Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમે તો અહીં જ કચરો નાખીશું...':કચરો પેટીમાં નાખવાનું કહેતાં 4 ઝેપ્ટો ડિલિવરી બોય્ઝએ વોચમેનને ઢોર માર માર્યા બાદ ખુરશીથી ફટકાર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા

    1 day ago

    અલથાણ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મારામારીના વીડિયો મામલે ત્વરિત અને સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા અનુપમ સ્ક્વેર કોમ્પ્લેક્ષના ગેટ પાસે વોચમેન પર હિંસક હુમલો કરવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ ઘટનામાં સંડોવાયેલા 4 ઝેપ્ટો રાઇડર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ અંગે પીડિત વોચમેને નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કચરો પેટીમાં નાખવાની સલાહ આપી અને બબાલ શરૂ થઈ ઘટનાની વિગત મુજબ, ગત 24 જુલાઈ 2026ના રોજ સાંજના આશરે પોણા છ વાગ્યાના સુમારે અનુપમ સ્ક્વેર કોમ્પ્લેક્ષના ગેટ પાસે કેટલાક યુવકો નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન કોમ્પ્લેક્ષના ૪૩ વર્ષીય વોચમેન શ્યામબહાદુર કરણબહાદુર નેપાલીએ તેમને નાસ્તો કર્યા બાદ એંઠો કચરો ખુલ્લામાં ફેંકવાને બદલે કચરાપેટીમાં નાખવાનું વિનમ્રતાથી જણાવ્યું હતું. આ સામાન્ય સલાહ સાંભળતા જ આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને "અમે તો કચરો અહીં જ નાખીશું, તારાથી થાય તે કરી લે" તેમ કહી વોચમેન સાથે ગાળાગાળી કરી તેને ઢીકાપાટુનો ઢોર માર મારવા લાગ્યા હતા. CCTV ફૂટેજમાં કેદ થઈ દાદાગીરી આ સમગ્ર મારામારીની ઘટના કોમ્પ્લેક્ષના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચારેય આરોપીઓ એક પછી એક આવીને નિરાધાર વોચમેન પર તૂટી પડ્યા હતા. હુમલા દરમિયાન એક આરોપીએ તો તમામ મર્યાદાઓ ઓળંગીને નજીકમાં પડેલી લાકડા/લોખંડની ખુરશી ઊંચકીને સીધી વોચમેનના શરીર પર ઝીંકી દીધી હતી. આ ઘટના જોઈ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. એટલું જ નહીં, માર મારીને બહાર નીકળતી વખતે તેમની નજર અન્ય એક વ્યક્તિ પર પડતાં તેઓ ફરીથી કોમ્પ્લેક્ષમાં ઘૂસીને તે વ્યક્તિ સાથે પણ મારપીટ કરતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા. અલથાણ પોલીસે ચારેય ઝેપ્ટો રાઇડરોને દબોચી લીધા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં અને વોચમેન શ્યામબહાદુરે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગુનામાં સામેલ ચારેય આરોપીઓની ઓળખ કરીને તેમની અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં દીપક મુકુંદ સિંઘે (ઉ.વ. 32, રહે. ડિંડોલી), રવિ આનંદ વાઘમોડે (ઉ.વ. 26, રહે. પાંડેસરા), મહેશ નારાયણ પાટીલ (ઉ.વ. 23, રહે. ઉધના) અને રૂપેશ પરશુરામ હરમલકર (ઉ.વ. 25, રહે. ઉધના) નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ડિલિવરી બોય (ઝેપ્ટો રાઇડર) તરીકે કામ કરે છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ગૌરી વ્રત કરતી દીકરીઓનું પૂજન કરાયું:ભાજપ મહિલા મોરચા દ્વારા બટરફ્લાય સ્કૂલમાં ફરાળ વિતરણ
    Next Article
    ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાઈ:અકવાડા મીઠા મંડળીથી લઈને વારસદાર યોજના સુધી,વર્ગ-4ના કર્મચારીઓ માટે વારસદાર નિમણૂક યોજના મંજૂર, ગ્રાન્ટના ઉપયોગને પણ લીલીઝંડી, 10 કાર્યો સર્વાનુમતે મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment